સાર પાસ ટ્રેક
સાર પાસ (અંગ્રેજી: Sar Pass) ટ્રેક ઉત્તર ભારતના હિમાચલ પ્રદેશ રાજ્યમાં કુલ્લુ જિલ્લામાં આવેલ પાર્વતી ખીણમાં આવેલ એક પર્વતીય આરોહણ માર્ગ (ટ્રેક) છે. સાર પાસ ટ્રેક કરવા દર વર્ષે વિવિધ જૂથો દ્વારા આયોજન કરવામાં આવે છે, જેમાં બેકપેક જાઉન્ટ્સ, યુથ હોસ્ટેલ્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા અને અન્ય ઘણા જૂથો છે. આ ટ્રેક સૌથી પડકારરૂપ અને મુશ્કેલ પર્વતારોહણ ગણાય છે.
સાર પાસ
सार दर्रा | |
---|---|
પર્વતીય આરોહણ માર્ગ | |
અક્ષાંશ-રેખાંશ: 32°04′12″N 77°23′18″E / 32.07°N 77.388455°E | |
દેશ | ભારત |
રાજ્ય | હિમાચલ પ્રદેશ |
જિલ્લો | કુલ્લુ |
ઊંચાઇ | ૪,૨૨૦ m (૧૩૮૫૦ ft) |
ભાષાઓ | |
• અધિકૃત | હિંદી |
• સ્થાનિક | કુલ્લૂ ભાષા |
સાર એટલે સ્થાનિક બોલીમાં એનો અર્થ તળાવ થાય છે. ટ્રેકિંગ સમયે સમગ્ર માર્ગમાંથી જ્યારે ટિલા લોટની (Tila Lotni) થી બિસ્કેરી રીજ (Biskeri Ridge) જવા માટે એક નાના થીજેલા તળાવને પસાર કરવું પડે છે અને તેથી તેનું નામ સાર પાસ ટ્રેક કહેવાય છે.
ઇતિહાસ
ફેરફાર કરોબેકપેક જાઉન્ટ્સ (Backpack Jaunts) સંગ્રહિત ૨૦૧૮-૧૨-૨૨ ના રોજ વેબેક મશિન, કૈલાસ રથ (Kailash Rath),[૧] ટ્રિપહિપ્પી (TripHippie),[૨] 'અને યુથ હોસ્ટેલ્સ ઓફ ઈન્ડિયા (YHAI) દ્વારા હાથ ધરવામાં ગ્રહણ (૭૭૦૦ ફૂટ) બેઝ કેમ્પ પછીનો પ્રથમ કેમ્પ હોય છે. ત્યારબાદ પાદરી (૮૯૦૦ ફૂટ), મિન્હ થાચ (૧૦૭૦૦ ફૂટ), નગારુ (૧૨૫૦૦ ફૂટ), બિસ્કેરી (૧૧૦૦૦ ફૂટ) અને ભંડક થાચ (૮૦૦૦ ફૂટ) થઈ આરોહણ કરવામાં આવે છે. માત્ર વર્ષ ૨૦૦૭થી, આ માર્ગ બદલવામાં આવેલ છે. હવે કેમ્પ પર્વતની ધાર (ridge) પર કરવામાં આવે છે, જે સામાન્ય આંખોથી પણ ગ્રહણથી પણ જોઈ શકાય છે. તે સામાન્ય રીતે મે મહિનામાં વારંવાર થતા હિમપાતને કારણે બરફનો માર્ગમાં આવરી લેવા માટે કરવામાં આવે છે.
વર્ષ ૨૦૧૧ પહેલાંના ૮ વર્ષ ટ્રેક કરવા માટે કસોલ બેઝ કેમ્પ શિબિર મારફતે ઉંચધાર (Unchdhar), શીલા ગામ, ગૌના પાની, ફૌલ પાની, ઝીરમી (Zirmi), ટિલા લોટની (Tila Lotni) - સાર પાસ, બિસ્કેરી, ભંડક થાચ માર્ગ વપરાતો હતો, પરંતુ જૂનો ટ્રેક માર્ગ ગ્રહણ ગામ થઈને ૨૦૧૧ના વર્ષથી પુન: શરૂ કરવામાં આવેલ છે.
ગ્રહણ ગામ
ફેરફાર કરોગ્રહણ ગામ પાર્વતી નદીના ખીણ પ્રદેશની ઊંડાઈમાં આવેલ ઉપનદી પર આવેલ નાનું ગામ છે, જે કસોલ થી શરૂ થતા સાર પાસ આરોહણ રૂટ પર આવે છે. દરેક ગામ દેવતાઓના પ્રદેશમાં આવેલ છે. ગ્રહણના દેવતા 'યજ્ઞ મહર્ષિ' છે, જેમણે તેમના ગામમાં દારૂ પીવા પર કડક પ્રતિબંધ મૂકેલ છે. દારૂ વપરાશ બદલ ગંભીર પરિણામો આવી શકે છે, જેમ કે ભારે દંડ વગેરે.
આ ગામના લોકો મૂળ બે પરિવારોમાંથી આવે છે અને તેમના લગ્ન અન્ય બીજા પરિવાર સાથે જ કરવા ફરજિયાત છે, બહારના અન્ય કુટુંબના સભ્ય અથવા પરદેશી સાથે લગ્ન કરી શકાતા નથી.
પ્રવાસ-રૂપરેખા
ફેરફાર કરોકૈલાસ રથ[૩]
ફેરફાર કરો- દિવસ ૧: રુમસુ બેઝ કેમ્પ પર પહોંચવું.
- દિવસ ૨: જીપ રાઇડ કસોલ સુધી અને ગ્રહણ ગામ સુધી ટ્રેક. સમયગાળો ૪ -૫ કલાક . પડાવ ગ્રહણ ગામ ખાતે.
- દિવસ ૩: મિન્હ થાચ સુધી ટ્રેક. સમયગાળો ૩-૪ કલાક . રાત્રીરોકાણ મિન્હ થાચ કેમ્પ સાઇટ ખાતે.
- દિવસ ૪: નગારુ સુધી ટ્રેક. સમયગાળો ૪-૬ કલાક . રાત્રીરોકાણ નગારુ ખાતે.
- દિવસ ૫: બિસ્કેરી થાચ સુધી ટ્રેક વાયા સાર પાસ. સમયગાળો ૬-૮ કલાક . રાત્રીરોકાણ બિસ્કેરી થાચ ખાતે તંબુમાં.
- દિવસ ૬: બારશૈની સુધી ટ્રેક સમયગાળો ૪-૫ કલાક અને રુમસુ જવા જીપ રાઇડ. સમયગાળો 2-3 કલાક.. . રાત્રીરોકાણ રુમસુ બેઝ કેમ્પ ખાતે.
- દિવસ ૭: પ્રસ્થાન રુમસુ ખાતે નાસ્તો કર્યા પછી.
YHAI
ફેરફાર કરો- દિવસ 1: કસોલ બેઝ કેમ્પ
- દિવસ 2: ગ્રહણ ગામ
- દિવસ 3: પાદરી
- દિવસ 4: મિંગ થાચ
- દિવસ 5: નગારુ
- દિવસ 6: બિસ્કેરી
- દિવસ 7: ભંડક થાચ
માર્ગ-દર્શન
ફેરફાર કરોહવાઈ માર્ગે
ફેરફાર કરોનજીકનું હવાઈ મથક ભૂંટર એરપોર્ટ (IATA code KUU) રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૨૧ પર ભૂંટર નગર પાસે આવેલ છે, જે રુમસુ થી દક્ષિણમાં ૩૨.૩ કિલોમીટર અંતરે અને કુલ્લુ નગર થી દક્ષિણમાં ૧૦ કિલોમીટરના અંતરે આવેલ છે. આ હવાઈ મથક કુલ્લુ-મનાલી એરપોર્ટ તરીકે પણ ઓળખાય છે અને અહીં એક કિલોમીટર કરતાં વધુ લાંબો રનવે છે. એર ઇન્ડિયા અને કેટલીક ખાનગી એરલાઇન્સની નિયમિત ફ્લાઈટ એરપોર્ટ પરથી ઉપલબ્ધ છે. તાજેતરમાં હિમાલયન બુલ્સ સાથે મળીને ડેક્કન ચાર્ટર્સ દ્વારા કુલ્લુ-ચંદીગઢ-કુલ્લુ એક દિવસમાં ત્રણ વખત શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત હિમાલિયનબુલ્સ.કોમ દ્વારા દિલ્હી અને ભૂંટર માટે દૈનિક હવાઈ સેવા (મંગળવાર સિવાય) શરૂ કરવામાં આવી છે. ચંદીગઢ એરપોર્ટ નજીકનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે.
સડક માર્ગે
ફેરફાર કરોભૂંટરથી ૩૦ કિ. મી. અંતરે કસોલ પહોંચી શકાય છે. દિલ્હી થી નેશનલ હાઇવે NH 1 પર અંબાલા સુધી અને ત્યાંથી NH ૨૨ પર ચંદીગઢ અને ત્યાંથી નેશનલ હાઇવે NH21 દ્વારા બિલાસપુર, સુંદેરનાગર, મંડી અને કુલ્લુ નગર પહોંચી શકાય છે. આ માર્ગ પર ચંદીગઢ થી મનાલી ૩૧૬ કિલોમીટરના અંતરે છે અને દિલ્હી થી મનાલીનું કુલ અંતર ૫૬૬ કિલોમીટર છે. બસો (વોલ્વો અને મર્સિડીઝ બેન્ઝ સહિત) આ રૂટ પર બધા મુખ્ય બસ ટર્મિનલથી ઉપલબ્ધ છે.
રેલ માર્ગે
ફેરફાર કરોકસોલ પહોંચવા માટે રેલવે દ્વારા સૌથી નજીકનું બ્રોડ ગેજ સ્ટેશન ચંદીગઢ (૨૭૫ કિલોમીટર), પઠાણકોટ (૩૨૫ કિલોમીટર) અને કાલકા (૩૧૦ કિલોમીટર) છે. નજીકનું નેરો ગેજ રેલ્વે સ્ટેશન જોગીન્દરનગર (૧૩૫ કિલોમીટર) છે.
આ વિસ્તાર માટે બિલાસપુર-મંડી-લેહ રેલવે માર્ગ સૂચિત કરવામાં આવેલ છે.
છબીઓ
ફેરફાર કરો-
કસોલ બેઝ કેમ્પ-૧
-
ગ્રહણ ગામ પડાવ-૨
-
પાદરી પડાવ-૩
-
મિન્હ થાચ પડાવ-૪
-
નગારુ-કેમ્પ-૫
-
બિસ્કેરી-કેમ્પ-૬
-
ભંડક થાચ-કેમ્પ-૭