સારાવાક ગુફા
સારાવાક ગુફા (અંગ્રેજી:Sarawak Chamber) મલેશિયા દેશના સારાવાક રાજ્યમાં બોર્નેઓ ટાપુ ઉપર 'ગુઆ નસીબ બગુસ' (Good Luck Cave) ખાતે વિશાળ જમીનની અંદર આવેલી ગુફા છે. આ સ્થળ ગુનુંગ મુલુ રાષ્ટ્રીય ઉદ્યાનના વિસ્તારમાં આવેલું છે. આ ગુફા આખા વિશ્વમાં જમીનની નીચે આવેલી ગુફાઓ પૈકી સૌથી મોટી ગુફા ગણાય છે.
આ ગુફાની શોધ એન્ડી એવિસ, ડેવ ચેકલી અને ટોની વ્હાઇટ નામના અનુભવી ગુફાશાસ્ત્રીઓએ કરી હતી. આ ત્રિપુટીનું વતન વિલાયત એટલે કે ઇંગ્લેન્ડ હતું. આ અંગ્રેજ ત્રિપુટી ઇ.સ. ૧૯૮૧ના વર્ષમાં બોર્નેઓ ટાપુના ઉત્તર ભાગમાં પર ગુનુંગ મુલુ નેશનલ પાર્કના વણખેડ્યા ગાઢ જંગલ વિસ્તારમાં નવી ગુફાઓ વિશે સંશોધન અને મોજણીનું અભિયાન બેન લ્યોન નામના ગુફાશાસ્ત્રીની આગેવાની હેઠળ કરી રહી હતી, તે દરમ્યાન એમને આ ગુફા મળી આવી હતી. આ ગુફા ૨૩૦૦ ફુટ લાંબી, ૧૩૦૦ ફુટ પહોળી તેમ જ ૨૩૦ ફુટ ઊંચી છે. આમ આ વિશાળ ગુફામાં ૧૦ મહાકાય જેટ વિમાનો સમાઇ શકે. ગુફાના પ્રવેશદ્વાર પર નાનકડું ઝરણું છે. ગુફામાં પ્રવેશ કરવા માટે પાણીમાં તરીને જવું પડે છે.
સંદર્ભ
ફેરફાર કરો- Reader's Digest Ltd. (1989). Facts and Fallacies - Stories of the Strange and Unusual. Reader's Digest Ltd. Page 14-15. ISBN 0864380879.
- Time Life Books. Earth Series - Underground Worlds. Time Life Books.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- માઉન્ટ મુલુ ખાતેની ખીણમાં આવેલી ગુફાઓ વિશે વિસ્તારપૂર્વક માહિતી Good Luck Cave સંગ્રહિત ૨૦૧૦-૦૪-૧૨ ના રોજ વેબેક મશિન
- ટુંકી માહિતી description www.showcaves.com ઉપર માહિતી