સરળ અંગ્રેજી (અંગ્રેજી: Simple English) અંગ્રેજી ભાષાનું સરળ સ્વરુપ છે. લખાણમાં અંગ્રેજી ભાષાની જેમ જ રોમન લિપિનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આ સરળ અંગ્રેજીમાં અઘરા શબ્દોનો ઉપયોગ કરવામાં આવતો નથી, પણ વાતચીત દરમ્યાન વપરાતા શબ્દોનો વધારે ઉપયોગ કરવામાં આવે છે. સરળ અંગ્રેજીનો ઉપયોગ ખાસ કરીને બાળકો તેમ જ ઓછું ભણેલા લોકો માટે કરવામાં આવે છે. આ ભાષાની જોડણી અંગ્રેજી ભાષાની સામાન્ય જોડણી જ હોય છે.