સારનાથનો સ્તંભ એ ભારતની શ્રેષ્ઠ શિલ્પકલાના શ્રેષ્ઠ નમૂનાઓમાંંનો એક છે. આ સ્તંભ ઉત્તર પ્રદેશના કાશીથી સાત માઇલ ઉત્તર પૂર્વ દિશામાં આવેલો છે. ઇ.સ. પૂર્વે ત્રીજી સદીમાં મૌર્ય વંશના શાસક રાજા અશોકે આ સ્તંભ બંધાવ્યો હતો. રાજા અશોક યુદ્ધથી કંટાળીને શાંતિની શોધમાં નીકળ્યા ત્યારે અહીં સારનાથમાં તેમને શાંતિનો અનુભવ થયો. જ્ઞાન પ્રાપ્તિ કર્યા બાદ ભગવાન બુદ્ધ એ પોતાનો પ્રથમ ઉપદેશ અહીંથી જ આપ્યો હતો. તેથી ભગવાન બુદ્ધના વિચારોથી પ્રભાવિત થઈને અશોકે ઇ,સ. પૂર્વે ત્રીજી સદીમાં અહીં સ્તંભ બનાવડાવ્યો.

આ સ્તંભ લાલ અને સફેદ એમ બે પ્રકારના પથ્થરોથી બનાવેલ છે. સ્તંભની ઉંચાઈ 40 થી 50 ફીટ છે. આ સ્તંભમાં ટોચ પર ચાર સિંહોની પ્રતિમાઓ છે જે પરસ્પર એકબીજાને અડકીને ઉભેલ છે. ચારેય સિંહોની નીચે એક એક ચક્ર અંકિત કરેલ છે. જે ધર્મનો વિજય બતાવતું હોવાથી ધર્મામચક્ર તરીકે પણ ઓળખાય છેેે . સ્વતંંત્ર ભારતના રાષ્ટ્ર ધ્વજમાં પણ આ ચક્રને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં 24 આરા છે. ચાર સિંહોની આકૃતિને ભારતના રાષ્ટ્ર ચિહ્ન તરીકે સ્થાન આપેલ છે. આ ઉપરાંત ચાર ચક્રોની વચ્ચે હાથી ઘોડા અને બળદની આકૃતિઓ આ સ્તંભમાં આવેલી છે.