સરદાર પટેલ રીંગ રોડ, અમદાવાદ

સરદાર પટેલ રીંગ રોડ અથવા ટૂંકાક્ષરીમાં એસ.પી.આર.આર અથવા એસ.પી. રીંગ રોડ ને અમદાવાદ શહેર ફરતા અને શહેરના ૪૦૦ ચોરસ કિલોમીટરના વિસ્તારને સંપુર્ણપણે આવરી લેતા વર્તુળ તરીકે આયોજનબદ્ધ કરવામાં આવ્યો છે[૧]. આ રીંગ-રોડના વર્તુળના પરીધની પુરી લંબાઇ ૭૬.૩૧૩ કિલોમીટર અને શહેરની બહાર નીકળતા ૧૯ મુખ્ય રસ્તાઓ એ વર્તુળને આરાની જેમ મળે છે. આ સંપુર્ણ વર્તુળને ૪ વિભાગમાં વહેચી નાખવામાં આવ્યુ છે. આ માર્ગ અમદાવાદની આસપાસ આવેલા ૨૩ ગામો માંથી પસાર થાય છે અને આ માર્ગ પર ૧૭ ફ્લાયઓવર પુલ, ૫ અંડરપાસ પુલ અને ૨ રેલ્વે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યુ છે[૧].

રીંગ રોડના વિભાગો ફેરફાર કરો

વિભાગ - ૧ ફેરફાર કરો

રાષ્ટ્રીય ધોરી માર્ગ ૮-અ પરના રાજકોટ હાઇવે જંકશન થી રાષ્ટ્રીય ધોરી માર્ગ ૮ પરના વડોદરા જંકશન સુધીનો ૧૪.૧૦૬ કિલોમીટરનો વિભાગ

વિભાગ - ૨ ફેરફાર કરો

રાષ્ટ્રીય ધોરી માર્ગ ૮ પરના વડોદરા જંકશનથી રાષ્ટ્રીય ધોરી માર્ગ ૮ પરના હિંમતનગર જંકશન સુધીનો ૨૫.૫૧૮ કિલોમીટરનો વિભાગ. લંબાઇમાં આ વિભાગ સૌથી લાંબો છે.

વિભાગ - ૩ ફેરફાર કરો

રાષ્ટ્રીય ધોરી માર્ગ ૮-સી પરના ગાંધીનગર હાઇવે જંકશન થી રાષ્ટ્રીય ધોરી માર્ગ ૮-અ પરના રાજકોટ હાઇવે જંકશન સુધીનો ૨૨.૮૬૨ કિલોમીટરનો વિભાગ

આ વિભાગમાં નિચે મુજબના ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવ્યા છે.

વૈષ્ણોદેવી જંકશન પર વૈષ્ણોદેવી ફ્લાયઓવર બ્રિજ ફેરફાર કરો

શિલજ પાસે રેલ્વેલાઈન પર ફ્લાયઓવર બ્રિજ ફેરફાર કરો

બોપલ જંકશન પર વકીલ સાહેબ ફ્લાયઓવર બ્રિજ ફેરફાર કરો

સાણંદ જંકશન પર ફ્લાયઓવર બ્રિજ ફેરફાર કરો

સનાથલ પાસે રેલ્વેલાઈન પર ફ્લાયઓવર બ્રિજ ફેરફાર કરો

સનાથલ જંકશન પર ફ્લાયઓવર બ્રિજ ફેરફાર કરો

વિભાગ - ૪ ફેરફાર કરો

રાષ્ટ્રીય ધોરી માર્ગ ૮-સી પરના ગાંધીનગર હાઇવે જંકશન થી રાષ્ટ્રીય ધોરી માર્ગ ૮ પરના હિંમતનગર જંકશન સુધીનો રસ્તો ૧૩.૮૨૭ કિલોમીટરનો વિભાગ. લંબાઇમાં આ વિભાગ સૌથી ટૂંકો છે.

તબક્કાવાર ઉપલબ્ધ થનારી માળખાકીય સવલતો ફેરફાર કરો

તબક્કો ૧ ફેરફાર કરો

સંપુર્ણ રીંગ-રોડનું વચ્ચે ડીવાઇડર વાળી અને આવવા અને જવા માટે ડીવાઇડરની બન્ને બાજુ બે બે લેન ધરવતા માર્ગની રચના. રીંગ-રોડ બે વખત સાબરમતીને ઓળંગે છે ત્યાં પુલોનિં નિર્માણ. આ તબક્કો ૨૦૦૪માં શરૂ થયેલો અને ૨૦૦૭માં પુરો થયેલ હતો.

તબક્કો ૨ ફેરફાર કરો

વચ્ચે ડીવાઇડર હોય તેવા અને આવવા અને જવા માટે ડીવાઇડરની બન્ને બાજુ બે બે લેન ધરવતાસંપુર્ણ રીંગ-રોડનું ડીવાઇડરની બન્ને બાજુ ચાર ચાર લેન ધરાવતા રીંગ-રોડમાં પરીવર્તન અને બન્ને બાજુ સર્વિસ રોડની રચના. પહેલો તબક્કો હજું સંપુર્ણ પુરો નહોતો થયો ત્યાજ ૨૦૦૬માં જ આ તબક્કાની તૈયારીઓ આરંભી દેવામાં આવી હતી. અને ૨૦૧૧ સુધીમાં આ કાર્ય પુરૂ થઇ ચુક્યુ હતું.

તબક્કો ૩ ફેરફાર કરો

આ તબક્કામાં બીઆરટીએસ સેવા ચાલુ કરવામાં આવશે.

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ઔડા. "એસપીઆરઆર વિષે ઔડાની વેબસાઇટ પર માહિતિ" (PDF). ઔડા. મૂળ (PDF) માંથી ૩ જુલાઇ ૨૦૧૫ પર સંગ્રહિત. મેળવેલ ૩ જુલાઇ ૨૦૧૫.