ભારતીય પંચાંગ એ સુર્ય અને ચંદ્ર બન્નેની ગતિનો સંપૂર્ણ અને સચોટ અભ્યાસ કરીને બનાવવામાં આવેલું એવું એક વૈજ્ઞાનિક તારીખીયું છે કે જેની મદદથી આજે ક્યો મહીનો છે અને કઈ તિથી છે એ માહીતી આપણે ફક્ત આકાશદર્શનની મદદથી કોઈ પણ યંત્રોની સહારો લીધા વગર પણ જાણી શકીએ છીએ.
ગુજરાતી વિકિ પર એ તારીખીયાનો અમલ કરવા માટેની હિલચાલ ઘણા વખતથી શરૂ છે.

કોઈ પણ દિવસ ની તિથિ શોધવા માટેની પદ્ધતિ

ફેરફાર કરો
  1. ) ઉજ્જૈનના મહાકાળ મંદિરના અક્ષાંશ અને રેખાંશ મેળવો.
  2. ) એ અક્ષાંશ અને રેખાંશ પર એ દિવસે સુર્યોદય ક્યારે થશે એ શોધો
  3. ) એ સુર્યોદય સમયે સુર્ય અને ચંદ્રની આર્ક ડીગ્રી, આર્ક મીનીટ અને આર્ક સેકન્ડમાં સ્થીતી મેળવો.
  4. ) ચંદ્રની સ્થીતીમાંથી સુર્યની સ્થીત બાદ કરો. જો જવાબ શુન્ય કરતા નાનો આવે તો એ જવાબમાં ૩૬૦ આર્ક ડીગ્રી ઉમેરો
  5. ) હવે જે જવાબ મળ્યો છે એ સુર્ય અને ચંદ્ર વચ્ચેનો ખૂણો દર્શાવે છે. હવે નિચેના કોષ્ટકની મદદથી તિથિ જાણી શકાશે.
કોણ ઊપરથી તિથિ શોધવા માટેનું કોષ્ટક
શરુવાતનો કોણ અંતિમ કોણ તિથિ
શુન્ય ૫° ૫૯′ ૯૯″ અમાસ
૬° ૧૭° ૫૯′ ૯૯″ સુદ એકમ
૧૮° ૨૯° ૫૯′ ૯૯″ સુદ બીજ
૩૦° ૪૧° ૫૯′ ૯૯″ સુદ ત્રીજ
૪૨° ૫૩° ૫૯′ ૯૯″ સુદ ચોથ
૫૪° ૬૫° ૫૯′ ૯૯″ સુદ પાંચમ
૬૬° ૭૭° ૫૯′ ૯૯″ સુદ છઠ્ઠ
૭૮° ૮૯° ૫૯′ ૯૯″ સુદ સાતમ
૯૦° ૧૦૧° ૫૯′ ૯૯″ સુદ આઠમ
૧૦૨° ૧૧૩° ૫૯′ ૯૯″ સુદ નોમ
૧૧૪° ૧૨૫° ૫૯′ ૯૯″ સુદ દસમ
૧૨૬° ૧૩૭° ૫૯′ ૯૯″ સુદ અગીયારસ
૧૩૮° ૧૪૯° ૫૯′ ૯૯″ સુદ બારસ
૧૫૦° ૧૬૧° ૫૯′ ૯૯″ સુદ તેરસ
૧૬૨° ૧૭૩° ૫૯′ ૯૯″ સુદ ચૌદસ
૧૭૪° ૧૮૫° ૫૯′ ૯૯″ પુનમ
૧૮૬° ૧૯૭° ૫૯′ ૯૯″ વદ એકમ
૧૯૮° ૨૦૯° ૫૯′ ૯૯″ વદ બીજ
૨૧૦° ૨૨૧° ૫૯′ ૯૯″ વદ ત્રીજ
૨૨૨° ૨૩૩° ૫૯′ ૯૯″ વદ ચોથ
૨૩૪° ૨૪૫° ૫૯′ ૯૯″ વદ પાંચમ
૨૪૬° ૨૫૭° ૫૯′ ૯૯″ વદ છઠ્ઠ
૨૫૮° ૨૬૯° ૫૯′ ૯૯″ વદ સાતમ
૨૭૦° ૨૮૧° ૫૯′ ૯૯″ વદ આઠમ
૨૮૨° ૨૯૩° ૫૯′ ૯૯″ વદ નોમ
૨૯૪° ૩૦૫° ૫૯′ ૯૯″ વદ દસમ
૩૦૬° ૩૧૭° ૫૯′ ૯૯″ વસ અગીયારસ
૩૧૮° ૩૨૯° ૫૯′ ૯૯″ વદ બારસ
૩૩૦° ૩૪૧° ૫૯′ ૯૯″ વદ તેરસ
૩૪૨° ૩૫૫° ૫૯′ ૯૯″ વદ ચૌદસ
૩૫૬° ૩૫૯° ૫૯′ ૯૯″ અમાસ

અન્ય નિયમો

  1. ) તિથી આજના સુર્યોદયથી શરૂ કરી ને આજ પછીના દિવસના સુર્યોદય ની આગલી ઘટીકા સુધીની સળંગ એક જ ગણાય છે.
  2. ) એ સમય દરમ્યા સુર્ય ચંદ્ર વચ્ચેનો ખૂણો બદલાઈ જાય તો પણ તિથી એજ ગણવાની રહે છે.
  3. ) એવું શક્ય છે કે આજે સવારે એક તિથી હોય અને આવતી કાલે સવારે એ પછીની તિથી આવવાના બદલે એના પણ પછીની તિથી હોય. તો જે તિથી ન આવી એને ક્ષયતિથી કહેવાય. એ ક્ષય તિથીમાં કોઈ તહેવાર કે ઉજવણી નો પણ ક્ષય થતો હોય તો એ સંજોગોમાં આગળની તિથી ને ભાગીતીથી બનાવીને ઉજવણી કરવાની હોય.
  4. ) કોઈ વાર એવું પણ બને એકની એક તિથી બે સુર્યોદય સુધી હોય. એ સંજોગોમાં એ બે માંથી આગળની તિથીને મુળ તિથિ અને પાછળની તિથિને વૃદ્ધિતિથી કહેવામાં આવે છે.
  5. ) જે તિથી ક્ષય ન પામતી હોય એના તહેવારો ભાગીતીથી તરીકે ઉજવવાના રહેતા નથી.