નકશો
મારૂ ઘર

બાજુમાં હું રહું છું તે શહેરનો નક્શો આપેલો છે. એ નક્શામાં મારૂ ઘર નરી આંખે જોવું અસંભવ છે. કેમકે એમાં એ એક નાનકડા પીક્ષેલથી પણ નાનુ દેખાય છે જે આખા નક્શાની સામે કોઇ જ વિસાતમાં નથી. પણ સામા પક્ષે એ આખો નક્શો મારા ઘરના ટચૂકડા નરી આંખે જોઇ પણ ન શકાય એવડા ટપકા જેવા જ એવા અસંખ્ય ટપકાઓએ કરેલા સહયોગ પુર્ણ યોગદાન વડે જ બનેલો છે. પ્રયેક ટપકાનું યોગદાન ભલે સાવ નગણ્ય લાગે પણ એ ટપકાઓના યોગદાન વડે આ નકશાને પુર્ણતા મળી છે.
કંઇક એવી જ રીતે આ ગુજરાતી વિકિ પર મારુ યોગદાન પુરા ગુજરાતી વિકિની સરખામણીમાં કદાચ ન ગણ્ય હશે પણ પુરો ગુજરાતી વિકિ મારા જેવા અસંખ્ય યોગદાન આપનારાઓના આવા ટચૂકડા યોગદાનોના કારણે જ હાલ ના સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે.
હા, જો કે ગુજરાતિ વિકિનુંએ સ્વરૂપ પરિપુર્ણ છે એવું હું નથી કહેતો... કેમકે હજુ ઘણુ કામ બાકી છે.