સમરસ ગ્રામ પંચાયત - એટલે કે બિનહરીફ (કોઇ એક જ ઉમેદવાર સર્વસંમતિથી પસંદ કરવો અને ચુંટણી ન કરવી) ઉમેદવારો વડે ચાલતી ગ્રામ પંચાયત. ખાસ કરીને આ યોજના ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી છે. આ યોજના મુજબ જે ગામમાં ગ્રામ પંચાયતની એક જ ઉમેદવાર હોવાને કારણે ચુંટણી કરવાની જરુર ન પડે, તેવી પંચાયતને સમરસ ગ્રામ પંચાયત કહેવામાં આવે છે તેમ જ આ પ્રકારની ગ્રામ પંચાયતને વિશેષ અનુદાન આપવામાં આવે છે.

ગ્રામ પંચાયત કે જે પંચાયતી રાજની પાયાની સંસ્‍થા છે તેની ચૂંટણીમાં પક્ષિય ધોરણ રાખ્‍યું નથી. ગામડામાં વેરઝેર, કાવાદાવા, વૈમનસ્‍ય ઉભા ન થાય તેવી ભાવના ઉજાગર કરતી યોજના છે. જેમાં તમામ ગ્રામવાસીઓ એકઠા મળી પોતાનામાંથી સર્વસંમતિથી ગ્રામ પંચાયતના વહીવટ માટે પ્રતિનિધિઓ નકકી કરે છે અને અનેક વ્‍યકિતઓ પોતાનો હક્ક જતો કરીને સમાજ માટે પ્રેરણારૂપ આચરણ કરી ગામનું ભલુ અને વિકાસ કરવાના ઉચ્‍ચ હેતુ માટે ઉમદા અભિગમ અપનાવે છે.ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ દિન-પ્રતિદિન ખૂબ જ ખર્ચાળ થતી જાય છે અને ગ્રામ્‍ય જીવનમાં મતભેદોનું વાતાવરણ વધારે છે.આવા સંજોગોમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ વ્‍યાપક સમજૂતીથી બિનહરીફ રીતે અને સર્વસંમતિથી થાય જેથી સ્‍થાનિક પ્રજા ગામના વિકાસના કામોમાં ઉમંગભેર ભાગ લે તેવી પરિસ્‍થિતિનું નિર્માણ થાય તે જરૂરી છે.


મહિલા સમરસ ગ્રામ પંચાયત -

સરપંચ અને બીજા સભ્યો મહિલા હોય અને સર્વસંમતિથી વિના વિરોધે ચૂંટાઈ તેને મહિલા સમરસ ગ્રામ પંચાયત કહેવાય છે.

સમરસ ગ્રામ પંચાયત યોજનાની સફળતા

સને : ૨૦૦૧ માં સમરસ ગામ યોજના જાહેર થયા બાદ ૧૦,૯૮૦ સમરસ ગ્રામ પંચાયતોને ગુજરાત સરકારે અનુદાન આપેલ છે. તદૃઉપરાંત રાજય સરકારના ગ્રામાભિમુખ અભિગમના ભાગરૂપે ટેકનીકલ કારણોસર જે ગ્રામ પંચાયતોને સમરસ યોજનાનો લાભ મળેલ ન હતો તેવી ૧૨૧ ગ્રામ પંચાયતોને પણ સમરસ જાહેર કરી રૂ. ૧૨૮.૧૨ લાખનું અનુદાન આપવામાં આવેલ છે. આ તમામ સમરસ ગ્રામ પંચાયતોમાં ગામના વિકાસ માટે અન્‍ય યોજનાઓના અને ગ્રામ પંચાયતના પોતાના ભંડોળ ઉપરાંત સમરસ ગામ યોજના હેઠળ મળેલ અનુદાનનો ઉપયોગ કરવામાં આવી રહેલ છે.

બિનહરીફ ચૂંટાય તેવી ગ્રામ પંચાયતોને સને : ૨૦૦૧ અગાઉ અપાતા રૂ. ૧,૦૦૦/- અને રૂ. ૨,૦૦૦/- (તા. ૩/૧૦/૧૯૯૬) ની જગ્‍યાએ પ્રજાજીવનને સંવાદિ બનાવવાના શુભ આશયથી ગુજરાત સરકારે ઓકટોબર-૨૦૦૧ થી આવી સમરસ ગ્રામ પંચાયતોને સબળ પ્રોત્‍સાહન આપવા માટે ₹.1,00,000/-સુધીનું માતબર અનુદાન આપવાનું નકકી કરેલ છે અને મહિલા સમરસ ગ્રામ પંચાયતને બે ગણું એટલે કે ₹.2,00,000/- કરેલ છે.

આ યોજનાને ખૂબ જ સારો પ્રતિભાવ મળતાં ગુુુજરાત રાજય સરકારે અવાર-નવાર અનુદાનમાં વધારો કરી છેલ્લે તારીખ : ૨૯/૧૧/૨૦૧૧ ના ઠરાવથી પ્રોત્‍સાહક અનુદાનની રકમમાં વધારો કરેલ છે. સંગ્રહિત ૨૦૧૯-૦૬-૦૩ ના રોજ વેબેક મશિન