સાધના શિવદાસાની (અભિનેત્રી)

(સાધના થી અહીં વાળેલું)

સાધના શિવદાસાની અથવા ટૂંકમાં સાધના એ હિન્દી ફિલ્મોના ૧૯૫૦ અને ૧૯૬૦ ના દાયકાના વિતેલા સમયની અભિનેત્રીનું નામ છે. આ અભિનેત્રીનો જન્મ કરાંચીમાં ૨-૯-૧૯૪૧ ના રોજ થયો હતો. એમનું મુંબઇમાં 74 વર્ષની વયે ૨૫-૧૨-૨૦૧૫ ના રોજ અવસાન થયું હતું. એ છેલ્લા થોડા સમયથી અવસ્થાજન્ય બીમારીથી પીડાતી હતી. કરાચી (હાલ પાકિસ્તાન)માં જન્મેલી સાધનાનું નામ એેના પિતાએ એ સમયની અભિનેત્રી-ડાન્સર સાધના બોઝ પરથી સાધના પાડયું હતું. એના પિતા ચરિત્ર અભિનેતા હરિ શિવદાસાનીના ભાઇ અને અભિનેત્રી બબીતાના કાકા થાય. બબીતા રાજકપૂરના પુત્ર રણધીર કપૂર (ડબ્બુ)ની પત્ની અને કરીના કપૂરની માતા છે.

સાધના શિવદાસાની
જન્મ૨ સપ્ટેમ્બર ૧૯૪૧ Edit this on Wikidata
કરાચી Edit this on Wikidata
મૃત્યુ૨૫ ડિસેમ્બર ૨૦૧૫ Edit this on Wikidata
વ્યવસાયઅભિનેતા Edit this on Wikidata
જીવન સાથીR. K. Nayyar Edit this on Wikidata

ભાગલા પછી શિવદાસાની કુટુંબ ભારતમાં આવી ગયું હતું. બાળપણથી સાધનાને અભિનેત્રી બનવાનો શોખ હતો અને રાજ કપૂરની 'શ્રી 420' ફિલ્મના મૂડ મૂડ કે ના દેખ ફિલ્મમાં એણે કોરસ ગર્લ્સ તરીકે કામ કર્યું હતું. જો કે એને પહેલી તક આપી શશધર મુખરજીએ. શશધરના પુત્ર જોય મુખરજી સાથે એણે લવ ઇન સિમલા કરી અને એની અભિનય કારકિર્દી શરુ થઇ.

કપાળ પર વાળને અલગ રીતે ગોઠવવાની એની હેર સ્ટાઇલે બે દાયકા સુધી કૉલેજિયન યુવતીઓ પર દિવાનગી સર્જી હતી. એ હેર સ્ટાઇલ સાધના કટ તરીકે ઓળખાઇ હતી.

પોતાની પચીસેક વર્ષની કારકિર્દી દરમિયાન એણે પોતાના સમયના મોટા ભાગના ટોચના કલાકારો સાથે કામ કર્યું હતું. દેવ આનંદ સાથે 'અસલી નકલી', શમ્મી કપૂર સાથે રાજકુમાર, સુનીલ દત્ત સાથે 'વહ કૌનથી' અને બી આર ચોપરાની સુપરહિટ મલ્ટિસ્ટાર ફિલ્મ 'વક્ત', અશોક કુમાર અને રાજેન્દ્ર કુમાર સાથે એચ એસ રવૈલની પહેલી મુસ્લિમ સુપરહિટ ફિલ્મ 'મેરે મહેબૂબ', રાજેન્દ્ર કુમાર અને ફિરોઝ ખાન સાથેની રામાનંદ સાગરની 'આરઝૂ' એની કેટલીક યાદગાર ફિલ્મો છે. એના સૌંદર્યના દિવાના એ સમયમાં ઘણા હતા.

પછીથી એણે ફિલ્મ સર્જક આર કે નય્યર સાથે લગ્ન કર્યાં હતાં. સાંતાક્રૂઝમાં એ જે બંગલામાં રહે છે ત્યાં એક માથાભારે ગણાતા બિલ્ડર સાથે છેલ્લા કેટલાક સમયથી એને ખટરાગ ચાલતો હતો અને એણે એક કરતાં વધુ વખત મુંબઇના પોલીસ કમિશનરને પત્ર લખીને સુરક્ષાની માગણી પણ કરી હતી.

આશા પારેખ, નંદા, વહીદા રહેમાન વગેરે સાથે એને બહુ સારા સંબંધો હતા અને ઘણીવાર આ અભિનેત્રીઓ મુસ્લિમ મહિલા જેવો બૂરખો પહેરીને ફિલ્મો જોવા કે ટોચની હૉટલોમાં લંચ ડિનર માણવા જતાં.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો