સામો

એક ધાન્ય અને એની વનસ્પતિ

સામો કે સાંબો અથવા મોરિયો કે મોરૈયો એક ખડધાન્ય છે જે વાનસ્પતિક દૃષ્ટિએ ઘાસના બીજ છે. એ ઘાસનું વૈજ્ઞાનિક નામ ઍચિનોક્લોઅ કોલોના (Echinochloa colona) છે. ભારતીય સંસ્કૃતિમાં ઉપવાસના દિવસોમાં સામો કે મોરિયાની ખીચડી[] અને અન્ય વ્યંજનો બનાવીને ખવાય છે. સંસ્કૃતમાં આને શ્યામક/શ્યામાક (श्यामक/श्यामाक) અને પ્રાકૃત ભાષામાં તેને સામય(सामय) કહે છે. હિંદીમાં તેને સાંવાં (साँवाँ) અને મરાઠીમાં આને "વરી ચા તાંદુળ" (वरी चा तांदुळ) કે સાંવા (सांवा) કહેવાય છે.

સામો
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): સપુષ્પી
(unranked): એકદળી
(unranked): કોમ્મેલિનિડ્સ
Order: પોએલ્સ
Family: પોએસી
Subfamily: પેનીકોઇડી
Genus: ઍચિનોક્લોઆ (Echinochloa)
Species: કોલોના (E. colona)
દ્વિનામી નામ
ઍચિનોક્લોઆ કોલોના (Echinochloa colona)
લિનિયસ (L.) લિન્ક (Johann Heinrich Friedrich Link)
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ
  • Panicum colonum L.
  • Echinochloa colonum (L.) Link (lapsus)
  • Echinochloa equitans (Hochst ex A. Rich.) Hubb. ex Troup.
  • Echinochloa zonalis (Guss.) Parl.
  • Milium colonum (L.) Moench
  • Oplismenus clonus (L.) Kunth
  • Oplismenus muticus Philippi
  • Oplismenus repens J. Presl
  • Panicum equitans Hochst. ex A. Rich.
  • Panicum incertum Bosc ex Steud.
  • Panicum musei Steud.
  • Panicum prorepens Steud.
  • Panicum zonale Guss.

પહેલાના કાળમાં આ જાતિનું વર્ગીકરણ પેનીકમ પ્રજાતિમાં કરાતું હતું. આ ઘાસ ઍચિનોક્લોઆ ફ્રમેન્ટેશિયા એટલે કે સાવા મીલેટનો જંગલી પૂર્વજ મનાય છે.[]

તેનાં પાન લાંબાં અને સાંકડાં થાય છે. ફૂલની ચમરી પાસે પાસે આવેલી, ધોળા રંગની હોય છે. છે. આ ધાન્યને ખોદતાં તેમાંથી નાના કણના ચોખા નીકળે છે. આ ઘાસ ઢોરને વિશેષ ખવરાવે છે. સામાના દાણા માણસો ખાય છે. ઋષિવ્રતમાં તે ફરાળ તરીકે ખવાય છે. ભાદરવા સુદ પાંચમે તે ખાવાનું માહાત્મ્ય છે. આયુર્વેદિક મત પ્રમાને સામો ગુણે શોષક, વાતલ, કફઘ્ન અને પિત્તહર છે.[]

વહેંચણી અને સ્થાન

ફેરફાર કરો

વગર ખેડ્યે કે વાવ્યે આ ખડધાન્ય ઉગી નીકળતું હોય છે.[] આ ઘાસ સમષીતોષ્ણ એશિયા અને આફ્રિકાના ખેતરોમાં અને રસ્તાની બાજુએ ઉગતું જોવા મળે છે. ઉત્તર અમેરિકામાં આનું અનુકૂલન કરવામાં આવ્યું છે.[]

  1. "ઇઝીકુકબુક પર વાનગીની રીત". મૂળ માંથી 2013-02-15 પર સંગ્રહિત. મેળવેલ 2013-08-15.
  2. Hilu, Khidir W. (1994). "Evidence from RAPD markers in the evolution of Echinochloa millets (Poaceae)". Plant Systematics and Evolution. 189 (3): 247–257. doi:10.1007/BF00939730. |access-date= requires |url= (મદદ)
  3. ગુજરાતી લેક્સિકોન - સામો
  4. ગુજરાતી લેક્સિકોન - સામો
  5. "Echinochloa colona". Natural Resources Conservation Service PLANTS Database. USDA.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો