મારા વિષે


મારૂ આ ખાતું તદ્દન નવું છે પણ ગુજરાતી વિકિપિડિયા પર હું ઇ.સ. ૨૦૦૫થી યથાશક્તિ યોગદાન આપી રહ્યો છું. એ હકીકતને ધ્યાન પર લેતા જાણવા મળે છે કે સૌથી જુના અને હજુ પણ યોગદાન આપી રહ્યા હોય એવા સભ્યોની વિલુપ્ત થઇ રહેલી વિચરતી જનજાતિનો સભ્ય છું. મુળ મુદ્દે હું રહ્યો ભાનવગરનો, અરે ભુલ્યો, ભાવનગરનો, પણ ૧૯૯0થી અમદાવાદમાં રહુ છું એટલે આમ જુઓ તો હવે થોડો અમદાવાદી પણ ગણાઉ. કોઇ વખત એેવો સવાલ મનમાં ઉદ્ભવે કે કોઇ શહેરમાં કેટલું રહીએ તો આપણે એ શહેરના ગણાઇ શકીએ? તમારી પાસે કોઇ સુચન હોય તો આ પાના ના ચર્ચાના પાને જણાવી શકો છો. જો કે ઘણા બધા શહેરોમાં રહ્યા પછી હવે કોઇપણ શહેર એકાદ મહીનામાં જ પોતીકું લાગવા મંડે છે પણ અગાઉ રહેલા એ શહેરની માયાતો છુટતી જ નથી એ નવાઇની વાત છે.