સભ્ય:Sushant savla/ભોગીન્દ્ર દીવેટીયા

ભોગીન્દ્ર ર. દીવેટીયા એ એક ગુજરાતી સાહિત્યકાર હતા. 'સર્જન્ટા રાવ' તથા 'સુબંધુ' એ ઉપનામ હેઠળ તેઓ સાહિત્યરચના કરતા. તેમની નવલકથાઓએકી સાથે પામ્ચ સામાયિકોમાં પ્રગટ થતી. [૧]

જીવન ફેરફાર કરો

તેમનો જન્મ ૩૧-૦૩-૧૮૭૫ના દિવસે અમદાવાદમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ રાધનપુર અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં મેળવ્યું હતું.</ref name=GVK> ૧૮૯૫માં મેટ્રિકની પરીક્ષા આપી તેઓ મુંબઈની વિલ્સન કૉલેજમાં ટર્મ ભરવા ગયા હતાં. પરંતુ ઈ.સ.૧૯૦૧માં અમદાવાદ પાછા ફર્યા હતા. ૧૯૦૨-૦૩ દરમ્યાન તેમણેકાલોલ, રાજકોટ ધોલેરા જેવા સ્થળોએ નોકરી કરી હતી. ૧૯૦૩માં તેમણે 'સુંદરીસુબોધ'નું નામના સામાયિકનું પ્રકાશન કર્યું હતું. ૧૯૦૫માં તેમણે પંજાબ વિશ્વવિદ્યાલયમાંથી બી.એ.ની પરીક્ષા પાર કરી હતી અને ૧૯૦૬-૦૭ અમદાવાદની નેટિવ હાઈસ્કુલમાં શિક્ષક તરીકે જોડાયા. ૧૯૦૬માં તેઓ ગુજરાત સાહિત્ય સભાના માનદ્ મંત્રી બન્યા. ઈ.સ. ૧૯૧૧-૧૭ દરમ્યાન તેઓ મુંબઈની બાબુ પન્નાલાલ હાઈસ્કુલમાં શિક્ષક હતા. તેઓ ૨૭-૧૧-૧૯૧૭ના દિવસે મુંબઈમાં અવસાન પામ્યા.[૨]

સાહિત્ય રચનાઓ ફેરફાર કરો

કન્હૈયાલાલ મુનશી અને રમણાલાલ દેસાઈ જેવા લેખકોના પૂરોગામી યુગના આ લેખકોમાં ના એક એવા ભોગીન્દ્ર દીવેટીયાના લેખન પર વિક્ટર હ્યુગો, ટોલ્સટૉય અને ગોવર્ધનરામ નો પ્રભાવ હતો.

પ્રકાશનો ફેરફાર કરો

  • બંધુ સમાજ હેઠળ સુંદરીસુબોધ - સામાયિક (૧૯૦૩)
  • સુમતિ, મેઘનાદ, નાગર - પત્રો (૧૯૦૪-૧૯૦૬)

નવલકથાઓ ફેરફાર કરો

  • મૃદુલા (૧૦૯૭) ,
  • ઉમાકાન્ત (૧૯૦૮),
  • તરલા (૧૯૧૪) - ટોલ્સ્તટૉયની એના કેરેનીના અધારે
  • ચમેલી(૧૯૧૦), સિતારનો શોખ (૧૯૧૧) ટોલ્સટોયની વાતો (૧૯૧૨) બે ભાગ - ટોલ્સટૉયની રચનાઓના અનુવાદ
  • આસિસ્ટન્ટ કલેક્ટર (૧૯૧૪) અંગ્રેજી લેખક પેનીની ધ ઈનએવિતેબલ લૉ પર અધારિત
  • મોહિની(૧૯૦૪)અંગ્રેજી લેખક હેન્રી વૂડની ધ ડેન્સબરી હાઉસ પર અધારિત
  • અજામિલ (૧૯૧૭)અંગ્રેજી લેખક વિક્ટર હ્યુગોની લામિઝરેબલ પર અધારિત
  • અન્ય નવલકથાઓ - સ્નેહ કે મોહ, કૉલેજિયન, રસિકચંદ્ર - ભાગ ૪,તેલીફોન, રાજમાર્ગનો મુસાફર, સ્ત્રીઓ ને સમાજસેવા, જીવનકલા, લગ્ન ધર્મ કે કરાર, દીવાળી કે હોળી, લલિત કુમાર,

લઘુ નવલ ફેરફાર કરો

સોલિસિટર (૧૯૦૭), લગ્નબંધન (૧૯૧૮), જ્યોત્સના (૧૯૩૩)

જીવન ચરિત્ર ફેરફાર કરો

શ્રીયુત ત્રિભુવનદાસ ભાણજીનું જીવન ચરિત્ર ટોલ્સટોયનું જીવન ચરિત્ર

અન્ય ફેરફાર કરો

ઇંગ્લંડનો ઇતિહાસ

સંદર્ભ ફેરફાર કરો

  1. ગુજરાતી વિશ્વકોષ - ખંડ ૯. અમદાવાદ: ગુજરાતી ષાહિત્ય પરિષદ. 199૭.
  2. ગુજરાતી સાહિત્ય કોષ -ખંડ ૨. અમદાવાદ: ગુજરાતી ષાહિત્ય પરિષદ. 1990. પૃષ્ઠ 238.