સભ્ય:Savan290896/દિવ્યા કાકરાન

દિવ્યા કાકરાન (જન્મ 8 ઑક્ટોબર, 1998 મુઝફ્ફરનગર,ઉત્તરપ્રદેશ) ભારતીય ફ્રી સ્ટાઇલ કુસ્તીબાજ છે. જેઓ એશિયન રેસલિંગ ચૅમ્પિયનશિપ 2020માં 68 કિલોગ્રામ કૅટેગરીમાં ગોલ્ડમેડલ જીતનારાં દેશનાં પ્રથમ મહિલા હતાં. તેમણે 2017 કૉમનવેલ્થ રેસલિંગ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ પણ જીત્યો હતો. તેમણે 2018માં એશિયન ગેમ્સ અને કૉમનવેલ્થ ગેમ્સમાં પણ દેશ માટે કાંસ્યચંદ્રકો જીત્યા હતા. [1] શ્રેષ્ઠ પ્રદર્શન માટે તેમને 2020માં દેશનો પ્રતિષ્ઠિત અર્જુન ઍવૉર્ડ મળ્યો હતો. કાકરાને નોઈડા કૉલેજ ઑફ ફિઝિકલ એજ્યુકેશનમાંથી શારીરિક શિક્ષણ અને સ્પૉર્ટ્સ સાયન્સમાં સ્નાતક કર્યું હતું, અને હાલ તેઓ ભારતીય રેલવેમાં વરિષ્ઠ ટિકિટ પરીક્ષક તરીકે કાર્યરત છે. [2][૧]

જમણી બાજુનું બોક્સ
પૂરું નામ દિવ્યા કાકરાન
રાષ્ટ્રીયતા ભારતીય
જન્મ 8 ઑક્ટોબર 1998 (વય, 22 વર્ષ) (તેમના ટ્વિટર બાયો મુજબ તારીખ અને મહિનો)
જન્મસ્થળ પૂરબલિયન ગામ, મુઝફ્ફરનગર, ઉત્તરપ્રદેશ
શિક્ષણ શારીરિક શિક્ષણ અને રમતવિજ્ઞાનનાં સ્નાતક
રમતગમત કુસ્તી
ઇવૅન્ટ ફ્રી સ્ટાઇલ 68 કિગ્રા
કોચ વિક્રમકુમાર સોનકર

જીવન અને પૃષ્ઠભૂમિ ફેરફાર કરો

દિવ્યા કાકરાનનો જન્મ કુસ્તીબાજ પિતા સૂરજવીર સૈનને ત્યાં ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં પૂરબલિયન ગામમાં થયો હતો.

સૂરજવીર સૈન ગામડાનાં સીમિત સંસાધનોને લીધે કુસ્તીમાં આગળ વધી ન શક્યા, પરંતુ તેમણે તેમનાં બાળકોને ટોચનાં કુસ્તીબાજ બનાવ્યાં. [1]

દિવ્યા બાળક હતાં ત્યારે તેમના પિતા સાથે ગામના અખાડામાં જતાં હતાં, જ્યાં પિતા તેમના મોટાભાઈ દેવને તાલીમ આપી રહ્યા હતા.

સૂરજવીર સૈનના ગામમાં સુવિધાઓનો અભાવ હતો અને કુસ્તી માત્ર પુરુષોની રમત ગણાતી હતી. જેથી તેઓએ દિલ્હી શિફ્ટ થવાનું નક્કી કર્યું. [1]

જોકે દિલ્હીમાં પણ તેમના કોચ અજય ગોસ્વામીએ કુસ્તીબાજો અને અન્ય કોચને મનાવવા પડ્યા હતા કે જેઓ છોકરીઓને તાલીમ આપવાનો વિરોધ કરતા હતા.

એક યુવા કુસ્તીબાજ તરીકે તેઓએ દિલ્હી અને હરિયાણાના આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં કુસ્તીની સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું, જ્યાં તેમને છોકરાઓ સાથે સ્પર્ધા કરવાની હતી.

12 વર્ષની ઉંમરે દિવ્યાએ 2010માં એક છોકરાને હરાવ્યો હતો. [1] [3]

આ દરમિયાન સંસાધનોનો અભાવ એક મોટો પડકાર રહ્યો.

સૂરજવીર સૈન કુસ્તી સ્પર્ધાઓ માટે લંગોટ (ભારતીય કુસ્તીબાજો દ્વારા પહેરવામાં આવતાં કપડાં] વેચતા હતા, જે તેમનાં પત્ની સંયોગિતા બનાવતા હતાં.

એક વાર દિવ્યાનાં માતાએ તેમના દાગીના ગિરવી મૂકવા પડ્યા, કારણ કે દિવ્યાને રાષ્ટ્રીય રમતોમાં ભાગ લેવા માટે 1,00,000 રૂપિયાની જરૂર હતી.

દિવ્યાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેઓ માત્ર ગ્લુકોઝ પીધા બાદ સ્પર્ધાઓમાં લડ્યાં હતાં, જેની કિંમત ફકત 15 રૂપિયા હતી. [3]

22 વર્ષીય દિવ્યાના ભાઈ દેવે શિક્ષણ અને કુસ્તી કારકિર્દી છોડીને બહેન દિવ્યાની સફળતામાં સહકાર આપ્યો હતો.

તેમના ભાઈ તેમને તાલીમ આપવામાં મદદ કરે છે અને સાથે અન્ય શહેરોમાં તાલીમ શિબિરમાં પણ આવે છે. [4]

તેમની સામે હારેલા ઉચ્ચજાતિના સાથી કુસ્તીબાજ છોકરા દ્વારા સામાજિક અસમાનતાને લીધે મહેણું માર્યું હોય એ વાત કહેતા તેઓ અચકાતાં નથી.

તેમજ ગરીબ કુસ્તીબાજોને જરૂર હોય ત્યારે સરકાર તરફથી કોઈ મદદ ન મળતી હોવાની વાત મુખ્ય મંત્રીને કરતા પણ તેઓ અચકાયાં નહોતાં. [5]

દિવ્યા 29 નવેમ્બરના રોજ કોવિડ-19થી સંક્રમિત થયાં હતાં. [6]

કારકિર્દી ફેરફાર કરો

  1. દિવ્યાએ 2011માં પહેલી વાર મેડલ જીત્યો હતો. હરિયાણામાં સ્કૂલ નેશનલ ગેમ્સ યોજાઈ હતી, તેમાં તેઓએ કાંસ્યપદક મેળવ્યો હતો.
  2. ગુરુ પ્રેમનાથ અખાડામાં કોચ વિક્રમકુમારની હેઠળ તાલીમ લેવાનું શરૂ કર્યું ત્યારપછી તેમની રમતમાં સુધારો થયો હતો. [1]
  3. 2013માં ભારત તરફથી દિવ્યાએ મોંગોલિયામાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રથમ વખત રજતપદક જીત્યો. [1]
  4. 2017માં કાકરણે રાષ્ટ્રીય ચૅમ્પિયનશિપ અને ઑલ ઇન્ડિયા યુનિવર્સિટી ચૅમ્પિયનશિપમાં ગોલ્ડમેડલ સહિત કૉમનવેલ્થ રેસલિંગ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ અને એશિયન રેસલિંગ ચૅમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. [7]
  5. 2018માં એશિયન ગેમ્સ અને કૉમનવેલ્થ ગેમ્સમાં દિવ્યાએ કાંસ્ય જીત્યા હતા. [8]
  6. 2020માં તેઓ એશિયન રેસલિંગ ચૅમ્પિયનશિપમાં 68 કિગ્રા વર્ગમાં ગોલ્ડમેડલ જીતનારાં પ્રથમ ભારતીય મહિલા રેસલર બન્યાં હતાં. [1]

ઍવૉર્ડ ફેરફાર કરો

  • ભારત સરકારે ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ 2020માં કાકરાનને અર્જુન ઍવૉર્ડ આપ્યો હતો. [2]


ચંદ્રકો ફેરફાર કરો

પ્રતિનિધિત્વ : ભારત

વરસ સ્પર્ધા   વજન મેડલ
2020 એશિયન રેસલિંગ ચૅમ્પિયનશિપ 68 કિલોગ્રામ ગોલ્ડ
2018 કૉમનવેલ્થ ગેમ્સ 68 કિલોગ્રામ બ્રૉન્ઝ
2018 એશિયન ગેમ્સ 68 કિલોગ્રામ બ્રૉન્ઝ
2017 કૉમનવેલ્થ રેસલિંગ ચૅમ્પિયનશિપ 68 કિલોગ્રામ ગોલ્ડ
2017 વરિષ્ઠ રાષ્ટ્રીય ચૅમ્પિયનશિપ 68 કિલોગ્રામ ગોલ્ડ
2017 ઑલ ઇન્ડિયા યુનિવર્સિટી ચૅમ્પિયનશિપ 68 કિલોગ્રામ ગોલ્ડ
2017 એશિયન રેસલિંગ ચૅમ્પિયનશિપ 68 કિલોગ્રામ સિલ્વર

સંદર્ભ ફેરફાર કરો

https://www.bbc.com/hindi/sport-51697329 [1]

https://www.livehindustan.com/ncr/story-wrestler-divya-kakran-selected-for-arjuna-award-she-touched-the-sky-by-beating-the-financial-crisis-3431744.html [2]

https://www.bhaskar.com/news/HAR-AMB-OMC-indian-female-wrestler-divya-kakran-win-bharat-kesari-dangal-news-hindi-5557727-PHO.html [3]

https://www.sundayguardianlive.com/sports/wrestling-stereotypes-divya-kakran-now-targets-asian-games [4]

https://www.youtube.com/watch?v=0UBTtn84A3M [5]

https://twitter.com/DivyaWrestler/status/1333059886494539778?s=20 [6]

https://www.firstpost.com/sports/commonwealth-games-2018-with-talent-on-her-side-divya-kakran-will-aim-to-wrestle-her-way-to-gold-4356761.html [7]

https://www.news18.com/news/sports/asian-games-2018-day-3-highlights-as-it-happened-1851333.html [8]