સિંગાપુરી ચેરી
સિંગાપુરી ચેરી અથવા જમૈકન ચેરી એ એક વૃક્ષ છે. આ વૃક્ષ રુદ્રાક્ષ કૂળનું, મધ્યમ કદની ઉંચાઈ ધરાવતું, મધ્ય અમેરિકાનું વતની[૧] છે. આ વૃક્ષ ઝડપથી અને નબળી જમીનમાં પણ આસાનીથી ઊગી શકે છે અને બે વર્ષના ટૂંકા ગાળામાં ૪-૬ મીટર જેટલું ઊંચું થઈ જાય છે. સદાહરિત રહેતા આ વૃક્ષને ઘરઆંગણે, બાગ-બગીચામાં કે રસ્તાકિનારે વાવી શકાય છે. આ વૃક્ષને મરાઠી ભાષમાં પાંચારા (पांचारा), તમિલ ભાષામાં તેન્ પળ્મ (தேன் பழம்) તરીકે અને લેટીન ભાષામાં મન્ટીંજ્યા કેલબરા (Muntingia calabura) તરીકે ઓળખવામાં આવે છે.
સિંગાપુરી ચેરી | |
---|---|
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Plantae |
(unranked): | Angiosperms |
(unranked): | Eudicots |
(unranked): | Rosids |
Order: | Malvales |
Family: | રુદ્રાક્ષ |
Genus: | ''Muntingia'' L. |
Species: | ''M. calabura'' |
દ્વિનામી નામ | |
Muntingia calabura |
ચણીબોર કરતાં સહેજ મોટાં તેનાં ફળ એક-દોઢ સેમી વ્યાસ ધરાવતાં હોય છે, જે અંજીરની માફક અનેક બીજથી ભરપૂર હોય છે. અને આ ફળો બારે માસ આવતાં હોય છે. આ ફળ અપરિપકવ અવસ્થામાં લીલા રંગના અને પરિપકવ અવસ્થામાં લાલ રંગનાં હોય છે. પાકાં ફળ અત્યંત મીઠાં, બુદ્ધિના બાલ (કોટન કેન્ડી) જેવા સ્વાદવાળાં લાગે છે. આ ફળો પક્ષીઓને ભાવતો આહાર હોઈ આ વૃક્ષ પર પક્ષીઓની અવરજવર વધુ રહે છે. પતંગિયાની ઘણી પ્રજાતિઓ આ ઝાડના પાન પર ઈંડા મૂકે છે.
સિંગાપુરી ચેરીનાં પર્ણો સામસામે વારાફરતી લાગેલાં લંબગોળાકાર, ટોચના છેડા પર અણીવાળાં હોય છે. તેનાં ફૂલ સફેદ રંગનાં હોય છે[૨].
સંદર્ભો
ફેરફાર કરો- ↑ Boning, Charles R. (2006). Florida's Best Fruiting Plants:. Sarasota, Florida: Pineapple Press, Inc. પૃષ્ઠ 111.
- ↑ http://www.flowersofindia.net/catalog/slides/Jamaica%20Cherry.html
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- જર્મપ્લાઝ્મ રિસોર્સ ઇમ્ફોર્મેશન નેટવર્ક : Muntingia calabura
- USDA Plants Profile: Muntingia calabura
- Aratiles
- જમૈકન ચેરી વૃક્ષ સંગ્રહિત ૨૦૧૩-૦૫-૦૬ ના રોજ વેબેક મશિન
- Pacific Island Ecosystems: Muntingia calabura સંગ્રહિત ૨૦૧૪-૧૨-૨૭ ના રોજ વેબેક મશિન
- Claude Lévi-Strauss: The use of wild plants in tropical South America