www.facebook.com/govayuhmtઢાંચો:Not English

સરકારી આયુર્વેદ હૉસ્પિટલ હિંમતનગર ફેરફાર કરો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં એક માત્ર સરકારી આયુર્વેદ હૉસ્પિટલ આવેલ છે

સ્થળ :- સરકારી આયુર્વેદ હૉસ્પિટલ

      વિજાપુર રોડ,મહિલા કોલેજની બાજુમાં,હિંમતનગર 
      પિન 383001 ફોન નં. ૦૨૭૭૨ ૨૨૩૨૩૦

હોસ્પિટલનો સમય સોમવાર થી શુક્રવાર સવારે ૦૮-૩૦ થી ૧૨-૦૦ સાંજે ૦૪-૦૦ થી ૦૫-૩૦

                        શનિવારે  માત્ર સવારે ૦૮-૩૦ થી ૧૧-૩૦ છે.

અત્રેની હૉસ્પિટલમાં સંપૂર્ણ શુધ્ધ આયુર્વેદ પધ્ધતિ દ્વારા સારવાર આપવામાં આવે છે અહી આવતા દરેક દર્દીનુ સંપૂર્ણ ધ્યાન રાખવામા આવે છે દાખલ દર્દી માટે સારી એવી વ્યવસ્થા છે. એક પુરુષ જનરલ વોર્ડ અને એક સ્ત્રી જનરલ વોર્ડ આવેલ છે. હોસ્પિટલના નવીન મકાનમાં સ્પેશિયલ તેમજ સેમી સ્પેશ્યલ વોર્ડ રૂમની અલાયદી વ્યવસ્થા 2017માં શરૂ થઈ જશે.

અત્રેની હોસ્પીટલમાં હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા દર વર્ષે ઔષધીય રોપાઓનો ઉછેર કરવામાં આવે છે. અને લગભગ 350 જેટલા ઔષધિય રોપાઓ હાલમાં ઉછેરવામાં આવેલ છે. મોટા ભાગે અહી આવતા દર્દીઓમાં મંડલકુષ્ઠ (સોર્યાસીસ),સંધિવાત (આર્થેરાઇટિસ),આમવાત(રૂમેટીસીમ-આર્થેરિટીસ),મધુપ્રમેહ (ડાયાબિટીસ)તેમજ ચામડીના રોગ માં વિશેષ ફાયદો થાય છે અત્રેની હોસ્પીટલમાં દવા બારી પરજ દવા વિતરણ-કર્તા કર્મચારી દ્વારા દવાની સંપૂર્ણ સમજણ તેમજ પથ્યાપથ્યની સમજણ આપવામાં આવે છે. હોસ્પીટલમાં ગરમ પાણી ની સુવિધા ઉપલભ્દ છે. પીવા માટે મિનરલ-પાણી ની વ્યવસ્થા છે. દર્દીઓમાટે ખુલ્લુ કેમ્પસ છે.

હોસ્પીટલમાં આવવા માટે બસ સ્ટેશનથી ૬ કિ.મી. જેટલું અંતર છે અને આસાની થી આવી શકાય છે

ઢાંચો:DMCFACT




ઢાંચો:Not English રાવળયોગી સમાજ


સાંગામાચી માથે બેસીને ડાકવાદન કરતા રાવળ-જોગીઓ લોકજીવનનાં મોતી - જોરાવરસિંહ જાદવ

એમ કહેવાય છે કે ધરતીનું મંડાણ થયું તે દિ'થી શક્તિપૂજા થતી આવી છે.

કણમાંથી મણ અનાજ આપનારીધરતીમાં કોઈ શક્તિ છે. કોઈ વિલસતું પરમ ચેતનતત્ત્વ છે તે અનેકવિધ સ્વરૃપે લોકજીવન અને લોકધર્મ સાથેઓતપ્રોત થઈ ગયું છે.

શક્તિપૂજાનો એક ફંટાયેલો પ્રવાહ ધુણ્ય, ઓતાર, ફરુકો અને રાવળદેવના ડાક-ડમરું સાથેપરાપૂર્વથી જોડાયેલો જોવા મળે છે.

નવરાત્રી પ્રસંગે એનું મહત્ત્વ સવિશેષ જોવા મળે છે. વિશ્વનો સૌથી લાંબોઉત્સવ એ આપણી નવરાત્રી છે.


આસો સુદ એકમથી ગુજરાતમાં અને દેશભરમાં આરંભાય છે નવરાત્રીનો નવલો ઉત્સવ. ગામડાં અને નગરજીવનરાસ-ગરબાની રમઝટથી ગુંજી ઊઠે છે.

ગ્રામપ્રજા શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક નવરાત્રી ઊજવે છે. ઉગમણે સૂરજતોરણ બાંધે છે. કુંવારકા કૂવે જઈ કોરા ઘડામાં પાણી ભરી લાવે છે.

ઘરોઘર બાજોઠ સાથે ઘટ-ઘડાનું સ્થાપનકરી રામપાતર કે કુંડામાં માતાના જવારા વાવે છે. ભક્તો પોતાની કુળદેવીનો મઢ સુપેરે શણગારે છે.

મઢેમાતાનો માંડવો નંખાય છે.

પહેલા નોરતે રાવળદેવ ઘરેઘરે અને માતાના મઢે ફરીને વિલંબિત અને દ્રૂત ગતિમાંડાક વગાડતો વગાડતો માતાજીની રેગડી, આરાડી-આરણ્યું, હાલરુ અને ઝીલણિયાં ગાય છે. આજે મારે નોરતાં,શક્તિપૂજા કે ડાકવાદનની નહીં પણ ઘૂઘરિયાળી ડાક વગાડતા રાવળદેવની દુનિયામાં ડોકિયું કરવું છે.


રાવળને નામે ઓળખાતી આ કોમ ગુજરાત અને સૌરાષ્ટ્રના નાનામોટા દરેક સ્થળે જોવા મળે છે.

તેઓ કહે છે કેડાક વગાડવાનો અમારો વ્યવસાય આદિઅનાદિકાળથી ચાલતો આવ્યો છે. ભૂવા-ભારાડીના સ્થાન હોય ત્યાં તેઓવસતા આવ્યા છે.

અભણ અને પછાત પ્રજા તેમનામાં અપાર આસ્થા ધરાવે છે,

શિક્ષિત પ્રજાને આમાં કંઈ રસરહ્યો નથી એટલે ડાકવાદનનું મહત્ત્વ ઘટવાને પરિણામે રાવળો અન્ય ધંધા તરફ વળવા માંડયા છે. કોઈ દોરડાંવણે છે. ઊંટ,

અશ્વ કે બળદોના શણગારો બનાવે છે. ખેતમજૂરી કે ગધેડાં રાખી માલની હેરફેર કરતા થયા છે.


સૌરાષ્ટ્રમાં રાવળોની આઠેક શાખાઓ જોવા મળે છે.

ડાકલિયા રાવળ,

દેવમંગા પંચમિયા રાવળ,

ભોમજોગીરાવળ,

રાવળદેવ કે રખૈયા રાવળ,

સોરઠિયા રાવલ, કચ્છી રાવળ,

ઢાઢી રાવળ,

ચુનારા રાવળ,

છાલકિયા રાવળ.

આ સિવાય હળવદ બાજુના બ્રાહ્મણોમાં રાવલ શાખ જોવા મળે છે.

પણ તેમને આ રાવળ કોમ જોડે કોઈ નિસ્બતનથી એમ જ.મ. મલકાણ 'સૌરાષ્ટ્રની પછાત કોમો'માં નોંધે છે.

તેમના મંતવ્ય મુજબ રાવળ લોકોના ઇતિહાસઅને ઉત્પત્તિ અંગે કેટલીક માન્યતાઓ જોવા મળે છે.

તે મુજબ આ લોકો મૂળે પશુપત યા તો લકુલીશસંપ્રદાયના છે.

જો કે આ સંપ્રદાયો તો આજે લુપ્ત થઈ ગયા છે.

પરંતુ રાવળોમાં જે પાટ બેસાડવાની વિધિ છેતે પાશુપતો અને લકુલીશ સંપ્રદાયની પાટની વિધિને મળતી આવે છે.

આ વિધિ સાથે કામ-ઇચ્છા એક યા બીજીરીતે જોડાયેલી જોવા મળે છે. તેઓના કેટલાક મંત્રોમાં આ વસ્તુ સ્પષ્ટ તરી આવે છે.


રાવળોની ઉત્પત્તિ અંગેની દંતકથાનું પગેરું ભગવાન શિવજી સુધી પહોંચે છે. કહેવાય છે કે એકવાર ભગવાન તપકરવા બેઠા ત્યારે કામદેવે તેમાં વિક્ષેપ નાખવાનો પ્રયત્ન કર્યો.

શિવજી ડગ્યા નહીં પણ તેમના કપાળે પરસેવોવળી ગયો.

તેને આંગળીથી લૂછતાં પરસેવાનું એક ટીપુ ધરતી પર પડયું. તેનું ઇંડું બંધાણું.

પૃથ્વીને ખબર પડીકે શિવજી તપ કરે છે એટલે તેમણે ભગવાનની રક્ષા કરી.

આ ઇંડામાંથી બાળકનું નિર્માણ થયું. પૃથ્વીએ એનેમોટું કરવા માંડયું.

નારદજી દ્વારા શિવજીને ખબર પડી. શિવે આ પોતાના પુત્રને વધાવી લીધો.

આ પુત્રનાવંશજો રાવળ જોગી તરીકે ઓળખાયા. એને આધાર આપતી સાખીઓ પણ સાંપડે છે.

આદ્ય શિવે ઉત્પન્ન કર્યો, જન્મજોગી જેહ; માતા કહેવાય પૃથ્વી, જાણે રાવળદેવ


કુળદેવી છે જોગણી, મંદિર કૈલાશ ધામ, સાંગામાચી બેસણાં, દેવે ધરિયા નામ.


રાવલ કેરા દીકરા, પૂંછે રહેલા ચાર, સાત દ્વીપ, નવખંડમાં તેનો છે વિસ્તાર.


રાવળોની પેટા શાખાઓ જોઈએ તો ડાકલિયા રાળળનો ધંધો ડાકલાં વગાડી માતાજીની આરણ્યું-રેગડી ગાવાનોછે.

ધાર્મિક પ્રસંગે માતાના મઢે કે માંડવે ડાકલાં વગાડવાનો તેમનો હક્ક ગણાય છે.

નોરતાંમાં માતાના મઢેભૂવા એક બે રાત ધૂણે છે તે દરમ્યાન રાવળો આખી રાત ડાકલાં વગાડે છે. એના બદલામાં એમને મહેનતાણુંમળે છે.

જે રાવળો કચ્છમાં જઈને વસ્યા તે કચ્છી રાવળ કહેવાણા. તેઓની બોલી કચ્છી છે. તેઓ ફૂલ ગજરાગુંથવાનો ધંધો કરે છે.

કેટલાક રાવળો પોતાની જાતને ભોમ જોગી રાવળ તરીકે ઓળખાવે છે.

તેઓ પોતાને આરાવળથી જુદા ગણે છે. તેની વિશેષ માહિતી મળતી નથી.


રખૈયા એ વહીવંચા રાવળ છે. તેઓ જનોઈ ધારણ કરે છે,

અને બારોટની જેમ અમુક કોમોની વંશાવળી રાખે છે.એમની વસતી ધ્રાંગધ્રા અને હળવદ પંથકમાં વિશેષ જોવા મળે છે.

તેમની ઉત્પત્તિ અંગેનો એક મત સૌરાષ્ટ્રનીપછાત કોમોમાં આ મુજબ મળે છે. આ લોકો મૂળે તો હળવદના બ્રાહ્મણ રાવળ છે.

આ કુળના કોઈ બ્રાહ્મણચારણને ત્યાં લગ્નમાં ગયેલ. ત્યાં ભૂલથી કંઈક તેમના ઘરનું ખાવાથી અભડાયેલ.

આથી અન્ય બ્રાહ્મણોએ તેમનેજ્ઞાાતિમાં ન ભેળવ્યા. પરિણામે જે કોમથી વટલાયા તે કોમનું બારોટપણું ચાલુ કર્યું અને વહીવંચા રાવળ થયા.

બીજી એક માન્યતા મુજબ બ્રાહ્મણોએ પછાત ગણાતી કોમનું રક્ષણ કરેલું. એ કરવા જતાં તેમને વટલાવું પડયું.પરિણામે નાત બહાર મૂકાયા.

એ રખૈયા કહેવાયા અને વહીવંચા તરીકે રહેવા લાગ્યા. તેઓ પરજિયા ચારણોમાંભવાઈ રમે છે અને રખૈયા માતાને પૂજે છે.

ઢાઢીરાવળ ગામડામાં લગ્ન જેવા પ્રસંગે માગવા નીકળે છે,

જ્યારે ચૂનારા રાવળ ચૂનો પાડવાનો ધંધો કરે છે.

છાલકિયા રાવળ ગધેડાં ઉપર છાલકાં ભરી માટી લઈ આવવાનો, ખડી, ખારો, ધોળી ધુડય વેચવાનો વ્યવસાયકરે છે.

દેવમંગા, પંચમિયા રાવળ પોતાને રાવળ કે રાવળ જોગી તરીકે ઓળખાવે છે.

રાજકોટ, જૂનાગઢ તરફરહેતા આ રાવળો સાવરણી, સૂંથિયાં, ઇંઢોણી વગેરે બનાવવાનું કામ કરે છે.

દેવમંગા રાવળ ઝાલાવાડ અનેગોહિલવાડ તરફ વધુ જોવા મળે છે.

તેઓ ખેડૂતોને ખપમાં લાગે તેવાં રાંઢવા, રાસ, દોરડાં વગેરે બનાવીને વેચેછે.

તેઓ પોતાને શિવના પુત્ર ગણાવે છે.

માત્ર દેવમાં જ માગે છે એટલે કે દેવના મઢે ડાક વગાડવા જાય છે.

શ્રધ્ધાળુ લોકો તેમને ઘેર આવી ભિક્ષા આપી આવે છે કે તેમની ઝોળીમાં નાખે છે.

પોતે સામે ચાલીને માંગવા ન જાય એટલે તેઓ પોતાને દેવમંગા રાવળ કહેવરાવે છે.

તેઓ પશ્ચિમ તરફથી આવીને વસ્યા હોવાથીપંચમિયા દેવમંગા રાવળ કહેવાય છે.

દેવમંગા પંચમિયા રાવળ કેડિયું, પહેરણ, કબજો, કોટ, પછેડી પહેરે છે અને માથે ભગવી પાઘડી બાંધે છે.

તેમનીઅટક સોલંકી પરમાર, મકવાણા, પઢિયાર, ચૌહાણ, રાઠોડ, નાથ, ભારતી, ભક્તિ, જોગણી હિરાણી જેવી શાખો જોવામળે છે.

રાવળો શિવભક્ત ગણાય છે પણ આજે ઘણા રામાપીરને માને છે. તેમની નાત તેર તાલુકાની મનાયછે. બહુચરાજી,

ચામુંડા, ખોડિયાર, જોગણી, બુટમા, કાળકી વેરાઈ, અંબાજી, વહાણવટી આ બધી એમની કુળદેવીઓગણાય છે.

રાવળની શેરીમાં જોગણીમાતાનું સ્થાનક અવશ્ય જોવા મળે. તેઓ વીસો પાટ બેસાડે ત્યારે અન્નનુંશિવલિંગ તૈયાર કરે છે.

જે સાધુ બાવામાં શબને સમાધિ દેવાનો રિવાજ છે ત્યાં સમાધિ સમયે રાવળની હાજરી વગર શબને સમાધિમાંમૂકી શકાતું નથી.

કોળી વગેરે કોમોમાં મરનાર પાછળ જમણમાં પહેલું જમણ રાવળને જ આપવું પડે.

રાવળજમાડયા વગર કોઈ વ્યક્તિ જમી શકતી નથી. આ વિધિને 'પાત્ર' પૂરવાની ક્રિયા કહે છે. તુંબડામાંથી બનાવેલાપાત્રને 'તુંબીપાત્ર' કહે છે.

રાવળને પાંચ તુંબીપાત્ર ભરીને આપવામાં આવે છે. આ પંચપાત્રમાં જળ, પૃથ્વી, ગાય,શ્વાન અને રાવળ એમ પાંચનો ભાગ કાઢવામાં આવે છે.

રાવળ દેવદેવીઓના ઉપાસક હોવાથી મંત્ર, તંત્ર અને જંત્રમાં પણ વિશ્વાસ ધરાવે છે.

આ નિમિત્તે માગવાનોતેમનો હક્ક-લાગો હોય છે. શીતળા સાતમના વારપરબે રાવળિયાણીઓ માટીમાંથી મૂર્તિ બનાવી એને કોડીનીઆંખો કરે છે.

આ મૂર્તિને તેઓ ગામના સીમ-સીમાડાના તળાવને આરે અથવા ઝાડના છાંયડે સ્થાપે છે. જૂનાકાળે ગામડાંની બાઈઓ ત્યાં આવતી.

માતાને મીઠો ભોગ ધરાવી ટાઢા વડાં કે થેપલાં આણ્યાં હોય તે ખાતા.પછી માથે પાણી રેડી ભીનાં વસ્ત્રો કરી માતા સમક્ષ આળોટતી.

ગામથી દૂર લોકદેવીનું સ્થાનક બનાવે એટલે તેશીતળામાતા હોઈ શકે! માતાનું આવું સ્થાનક સ્થાપવાનો હક્ક પણ રાવળિયાણીનો જ મનાય છે.

ચોમાસું બેસી ગ્યું હોય ને મેઘરાજા રીંસાઈ પડયા હોય ત્યારે મેઘારાજાને પ્રસન્ન કરવાનું કામ પણરાવળિયાણીઓ જ કરે.

પાંચ રાવળિયા બાઈઓ માથે માટીના ઘડા મૂકી મેઘલાને મનાવવા નીકળે અને ગાય.

ઢુંઢિયા બાપજી મેહ વરસાવો ઘરડી ડોશીનાં તામે છાપરાં પલાળો. ધાનના ઢગલા, મોલ પકવાવો ઘરડી ડોશીનાં તમે છાપરાં પલાળો

ગાળાને નીવડે ને કોડીની આંખડી મેહ વરસાવીને પકવો ધાનની ઢગલી ઢુંઢિયા બાપજી મેહ વરસાવો ઘરડી ડોશીનાં તમે છાપરાં પલાળો.

આમ રાવળિયાણીઓ ગાતી ગાતી ગામમાં નીકળે. ઘેર ઘેર ફરે.

ઘરની સ્ત્રીઓ પાણિયારેથી પાણીના ઘડા ભરીનેહડી કાઢે ને બાઈઓના માથા પર રેડે.

મેડીવાળું ઘર હોય તો મેડી માથેથી રેડે. કહેવાય છે કે આ વિધિથીવરસાદ આવે જ એવી લોકમાન્યતા આજેય જાણીતી છે.

રાવળ કોમના સામાજિક રિવાજો પણ રસપ્રદ રહ્યા છે. પ્રથમ ગર્ભાધાન પછી વહુને સાતમે માસે ખોળો ભરાવેછે.

એને ખોળે સાત ખોટયનો દીકરો અવતરે ત્યારે ખોડિયારમાને લાપશી ધરાવે. છઠ્ઠે દિવસે બાળકની છઠ્ઠી કરે.ફઈબા આવીને નામ પાડે.

બાળક મોટું થાય એટલે બાળમોવાળા ઉતરાવી અનુકૂળતા મુજબ ગુરુધારણા લે.નજીકની જગામાં વસવાટ કરતા વિશ્વાસુ સાધુ મહારાજને બોલાવે.

નાગા બાવા પર વિશેષ પસંદગી ઊતારે.કૂબામાં અંદરના ભાગે પાટ માંડે. ત્યાં આ બાવો પલાંઠી વાળીને બેસે.

આડો પડદો રાખે. પછી જેણે કાનફૂંકાવવાનો હોય તે અંદર જાય. ગુરુ તેને મંત્ર આપે. આ રીતે ગુરુધારણની વિધિ કરાવે.

રાત્રે ભજનોની રમઝટબોલે. ગુરુને દક્ષિણામાં નવી ચાદર આપે.

ગુરુધારણ ન કરનાર 'નૂગરો' ગણાય, પણ કોઈ 'નૂગરો' રહેવાનું પસંદકરતું નથી.

મૃત્યુ પછી મૃતદેહને બાળવાને બદલે દાટવાની પ્રથા છે. જો કોઈ ભગત હોય તો સમાધિ આપીમાથે દેરી ચણાવે છે.

રાવળોમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાથી પરંપરાથી ગરીબીમાં અને અજ્ઞાાનતામાં આ કોમ જીવતીઆવી છે.

ઝઘડો થાય તો કોર્ટમાં જવાને બદલે નાતપંચ દ્વારા તે નીપટાવે છે.

કોઈ વ્યક્તિ ગુનેગાર હોય તોસાચજૂઠના પારખાં કરવા ઉકળતા તાવડામાં પૈસો નાખી એને કાઢી લેવાનું કહે છે.

જો દાઝી જાય તો ગુનેગારગણાય છે. આ પરીક્ષાને કારણે ગુનેગાર જુઠું બોલતાં અચકાય છે.

દાઝવાની ભૅથી સાચું બોલી જાય છે ને ગુનોહોય તો કબૂલી લે છે એમ કહેવાય છે. આઝાદીનાં અજવાળાં હજુ રાવળોની ઝૂંપડીઓ સુધી જોઈએ એવાંપહોંચ્યાં નથી.

સંકલન જગદીશ રાવલ

મુ,પો,ઇલોલ (હાલ સવગઢ, મહેતાપુરા બ્રહ્માનીનગર,

ચેહરકૃપા સોસાયટી 6/69)

તા.હિંમતનગર ,જી.સાબરકાંઠા 383220 mob 9427695024

ઢાંચો:DMCFACT