સંગીત
એક પ્રકારની કળા
સંગીત એક કળા છે.
નામ
ફેરફાર કરોસંગીતી સંસ્કૃત ભાષાનો શબ્દ છે. સંગીત = સમ્ + ગીત, સમનો અર્થ સમાન-બરાબર રીતથી અને ગીતનો અર્થ છે ગાવું, અર્થાત ઉત્તમ રીતે ગાવું એનું નામ સંગીત. સમ્યક પ્રકારેણ ગીયતે ઈતિ સંગીત. મહાકવિ કાલિદાસે અભિજ્ઞાન શાકુંતલમાં વર્ણવ્યા પ્રમાણે ગીતં, વાધં નર્તન ચ ત્રયં સંગીતમુચ્યતે ગીત, વાજિંત્ર અને નૃત્ય એ ત્રણેય મળીને સંગીત કહેવાય છે. પંડીત દામોદરકૃત સંગીતદર્પણમાં કહ્યું છે કેઃ ગીત વાદિન નૃત્યાંના રકિતઃ સાધારણો ગુણઃ અતો રકિતવિહીનં યત્ન તત સંગીતમ ઉચ્યત અર્થાત ગીત, વાદ્ય અને નૃત્ય ત્રણેયનો સામાન્ય ગુણ મનોરંજન છે. આથી સંગીતમાં રક્તિગુણ અનિવાર્ય છે. ભરત મુનિએ ભરતનાટયશાસ્ત્રમાં ગાંધર્વ ત્રિવિધં વિધાત સ્વરતાલપદાત્મકમ્! અર્થાત્ સ્વરાત્મક, તાલાત્મક તથા પદાત્મક એટલે સંગીત. એ રીતે સંગીતની વ્યાખ્યા આપી છે.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- ઓમનાદ (Omenad) - ઓનલાઇન સંગીત શિક્ષણ તેમ જ ભરપૂર જાણકારીથી પરિપૂર્ણ
- સુરીલી કારકિર્દી સંગીતની (અશોક જોશી)
- સંગીત (મનોસી ચેટર્જી દ્વારા હિન્દી ભાષામાં સંગીત વિશેનું જાળપૃષ્ઠ)
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |