સભ્ય:Gazal world/New stuff
આદર્શવાદ (idealism) : સમાજશાસ્ત્રના પરિપેક્ષમાં, આદર્શવાદ એટલે એવી માન્યતા કે સામાજિક ક્રિયાના મૂળમાં-પાયામાં વિચાર છે. વિચારોના વિકાસ દ્વારા જ સમાજનો વિકાસ થઈ શકે છે. (ઈતિહાસના કોઈ પણ તબક્કે સામાજિક સંસ્થાઓમાં રહેલ વિચાર જેટલો ઉત્કૃષ્ટ અથવા મહાન હશે તો તે સમાજ પણ તેટલો જ માહાન અને શ્રેષ્ઠ ગણાશે).[૧]
દ્વંદ્વાત્મક આદર્શવાદ : સામાજિક ક્રિયાના મૂળમાં-પાયામાં વિચાર છે તેવા કેન્ટના ખ્યાલને હેગલે દ્વંદ્વાત્મક આદર્શવાદમાં વિકસાવ્યો. આ સિદ્ધાંત મુજબ કોઈ પણ મૂળ વિચાર કે વાદની અંદર જ તેના વિરોધો પડેલા હોય છે. આગળ જતાં આ વિરોધો પ્રતિવાદ રૂપે પ્રભાવી બને છે. આ જ વાદ અને પ્રતિવાદ વચ્ચેના સંઘર્ષમાંથી સમન્વય (સિન્થેસીસ) થાય છે. આમ, વિચારોના વિકાસ થકી વિશ્વનો વિકાસ થાય છે.[૧]
References
- ↑ ૧.૦ ૧.૧ જોષી, વિદ્યુતભાઈ (૨૦૧૬). પારિભાષિક કોશ-સમાજશાસ્ત્ર (દ્વિતીય આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૨૧. ISBN 978-93-85344-46-6.
- ચાર્લ્સ હોર્ટન કૂલેની દર્પણ સ્વની વિભાવના (Looking Glass Self):
- પરમાર, વાય. એ. (૨૦૧૧). સમાજશાસ્ત્રીય સિદ્ધાંતો (ચોથી આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૧૮૪–૧૮૫.
- કૂલેનો પ્રાથમિક સમૂહ (જૂથ)નો ખ્યાલ