મીઠો, મીઠો ઢાઢી અથવા મીઠો ભગત એ મધ્યકાલીન કૃષ્ણ કીર્તન કરનાર, જન્મે એક મુસલમાન ભક્ત કવિ હતા. [૧]

જીવન ફેરફાર કરો

મીઠા ભગત નો જન્મ ૧૭૯૪ની આસપાસ લીંબડી ગામે ઢાઢી મુસલમાન કુળમાં થયો હતો. તેમના પિતાનું નામ સાહેબો હતું. તેમનું મન વૈષ્નવ ધર્મ પ્રત્યે વળેલું હતું. [૧]

એક એવી કથા પ્રચલિત છે કે મીઠો ઢાઢીને સુરેન્દ્રનગરના રાજાએ શ્રી કૃષ્ણ સાથે પોતાના પણા ગુણગાન કરવા જણાવ્યું હતું, તેમ અરવાનો મીઠો ઢાઢીએ ઈનકાર કર્યો હતો.[૨]

તેમનું અવસાન ઈ.સ. ૧૮૭૨માં થયું. [૧]

સાહિત્ય રચનાઓ ફેરફાર કરો

કૃષ્ણ ભક્તિ તથા જ્ઞાન બોધ દેનારી ઘણી ગરબી, રાસ, થાળ, ભજન આદિ લખ્યાં છે.[૩] 'સાંભળ સૈયર વાતડી' એ તેમની રચેલી લોકપ્રિય કૃતિ છે. તેમની કૃતિઓ આ પુસ્તકોમાં પ્રકાશિત થયેલી છે:[૧]

૧. લીંબડી નિવાસે ભક્ત મીઠાના કેટલાંક કાવ્યો (ઈ.સ.૧૯૨૭)
૨.અભમાલા
૩.ગુજરાતી જૂનાં ગીતો - ગુજરાતીસાહિત્ય પરિષદ અહેવાલ
૪.નભોવિહાર - રામનારાયણ પાઠક(ઈ.સ.૧૯૬૧)
૫.પ્રમાનંદ પ્રકાશ માલા (સં. ૨૦૩૦)
૬.બૃહદ્ કાવ્ય દોહન
૭.ભજનિક કાવ્ય સંગ્રહ (ઈ.સ ૧૮૮૭)
૮.ભસાસિંધુ
૯.શ્રીમદ્ ભગવતી કાવ્ય (ઈ.સ. ૧૮૮૯)
૧૦. સતવાણી

સંદર્ભો ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ગુજરાતી સાહિત્ય કોષ. અમદાવાદ: ગુજરાતી સાહિત્યપરિષદ. ૧૯૮૯. પૃષ્ઠ ૩૧૬.
  2. "Following in the Lord's footsteps - Times of India". The Times of India. મેળવેલ 2018-12-14.
  3. Paniker, K. Ayyappa (1997). Medieval Indian Literature: Surveys and selections (અંગ્રેજીમાં). Sahitya Akademi. ISBN 9788126003655.