સભ્ય:ShrutiJ179/પૅરાસિટામોલ
પૅરાસિટામોલ, જેને એસીટામિનોફેન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દુખાવા અને તાવની સારવાર માટે વપરાતી દવા છે. [૧] [૨] તેનો ઉપયોગ સામાન્ય રીતે હળવાથી મધ્યમ દુખાવામાં રાહત મેળવવા માટે થાય છે. [૧] બાળકોમાં તાવ દૂર કરવા માટે તેનો ઉપયોગ કરવા અંગે મિશ્ર પુરાવા મળેલા છે. [૩] [૪] તે ઘણીવાર અન્ય દવાઓ સાથે સંયોજીત કરીને ઉપયોગ કરવા માટે વેચવામાં આવે છે, જેમ કે શરદી માટેની ઘણી દવાઓ સાથે . [૧] પૅરાસિટામોલનો ઉપયોગ ગંભીર દુખાવા માટે પણ થાય છે, જેમ કે કેન્સરનો દુખાવો અને સર્જરી પછીના દુખાવા સમયે, દુખાવા માટેની ઑપિઓઇડ દવા સાથે સંયોજીત કરીને તેનો ઉપયોગ થાય છે. [૫] તે સામાન્ય રીતે મોં દ્વારા અથવા ગુદામાર્ગ દ્વારા ઉપયોગમાં લેવાય છે, પરંતુ તે નસમાં ઈન્જેક્શન દ્વારા પણ લઈ શકાય છે. [૧] [૬] તેની અસર બે થી ચાર કલાકની વચ્ચે રહે છે. [૬]
પૅરાસિટામોલ સામાન્ય રીતે ભલામણ કરેલા ડોઝ જેટલી લેવી સલામત છે. [૭] [૮] પુખ્ત વયની વ્યક્તિ માટે ભલામણ કરેલી મહત્તમ દૈનિક માત્રા ત્રણથી ચાર ગ્રામ છે. [૯] [૧૦] [૮] વધુ માત્રામાં લેવાથી લીવર ફેઇલ થઈ જવા સહિતની ઝેરી અસર થઈ શકે છે. [૧] ત્વચા પર ગંભીર પ્રકારની ફોલ્લીઓ ભાગ્યે જ થઈ શકે છે. [૧] ગર્ભાવસ્થા દરમિયાન અને સ્તનપાન દરમિયાન તેનો ઉપયોગ કરવો સલામત હોવાનું જણાય છે. [૧] લીવર સંબંધિત રોગ ધરાવતા લોકોમાં પણ, તેનો ઉપયોગ થઈ શકે છે, પરંતુ ઓછી માત્રામાં. [૧૧] તેને હળવા પીડાનાશક તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. [૬] તેમાં બહુ ખાસ પ્રમાણમાં બળતરા વિરોધી ગુણ નથી. [૧૨] તે કેવી રીતે કાર્ય કરે છે તે વિશે સંપૂર્ણપણે સ્પષ્ટતા મળેલી નથી. [૧૨] [૧૩] [૧૪]
પૅરાસિટામોલ સૌપ્રથમ ૧૮૭૭માં બનાવવામાં આવી હતી. [૧૫] તે અમેરિકા અને યુરોપ બંનેમાં પીડા અને તાવ માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી દવા છે. [૧૬] વિશ્વ આરોગ્ય સંસ્થાની આવશ્યક દવાઓની સૂચિમાં તેનું નામ નોંધાયેલું છે. [૧૭] પેરાસીટામોલ એક સામાન્ય દવા તરીકે ઉપલબ્ધ છે, જેમાં ટાયલેનોલ અને પેનાડોલ સહિતના બ્રાન્ડ નામો છે. [૧૮] વિકાસશીલ દેશોમાં તેની હોલસેલ કિંમત ડોઝ દીઠ US$૦.૦૧ કરતાં ઓછી છે. [૧૯] અમેરિકામાં, તેની કિંમત લગભગ US$૦.૦૪ પ્રતિ ડોઝ છે. [૨૦] ૨૦૧૭ માં, અમેરિકામાં ૨ કરોડ ૪૦ લાખથી વધુ પ્રિસ્ક્રિપ્શન સાથે, પૅરાસિટામોલ એ ૨૫મી-સૌથી વધુ સામાન્ય રીતે સૂચવવામાં આવતી દવા હતી. [૨૧] [૨૨]
સંદર્ભોની યાદી
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ "Acetaminophen". The American Society of Health-System Pharmacists. મૂળ સંગ્રહિત માંથી 5 June 2016 પર સંગ્રહિત. મેળવેલ 16 September 2016. સંદર્ભ ત્રુટિ: અયોગ્ય
<ref>
ટેગ; નામ "AHFS2016" અલગ માહિતી સાથે એકથી વધુ વખત વ્યાખ્યાયિત થયું છે - ↑ Lee, WM (December 2017). "Acetaminophen (APAP) hepatotoxicity-Isn't it time for APAP to go away?". Journal of Hepatology. 67 (6): 1324–1331. doi:10.1016/j.jhep.2017.07.005. PMC 5696016. PMID 28734939.
- ↑ Meremikwu M, Oyo-Ita A (2002). "Paracetamol for treating fever in children". The Cochrane Database of Systematic Reviews (2): CD003676. doi:10.1002/14651858.CD003676. PMC 6532671. PMID 12076499.
- ↑ de Martino M, Chiarugi A (2015). "Recent Advances in Pediatric Use of Oral Paracetamol in Fever and Pain Management". Pain and Therapy. 4 (2): 149–168. doi:10.1007/s40122-015-0040-z. PMC 4676765. PMID 26518691.
- ↑ Scottish Intercollegiate Guidelines Network (SIGN) (2008). "6.1 and 7.1.1" (PDF). Guideline 106: Control of pain in adults with cancer. Scotland: National Health Service (NHS). ISBN 9781905813384. મૂળ (PDF) માંથી 20 December 2010 પર સંગ્રહિત.
- ↑ ૬.૦ ૬.૧ ૬.૨ Hochhauser, Daniel (2014). Cancer and its Management. John Wiley & Sons. પૃષ્ઠ 119. ISBN 9781118468715. મૂળ માંથી 8 September 2017 પર સંગ્રહિત. સંદર્ભ ત્રુટિ: અયોગ્ય
<ref>
ટેગ; નામ "Hoch2014" અલગ માહિતી સાથે એકથી વધુ વખત વ્યાખ્યાયિત થયું છે - ↑ Russell FM, Shann F, Curtis N, Mulholland K (2003). "Evidence on the use of paracetamol in febrile children". Bulletin of the World Health Organization. 81 (5): 367–72. ISSN 0042-9686. PMC 2572451. PMID 12856055.
- ↑ ૮.૦ ૮.૧ Machado GC, Maher CG, Ferreira PH, Pinheiro MB, Lin CW, Day RO, McLachlan AJ, Ferreira ML (31 March 2015). "Efficacy and safety of paracetamol for spinal pain and osteoarthritis: systematic review and meta-analysis of randomised placebo controlled trials". BMJ (Clinical Research Ed.). 350: h1225. doi:10.1136/bmj.h1225. PMC 4381278. PMID 25828856. સંદર્ભ ત્રુટિ: અયોગ્ય
<ref>
ટેગ; નામ "BMJ2015" અલગ માહિતી સાથે એકથી વધુ વખત વ્યાખ્યાયિત થયું છે - ↑ "Paracetamol for adults: painkiller to treat aches, pains and fever". National Health Service. મૂળ સંગ્રહિત માંથી 22 August 2017 પર સંગ્રહિત. મેળવેલ 22 August 2017.
- ↑ "What are the recommended maximum daily dosages of acetaminophen in adults and children?". Medscape. મૂળ સંગ્રહિત માંથી 21 December 2018 પર સંગ્રહિત. મેળવેલ 19 December 2018.
- ↑ Lewis JH, Stine JG (June 2013). "Review article: prescribing medications in patients with cirrhosis - a practical guide". Alimentary Pharmacology & Therapeutics. 37 (12): 1132–56. doi:10.1111/apt.12324. PMID 23638982.
- ↑ ૧૨.૦ ૧૨.૧ McKay, Gerard A.; Walters, Matthew R. (2013). "Non-Opioid Analgesics". Lecture Notes Clinical Pharmacology and Therapeutics (9th આવૃત્તિ). Hoboken: Wiley. ISBN 9781118344897. મૂળ માંથી 8 September 2017 પર સંગ્રહિત. મેળવેલ 5 August 2020. સંદર્ભ ત્રુટિ: અયોગ્ય
<ref>
ટેગ; નામ "McK2013" અલગ માહિતી સાથે એકથી વધુ વખત વ્યાખ્યાયિત થયું છે - ↑ Ghanem CI, Pérez MJ, Manautou JE, Mottino AD (July 2016). "Acetaminophen from liver to brain: New insights into drug pharmacological action and toxicity". Pharmacological Research. 109: 119–31. doi:10.1016/j.phrs.2016.02.020. PMC 4912877. PMID 26921661.
- ↑ Viswanathan AN, Feskanich D, Schernhammer ES, Hankinson SE (2008). "Aspirin, NSAID, and Acetaminophen Use and the Risk of Endometrial Cancer". Cancer Research. 68 (7): 2507–2513. doi:10.1158/0008-5472.CAN-07-6257. PMC 2857531. PMID 18381460.
- ↑ Mangus, Brent C.; Miller, Michael G. (2005). Pharmacology application in athletic training. Philadelphia, Pennsylvania: F.A. Davis. પૃષ્ઠ 39. ISBN 9780803620278. મૂળ માંથી 8 September 2017 પર સંગ્રહિત. મેળવેલ 5 August 2020.
- ↑ Aghababian, Richard V. (22 October 2010). Essentials of emergency medicine. Jones & Bartlett Publishers. પૃષ્ઠ 814. ISBN 978-1-4496-1846-9. મૂળ માંથી 17 August 2016 પર સંગ્રહિત.
- ↑ World Health Organization (2019). World Health Organization model list of essential medicines: 21st list 2019. Geneva: World Health Organization. hdl:10665/325771. WHO/MVP/EMP/IAU/2019.06. License: CC BY-NC-SA 3.0 IGO.
- ↑ Hamilton, Richard J. (2013). Tarascon pocket pharmacopoeia : 2013 classic shirt-pocket edition (27th આવૃત્તિ). Burlington, Massachusetts: Jones & Bartlett Learning. પૃષ્ઠ 12. ISBN 9781449665869. મૂળ માંથી 8 September 2017 પર સંગ્રહિત.
- ↑ "Paracetamol". મૂળ માંથી 22 January 2018 પર સંગ્રહિત. મેળવેલ 11 January 2016.
- ↑ "Acetaminophen prices, coupons and patient assistance programs". મૂળ સંગ્રહિત માંથી 16 February 2016 પર સંગ્રહિત. મેળવેલ 19 February 2016.
- ↑ "The Top 300 of 2020". ClinCalc. મૂળ સંગ્રહિત માંથી 12 February 2021 પર સંગ્રહિત. મેળવેલ 25 February 2020.
- ↑ "Acetaminophen Drug Usage Statistics". ClinCalc. મૂળ સંગ્રહિત માંથી 12 April 2020 પર સંગ્રહિત. મેળવેલ 11 April 2020.