સાઓ તોમ પ્રિન્સિપી
સાઓ તોમ પ્રિન્સિપી આફ્રિકા ખંડમાં આવેલું એક રાષ્ટ્ર છે, જેની રાજધાની સાઓ તોમ ખાતે આવેલી છે. આ દેશ પ્રિન્સિપી તેમ જ સાઓ તોમ નામના બે દ્વિપો વડે બનેલ છે. તે કેમેરુન જ્વાળામુખીની પર્વતમાળાનો એક ભાગ ગણાય છે. અહીંનું વાતાવરણ ઉષ્ણકટિબંધિય છે તેમ જ ઓક્ટોબર થી મે મહિના સુધી વરસાદ પડે છે. દેશની આર્થિક પરિસ્થિતિ ખેતી પર અવલંબે છે. જેમાં નારિયેળ, તરબૂચ, કોકો તેમ જ કેળાં મુખ્ય ખેત-ઉત્પાદનો છે.
આ દેશની મુખ્ય ભાષા પોર્ટુગીઝ ભાષા છે. આ રાષ્ટ્રને ૧૨ જુલાઈ, ૧૯૭૫ના દિવસે સ્વતંત્રતા મળી હતી. આશરે ૧૦૦૧ ચોરસ કિલોમીટર જેટલું ક્ષેત્રફળ ધરાવતા આ દેશમાં ૧,૮૭,૩૫૬ જેટલી વ્યક્તિઓ વસવાટ કરે છે.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કોમન્સ પર São Tomé and Príncipe સંબંધિત માધ્યમો છે.