સભ્ય:CptViraj/ઝડપથી દૂર કરવાની નીતિ

ઝડપથી દૂર કરવાનાં માપદંડ માત્ર એવા અવિવાદાસ્પદ કિસ્સાઓને નિર્દિષ્ટ કરે છે કે જેમાં પ્રબંધકો તેમની વિવેકબુદ્ધિ અનુસાર વિકિપીડિયા:દૂર કરવા વિનંતીને બાયપાસ કરીને તરત જ પાનાને દૂર કરવા માટે વ્યાપક સંમતિ ધરાવે છે. ઝડપથી દૂર કરવાનો હેતુ પાનું દૂર કરવાની ચર્ચાઓ પર ખર્ચવામાં આવતા સમયને બચાવવાનો છે.

પ્રબંધકોએ સ્પષ્ટ કિસ્સા સિવાય પાનાઓને ઝડપથી દૂર ન કરવા જોઈએ. જો કોઈ પાનું તેની તાજેતરની દૂર કરવાની ચર્ચામાંથી બચી ગયું હોય તો તેને ઝડપથી દૂર કરવું જોઈએ નહીં. સંપાદકો કેટલીકવાર એક કરતા વધારે સંપાદન પર પાનાં બનાવે છે, આથી પ્રબંધકોએ તાજેતરમાં બનેલા પાના કે જે અધૂરા લાગતા હોય તેને ઝડપથી દૂર કરવાનું ટાળવું.

કોઈપણ સભ્ય જે તે પાનાંમાં ઝડપથી દૂર કરવા માટેનો ઢાંચો ઉમેરીને તે પાનાંને ઝડપથી દૂર કરવાની વિનંતી કરી શકે છે. પાનાંને ઝડપથી દૂર કરવા માટે નામાંકિત કરતાં પહેલાં ધ્યાનમાં લેવું કે શું તે પાનું સુધરી શકે તેમ છે, સ્ટબ બની શકે તેમ છે, અથવા બીજે ક્યાંક રીડાયરેક્ટ થઈ શકે તેમ છે, પાછલી કોઈ સારી આવૃત્તિ પર પૂર્વવત થઈ શકે તેમ છે. કોઈ પણ પાનું ઝડપથી દૂર કરવા માટે તે પાનાંની બધી આવૃત્તિ ઝડપથી દૂર કરવાનાં માપદંડ પાત્ર હોવી જોઈએ. પાનાંને ઝડપથી દૂર કરવા માટે નામાંકન કરનારા સભ્યએ તે પાનું ઝડપથી દૂર કરવાની નીતિનાં કયા માપદંડને મળે છે તે નામાંકનમાં દર્શાવવું જરૂરી છે અને નામાંકન કરનારે પાનાનાં નિર્માતાને નામાંકન વિશે સૂચિત કરવું જોઈએ. જો ગોપનીયતાનાં કારણોસર કોઈ પાનાંને ઝડપથી દૂર કરવાની જરૂર હોય (દા.ત. બિન-જાહેર અંગત માહિતી) તો નામાંકન કરવાના બદલે ઓવરસાઇટની વિનંતી કરો.

પૃષ્ઠના નિર્માતાએ ઝડપથી દૂર કરવા માટેના ઢાંચા/ટેગને જાતે હટાવો નહીં. ફક્ત એવા સંપાદક કે જે પાનાનાં નિર્માતા નથી, તે જ આ ઢાંચો હટાવી શકે છે. જો નિર્માતા પાનું ઝડપથી દૂર કરવા માટે અસમંત હોય, તો તે પાનાનાં ચર્ચાપાનાં પર પોતાની વાત રજૂ કરી શકે છે. પણ જો પાનાનાં એકમાત્ર સંપાદક પાનાંને ખાલી કરે (સભ્ય નામસ્થળ સિવાયના નામસ્થળમાં), તો તેને નિર્માતા દ્વારા એ પાનાને દૂર કરવાની વિનંતી તરીકે લઈ શકાય છે (#સ૧ જુઓ). જો નિર્માતા સિવાયના કોઈ સંપાદક સારી નિયતથી ટેગને દૂર કરે, તો તે એ વાતની નિશાની છે કે આ પાનું ઝડપથી દૂર કરવું વિવાદાસ્પદ છે આથી તે ઝડપથી દૂર કરવા યોગ્ય નથી અને હવે આ પાનાને દૂર કરવા માટે વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પ્રક્રિયાનો ઉપયોગ થવો જોઈએ.

માપદંડોની સૂચિ ફેરફાર કરો

સામાન્ય ફેરફાર કરો

આ માપદંડો દરેક નામસ્થળનાં પાનાઓને લાગુ પડે છે. અમુક વિશિષ્ટ માપદંડ માટે કોઈ વિશિષ્ટ નામસ્થળ બાકાત છે, તેઓ ક્યાં અને કેવી રીતે લાગુ પડે છે તે માટે નીચે દરેક માપદંડના સ્પષ્ટીકરણ છે.

સ૧. પાનાનાં નિર્માતાની વિનંતી ફેરફાર કરો

  • આ માપદંડ ત્યારે લાગુ પડે છે કે જ્યારે સારી નિયતથી વિનંતી કરવામાં આવી હોય અને જે તે પાનાં પર નિર્માતા સિવાય બીજા કોઈ સભ્યોના નોંધપાત્ર સંપાદન ના હોય.
  • જો એકમાત્ર લેખક કોઈ સભ્યપાનાં, શ્રેણી અથવા કોઈપણ ચર્ચાપાનાં સિવાયના પાનાંને ખાલી કરે છે, તો તેને નિર્માતા દ્વારા પાનાંને દૂર કરવાની વિનંતી તરીકે લઈ શકાય છે.

સ૨. પરિક્ષણ પાનું ફેરફાર કરો

  • આ માપદંડ સંપાદન અથવા અન્ય વિકિપીડિયા કાર્યોનાં પરિક્ષણ માટે બનાવેલા પાનાઓને લાગુ પડે છે.
  • આ માપદંડ સભ્ય નામસ્થળનાં પાનાઓને લાગુ પડતો નથી.

સ૩. બર્બરતા ફેરફાર કરો

  • આ માપદંડ એવા પાનાઓને લાગુ પડે છે કે જે નુકસાન પહોંચાડવાના ઇરાદાથી અથવા કોઈ અન્ય વ્યક્તિ અથવા સભ્યને ધમકાવવા, પરેશાન કરવા અથવા હુમલો કરવાના હેતુથી બનાવેલા હોય.
  • સભ્યો કે જે આ પ્રકારના પાનાં બનાવે તેમના ખાતાં અસ્થાયી અથવા કાયમી ધોરણે અવરોધિત કરવામાં આવે છે.
  • બનાવટી ખોટી માહિતીનો ફેલાવો કરવાના હેતુથી બનાવેલા પાનાં પણ આ માપદંડ હેઠળ ઝડપથી દુર કરવા યોગ્ય છે.

સ૪. અસ્તિત્વમાં ન હોય અથવા દૂર કરી નાખેલા પાનાં પર આધારિત પાનું ફેરફાર કરો

  • કોઈ સંબંધિત વિષય પાનાં વિનાનું ચર્ચાપાનું. (સભ્ય નામસ્થળ બાકાત)
  • કોઈ મુખ્યપાનાં વિનાનું ઉપપાનું. (સભ્ય નામસ્થળ બાકાત)
  • કોઈ સંબંધિત ચિત્ર વિનાનું ચિત્રપાનું.
  • અસ્તિત્વમાં ન હોય તેવા પાનાં પર પુન:માર્ગદર્શન.

સ૫. જાહેરાત માટે બનાવેલું પાનું ફેરફાર કરો

  • આ માપદંડ એવા પાનાઓ પર લાગુ પડે છે કે જે ફક્ત જાહેરાત હોય અને તેને જ્ઞાનકોશિય બનાવા માટે મૂળભૂત રીતે ફરીથી લખવાની જરૂર હોય.