સરદાર પટેલ આવાસ યોજના

સરદાર પટેલ આવાસ યોજના રાજ્યના ગ્રામ્‍ય વિસ્‍તારમાં ગરીબી રેખા નીચે જીવતા જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્‍ય કારીગરો માટેની આવાસ યોજના છે.[૧]

હેતુ ફેરફાર કરો

ગામડામાં રહેણાંકની સમસ્‍યાના ઉકેલ માટેનું વ્‍યૂહાત્‍મક આયોજન રાજ્ય સરકારે કર્યું છે. ગરીબોને આજે નવી જીંદગી જીવવાનો અને ગરીબ વસ્‍તીની વસાહત તરીકે નવી જીવન સંસ્‍કૃતિ તરફ જવાનો અવસર મળ્યો છે. લાભાર્થ‍ીઓ માટેનાં મકાનો સરકારશ્રી દ્વારા બનાવી આ૫વામાં છે.

યોજના હેઠળ મળતી સહાય ફેરફાર કરો

  • આવાસની એક યુનિટની કિંમત રૂ. ૫૪,૫૦૦/- છે.
  • જેમાં સરદાર ૫ટેલ આવાસ યોજનાની સરકારી સહાય રૂ.૪૫૦૦૦/- છે.
  • રૂ.૭૦૦૦/- લાભાર્થી શ્રમફાળો ગણી લેવામાં આવે છે.
  • તેમજ ટોઇલેટ બ્લોક બનાવવા માટે લાભાર્થી દીઠ રૂ.૨૨૦૦,તેમજ રૂ. ૩૦૦ લાભાર્થી શ્રમફાળો મળી કુલ રૂ.૨૫૦૦/- ની સહાય આપવામાં આવે છે.

અન્ય ફાયદા ફેરફાર કરો

  • મકાનો, ધરતીકંપસામે પણ ટકી રહે તેવી મજબૂતાઇ વાળા બનાવવા માટે ડિઝાઇનમા જરૂરી ફેરફાર કરવામાં આવે છે.
  • સંસ્‍થા કે ગ્રામ પંચાયતની જગ્‍યાએ લાભાર્થી જાતે મકાન બનાવે તેવી છૂટછાટ આપવામાં આવે છે.
  • ઇંટોને બદલે સિમેન્‍ટના હૉલોબ્‍લૉક તથા સ્‍ટોન મેશનરી અને બેલા સ્‍ટોન વાપરવાની પણ છૂટ આપવામાં આવે છે.
  • ધાબાંવાળા મકાનોના વિકલ્‍પે મેંગ્‍લોરી નળીયાવાળાં છાપરાવાળાં મકાનો બાંધવાની છૂટ આપવામાં આવે છે.

આ યોજના નો લાભ કોણ લઈ શકે? ફેરફાર કરો

રાજય સરકારની ગરીબલક્ષી આ યોજનાનો લાભ ગ્રામ્‍ય વિસ્‍તારના ગરીબીરેખા નીચે નોંધાયેલ વ્‍યકિતને મળી શકે છે.

  • પોતાને કોઇ પ્‍લોટ કે મકાન ન હોય તેવાને આ યોજનાનો લાભ મળે છે.
  • અરજદારે સરકારની રહેઠાણની અન્‍ય યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઇએ.
  • અરજદાર પાસે એક હેકટરથી વધારે ખેતીની જમીન ન હોય તો તેવા જમીન ધારકોને પણ આ યોજનામાં લાભ મળે છે.
  • જો સાથે રહેતાં હોય અને તેમાં ૫તિ કે ૫ત્‍નીને નામે કોઇ પ્‍લોટ કે મકાન ન હોય અને છેલ્‍લા પાંચ વર્ષથી એ જ ગામમાં વસવાટ કરતાં હોય તો તે બેમાથી કોઇ એક વ્‍યકિતને જ આ યોજનાનો લાભ મળી શકે છે.
  • જો લાભાર્થી બહારગામનો વતની હોય તો જે ગામમાં રહેતો હોય તે ગામનું ગરીબીરેખાનું કાર્ડ ધરાવતો હોવો જોઇએ.
  • આવી વ્‍યકિતએ તેના મૂળ ગામમાંથી ત્‍યાંના સરપંચશ્રી પાસેથી આ લાભાર્થ‍ીએ અમારા ગામમાં સરદાર ૫ટેલ આવાસ યોજનાનો લાભ લીધો નથી એવો દાખલો લાવવાનું જરૂરી છે.
  • તથા તે ગામે મૂળ વતનમાં તેના તથા તેની ૫ત્‍નીના નામે પોતાનું મકાન ન હોવું જોઇએ અને બી.પી.એલ. ની વ્‍યાખ્‍યામાં આવતાં હોવાં જોઇએ તેનો દાખલો જરૂરી છે.
  • સરદાર ૫ટેલ આવાસ યોજનાનો લાભ ગરીબીની રેખા નીચે જીવતા ગ્રામજનને ફકત એક જ વખત મળી શકે છે.

સંદર્ભો ફેરફાર કરો

  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2014-06-16 પર સંગ્રહિત. મેળવેલ 2015-10-12.