સાપસીડી
સાપસીડી અથવા સાપ અને સીડી (હિન્દી:सांपसीढ़ी) ભારતીય ઉપખંડમાં પ્રાચીન કાળથી ચાલી આવેલ એક રમત છે, કે જે બોર્ડ પર રમાય છે[૧]. મોટે ભાગે, આ રમત બાળકોમાં ખૂબ જ લોકપ્રિય છે. તેની શોધ ભારતમાં થઈ હતી. તે સમયમાં આ રમત મોક્ષપથ અથવા પરમ્ પદમ્ નામથી પ્રચલિત હતી. આ રમતનો પહેલાં હિન્દુ ધર્મના મૂળભૂત સિદ્ધાંતોના શિક્ષણ આપતી વખતે ઉપયોગ કરવામાં આવતો હતો. બ્રિટિશરોએ આ રમતને Snakes and Ladders નામ વડે પ્રચલિત કરી છે. તે તેરમી સદીમાં થઈ ગયેલા જ્ઞાનેશ્વર નામના સંતની શોધ હતી એમ માનવામાં આવે છે, પરંતુ કેટલાક સ્રોતો અનુસાર બીજી સહસ્ત્રાબ્દિના સમયમાં શોધાયેલ છે"[૨][૩]
ચોરસ પાસા વડે રમાતી આ રમત, કોડી કે છીપલાં વડે પણ રમી શકાય છે. પાસા ફેંકીને તેની સંખ્યા મુજબના ખાનાં ગણી, મહોરાને આગળ વધારતા જવાનું હોય છે. પરંતુ જો આગળ વધતાં સીડીનું ખાનું આવે તો સીડી વડે ઉપર ચડવાનું હોય છે, જ્યારે સાપના મોં વાળા ખાનામાં આવે તો એની પુંછડી સુધી નીચે ઉતરવાનું હોય છે. આ રમત બોધ આપે છે કે જીવનમાં સદ્ગુણોનું પ્રતીક સીડી છે, જ્યારે સાપ એ દુર્ગુણોનું પ્રતીક છે. સદ્ગુણો જીવનને ઉન્નત બનાવે છે, જ્યારે દુર્ગુણો જીવંતનું અધઃપતન કરે છે[૪].
આજના જમાનામાં પણ દરેક રમકડાંની દુકાને મળતી આ રમત બાળકોમાં અત્યંત લોકપ્રિય છે[૫].
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2011-06-09 પર સંગ્રહિત. મેળવેલ 2018-11-28.
- ↑ Althoen, S. C.; King, L.; Schilling, K. (March 1993). "How Long Is a Game of Snakes and Ladders?". The Mathematical Gazette (The Mathematical Association) 77 (478): 71–76. doi:10.2307/3619261. JSTOR 3619261
- ↑ Augustyn, Frederick J (2004). Dictionary of toys and games in American popular culture. Haworth Press. ISBN 0-7890-1504-8..
- ↑ Bell, R. C. (1983). "Snakes and Ladders". The Boardgame Book. Exeter Books. પૃષ્ઠ 134–35. ISBN 0-671-06030-9. CS1 maint: discouraged parameter (link)
- ↑ Pritchard, D. B. (1994), "Snakes and Ladders", The Family Book of Games, Brockhampton Press, p. 162, ISBN 1-86019-021-9
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- જૈન શૈલી (Jain version of Snakes and Ladders) વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝીયમ (Victoria and Albert Museum) ખાતે નિદર્શન
- લીલા (Leela, the Game of Knowledge), હિન્દુ શૈલી
- Shatranj Irfani સુફી શૈલી મુજબ (Indian Sufi version XIX century) સંગ્રહિત ૨૦૧૮-૧૧-૧૭ ના રોજ વેબેક મશિન