શ્રેણીની ચર્ચા:સ્વામિનારાયણ સંપ્રદાય
૧. સ્વામિનારાયણ સત્સંગ અઢારમી સદીની રાજકીય અને ધાર્મિક અરાજકતાની કપરી પરિસ્થિતિ જગદ્ગુરુ રામાનંદ સ્વામી ગામડે ગામડે વિચરણ કરી અને જ્ઞાનોપદેશ આપીને માનવ હૈયામાં અનોખી ચેતના પ્રસરવવાનું ઉમદા કાર્ય કરી રહ્યા હતા. રામાનંદ સ્વામીએ ભદવદ્ પાદ શ્રીમદ્ રામાનુજાચાર્ય સ્વામી પાસેથી સમાધિસ્થ અવસ્થામાં ભાગવતી દિક્ષા ગ્રહણ કરી હતી. ત્યારબાદ સદ્ગુરુના આદેશથી ઉત્તરભારત, ગુજરાત આદિક પ્રદેશોના ગામોમાં વિચરણ કર્યું હતું. રામાનંદ સ્વામી ઉધ્ધવના અવતાર હતા. આથી તો રામાનંદ સ્વામીના રાષ્ટ્ર ઘડતર, સમાજ ઘડતર અને અધ્યાત્મ જીવનના ઘડતરના મહાન કાર્યમાં જાડયેલ સમુદાય ઉધ્ધવ સંપ્રદાય તરીકે ઓળખાવા લાગ્યો.
અયોધ્યા પાસેના છપૈયા ગામમાં ભગવાન અવતાર ધારણ કરી ૧૧-વર્ષની વયે ગૃહત્યાગ કર્યો. તેમણે સાત વર્ષ સુધી પગપાળા ભારતભ્રમણ કરી ભગવદ્ મિલનની આશાએ દેહ ટકાવી રહેલા યોગીઓને દર્શન આપી તેમને કૃતાર્થ કર્યા. તેમજ વનવિચરણ દરમ્યાન લોકજીવનમાં-ધર્મગુરુઓમાં-રાજવીઓમાં-યોગીઓમાં-તીર્થોમાં પ્રવર્તતી વિકૃતિઓને દૂર કરી ગુજરાતના સોરઠ પ્રાંતમાં આવ્યા. પીપલાણા મુકામે નિલકંઠ વર્ણી અને રામાનંદ સ્વામીનું મિલન થયું. વિક્રમ સંવત ૧૮૫૭ કારતક સુદ-૧૧(૨૮ ઓક્ટોબર ૧૮૦૦)ના દિવસે લોક શિક્ષાર્થે અધ્યાત્મ પરંપરાને અનુશરતા થકા નિલકંઠ વર્ણીને ભાગવતી દીક્ષા આપી સહજાનંદ સ્વામી અને નારાયણમુનિ એમ બે નામ આપ્યાં. ભગવાનની આજ્ઞાથી રામાનંદ સ્વામીએ પોતે આરંભેલ જીવનપરિશુદ્ધિના મહાયજ્ઞ રુપ ઉધ્ધવ સંપ્રદાયની ધર્મધુરા વિક્રમ સંવત ૧૮૫૮ કારતક સુદ-૧૧(૧૬ નવેમ્બર ૧૮૦૧)સહજાનંદ સ્વામીને સોંપી. ત્યારબાદ ટુંક સમયમાં રામાનંદ સ્વામીએ દેહત્યાગ કર્યો.
પોતાના અવતાર હેતુંને સિદ્ધ કરવા સહજાનંદ સ્વામીએ કળાયુગમાં પોતે પર(સ્વ) સ્વરુપ વાચક “સ્વામિનારાયણ” મહામંત્ર આપ્યો. ભગવદ્ આજ્ઞારૂપ ધર્મનું અનુશરણ અને “સ્વામિનારાયણ” મહામંત્રના ભજનથી ભક્તાને સહજતાથી ભગવદ્ સાક્ષાત્કાર થવા લાગ્યો. આમ હવે ઉધ્ધવ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે પ્રચલિત થયો. ભગવાન સ્વામિનારાયણે વ્યવહાર શુદ્ધિ અને અધ્યાત્મ શુદ્ધિના પ્રેરણાત્મક જ્ઞાનોપદેશને સરળ ભાષામાં આપી લોકજીવનમાં સદાચાર ચરિતાર્થ કરાવ્યો. અંધશ્રધ્ધા, વહેમ, મંત્ર-તંત્ર, વ્યસન, વ્યભિચાર, દૂધપીતિ-સતીપ્રથા જેવા અનેક કુરિવાજા, ચોરી, લૂટફાટ જેવા દોષોમાં ખરડાયેલ લોકજીવનમાં સદાચારના ઉચ્ચ આદર્શો ચરિતાર્થ કરાવીને સમાજમાં સમરસતાનું સ્થાપન કર્યું. આમ સ્વામિનારાયણ સત્સંગથી આખાય ગુજરાતની કાયાપલટ થઇ.
સનાતન વૈદિક સંસ્કૃતિના સંરક્ષણ અને સંપોષણાર્થે સ્વામિનારાયણ ભગવાને મંદિરોના નિર્માણ કરાવ્યાં. જ્ઞાન પરંપરાને અક્ષુણિત રાખવા માટે શિક્ષાપત્રી, વચનામૃત, સત્સંગીજીવન જેવા સત્શાસ્ત્રની રચના કરાવી. સંસ્કૃતિ અને સંસ્કારને માનવજીવનમાં ધબકતો રાખવા હજારો સંતો-બ્રહ્મચારીઓ-પાર્ષદોને ભાગવતી દિક્ષા આપી. અધ્યાત્મ અને વ્યવહાર જીવનની એકસુત્રીયતાના હેતુસર સત્સંગને સુદૃઢ બનાવવા આચાર્ય પરંપરાનું સ્થાપન કર્યું.
।। ૐ ।।
શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય વિશે ચર્ચા શરુ કરો
Talk pages are where people discuss how to make content on વિકિપીડિયા the best that it can be. You can use this page to start a discussion with others about how to improve શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય.