સિંગાપુર
સિંગાપુર વિશ્વ ના પ્રમુખ બંદર અને વ્યાપારિક કેંદ્રોં માં એક છે. આ દક્ષિણ એશિયા માં મલેશિયા તથા ઇંડોનેશિયા ની વચ્ચે સ્થિત છે.
સિંગાપુર ગણરાજ્ય | |
---|---|
રાજચિહ્ન
| |
સૂત્ર: Majulah Singapura માજુલાહ સિંગાપુરા (પ્રગતિશીલ સિંગાપુર) | |
રાષ્ટ્રગીત: માજુલાહ સિંગાપુરા | |
Location of સિંગાપુર | |
રાજધાની | સિંગાપુર નગર |
અધિકૃત ભાષાઓ | અંગ્રેજ઼ી (પ્રધાન), મલય (રાષ્ટ્રીય), ચીની અને તમિલ |
લોકોની ઓળખ | સિંગાપુરી |
સરકાર | સંસદીય ગણરાજ્ય |
સંસદ | સંસદ |
ગઠન | |
• જળ (%) | ૧.૪૪૪ |
વસ્તી | |
• ૨૦૦૮ અંદાજીત | ૪,૮૩૯,૪૦૦ (૧૧૪મો) |
• ૨૦૦૦ વસ્તી ગણતરી | ૪,૧૧૭,૭૦૦ |
GDP (PPP) | ૨૦૦૮ અંદાજીત |
• કુલ | $૨૩૮.૭૫૫ અબજ (-) |
• Per capita | $૫૧,૧૪૨ (-) |
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૮) | ![]() ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૨૮ |
ચલણ | સિંગાપુર ડૉલર (એસજીડી) |
સમય વિસ્તાર | UTC+૮ (એસએસટી) |
• ઉનાળુ (DST) | UTC- (-) |
ટેલિફોન કોડ | ૬૫૨ |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .sg |
સિંગાપુર નગર-દેશ છે. |

સિંગાપુર એટલે કે સિંહોનું નગર. એટલે કે આને સિંહોં નો શહેર કહે છે. અહીં ઘણાં ધર્મોં માં વિશ્વાસ રાખવાવાળા, વિભિન્ન દેશોંની સંસ્કૃતિ, ઇતિહાસ તથા ભાષાના લોકો એક બની રહે છે. મુખ્ય રૂપે અહીંયા ચીની તથા અઁગ્રેજી બંને ભાષાઓ પ્રચલિત છે. આકારમાં મુંબઈથી થોડા નાના આ દેશમાં વસવા વાળી લગભગ ૩૫ લાખની વસતિમાં ચીની, મલય તથા ૮ ટકા ભારતીય લોકો રહે છે.
આધુનિક સિંગાપુર
ફેરફાર કરોદક્ષિણ-પૂર્વ એશિયામાં, નિકોબાર દ્વીપ સમૂહથી લગભગ ૧૫૦૦ કિ.મી. દૂર એક નાનો, સુંદર અને વિકસિત દેશ સિંગાપુર પાછલા વીસ વર્ષોંથી પર્યટન અને વ્યાપારના એક પ્રમુખ કેંદ્રના રૂપેમાં ઉભરી આવ્યો છે. આધુનિક સિંગાપુરની સ્થાપના સન્ ૧૮૧૯માં સર સ્ટેમફોર્ડ રેફલ્સએ કરી, જેમને ઈસ્ટ ઇંડિયા કંપનીના અધિકારીના રૂપમાં દિલ્લી સ્થિત તત્કાલીન વૉયસરાય દ્વારા કંપની નો વ્યાપાર વધારવા હેતુ સિંગાપુર મોકલાવ્યા હતા. આજે પણ સિંગાપુર ડૉલર અને સેંટ ના સિક્કા પર આધુનિક નામ સિંગાપુર અને જુનુ નામ સિંગાપુરા અંકિત રહે છે. સન્ ૧૯૬૫માં મલેશિયાથી અલગ થઈ નવા સિંગાપુર રાષ્ટ્ર નો ઉદય થયો. કિંવદંતી છે કે ચૌદમી શતાબ્દીમાં સુમાત્રા દ્વીપના એક હિંદુ રાજકુમાર જ્યારે શિકાર હેતુ સિંગાપુર દ્વીપ પર ગયા તો ત્યાં જંગલમાં સિંહોને જોઈ તેણે ઉક્ત દ્વીપનું નામકરણ સિંગાપુરા અર્થાત સિંહોનો દ્વીપ કરી દીધું.
અર્થવ્યવસ્થા
ફેરફાર કરોઅર્થશાસ્ત્રીઓએ સિંગાપુરને 'આધુનિક ચમત્કાર' તરીકેની ઉપમા આપી છે. અહીંના બધા જ પ્રાકૃતિક સંસાધન અહીંયા ના નિવાસી જ છે. અહીં પાણી મલેશિયાથી, દૂધ, ફળ તેમ જ શાકભાજી ન્યૂઝીલેન્ડ તથા ઑસ્ટ્રેલિયાથી દાળ, ચોખા તેમ જ અન્ય રોજિંદા ઉપયોગની વસ્તુઓ થાઈલેન્ડ, ઇંડોનેશિયા વગેરે દેશોમાંથી આયાત કરવામાં આવે છે.
પર્યટન
ફેરફાર કરોસિંગાપુરના પ્રમુખ દર્શનીય સ્થળોમાં અહીંયાના ત્રણ સંગ્રહાલય, જૂરોંગ બર્ડ પાર્ક, રેપ્ટાઇલ પાર્ક, ઝૂલૉજિકલ ગાર્ડન, સાયંસ સેંટર સેંટોસા દ્વીપ, પાર્લિયામાંટ હાઉસ, હિન્દુ, ચીની તથા બૌદ્ધ મંદિર તથા ચીની અને જાપાની બાગ જોવા લાયક છે. સિંગાપુર મ્યૂજિયમમાં સિંગાપુરની આઝાદી ની વાર્તા આકર્ષક થ્રી-ડી વીડિયો શો દ્વારા બતાડવામાં આવે છે. આ આઝાદી ની લડ઼ાઈમાં ભારતીયોં નું પણ મહત્વપૂર્ણ યોગદાન હતું.
સિંગાપોર ખાતે કેનેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ]]કલ્ચર મ્યૂજિયમ માં વિભિન્ન જાતિઓ ના તહેવારોને પ્રદર્શિત કરાયો છે, જેમાં દશેરા, દીવાળી તથા તેમનું મહત્વ બતાવાયું છે. ૬૦૦ પ્રજાતિઓ અને ૮૦૦૦ થી વધુ પક્ષીઓ ના સંગ્રહ સાથે જુરોંગ બર્ડ પાર્ક એશિયા-પ્રશાંત ક્ષેત્ર નો સૌથી મોટું પક્ષી પાર્ક છે. દક્ષિણી ધ્રુવનું કૃત્રિમ વાતાવરણ બનાવી અહીંયા પેંગ્વિન પક્ષી રખાયા છે. ૩૦ મીટર ઊઁચા માનવ નિર્મિત જલપ્રપાત અને ઑલ સ્ટાર બર્ડ શો જેમાં પક્ષી ટેલીફોન પર વાત કરે છે, જે અન્ય પ્રમુખ આકર્ષણ છે.
રેપ્ટાઇલ પાર્ક માં ૧૦ ફુટ લાંબા જીવતા મગરમચ્છના મોંમાં પ્રશિક્ષક દ્વારા પોતાનું મોં નાખવાના અને કોબરા સાઁપનું ચુંબન લેવા જેવા રોમાંચકારી હર્તબ છે. ઝૂલૉજિકલ ગાર્ડનમાં એનિમલ ફીડિંગ શો સી લાયન ડાંસ શો આદિ દર્શકોં નો મન મોહી લે છે.
આ પણ જુઓ
ફેરફાર કરો- wikt:સિંગાપુર (વિક્ષનરી)