સાબરમતી આશ્રમ ગૌશાળા
સાબરમતી આશ્રમ ગૌશાળાએ અમદાવાદમાં સાબરમતી આશ્રમની બાજુમાં આવેલી ગૌશાળા છે.[૧][૨] અત્યારે તે જનીન સુધાર અને પ્રજનન તકનિકીથી પશુ અને ખેતીમાં ઉત્પાદકતા વધારવા માટે કરાતાં સંશોધનોનું પ્રમુખ કેન્દ્ર છે.[૩]
ઈતિહાસ
ફેરફાર કરોગાંધીજીના દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા બાદ તેમના દ્વારા કોચરબ આશ્રમની સ્થાપના ૨૫મી મે ૧૯૧૫ના રોજ કરવામાં આવી. ત્યારબાદ, ગૌસેવા, ખેતી અને અન્ય રચનાત્મક કાર્યો કરવા માટે જગ્યાને સાબરમતીના ખુલ્લા સમતલ પર લઈ જવામાં આવી. ૧૯૧૫માં આશ્રમવાસીઓને દૂધ પૂરું પાડવા માટે ગૌશાળાની સ્થાપના થઈ.[૪]
આઝાદી પછી સાબરમતી આશ્રમમાંથી ૬ ટ્રસ્ટોની સ્થાપના થઈ જેમાંનો એક સાબરમતી આશ્રમ ગૌશાળા ટ્ર્સ્ટ હતો. ૧૯૭૩માં ટ્રસ્ટીઓ વડે ગૌશાળાને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડને સોંપી દેવામાં આવી.[૪]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ Sep 21, Paul John / TNN / Updated:; 2020; Ist, 08:38. "Gujarat: Govt to restore Mahatma Gandhi ashram's heritage to what it was 71 years ago | Ahmedabad News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2020-10-02.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
- ↑ "No official word on ashram revamp, residents anxious: Sabarmati trust". The Indian Express (અંગ્રેજીમાં). 2020-01-25. મેળવેલ 2020-10-02.
- ↑ "Sabarmati Ashram Gaushala" (અંગ્રેજીમાં). મેળવેલ 2020-10-02.
- ↑ ૪.૦ ૪.૧ "History | Sabarmati Ashram Gaushala" (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-06-16 પર સંગ્રહિત. મેળવેલ 2020-10-02.