સીતાફળ
સીતફળ એ એક મીઠું બહુ બીજી ફળ છે. તેના વૃક્ષને સીતાફળી કહેવાય છે. આ ફળનું શાસ્ત્રીય નામ એનોના સ્ક્વોમાસા છે. આ ફળ મૂળ અમિરિકાના ઉષ્ણ કટિબંધીય ક્ષેત્રનું મનાય છે. હાલમામ્ તેન્ અકોલંબિયા, એક સાલ્વાડોર, ભારત , બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ફીલીપાઈન્સમાં ઉગાડવામાં આવે છે. આની ઉત્પતિનું ચોક્ક્સ સ્થળ તો જાણી શકાયું નથી. તેમ છતાં તેને જેમૈકા કે કેરેબિયન ક્ષેત્રનું મનાય છે. વિશ્વના અમુક ક્ષેત્રોમાં સીતાફલને કસ્ટર્ડ ઍપલ કહે છે,
Annona squamosa | |
---|---|
Sugar-apple with cross section | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Plantae |
(unranked): | Angiosperms |
(unranked): | Magnoliids |
Order: | Magnoliales |
Family: | Annonaceae |
Genus: | 'Annona' |
Species: | ''A. squamosa'' |
દ્વિનામી નામ | |
Annona squamosa |
આ એક નિત્ય લીલી કે ઉપ નોઇત્ય લીલી વનસ્પતિ છે. તેનું વૃક્ષ નાનકડું હોય છે જે લગભગ ૬થી ૮ મીટર જેટલું ઊંચુ હોય છે.તેના પાન એકાંતરિત, સાદા, લંબગોળ અને ૫-૧૭ સેમી જેટલાં લાંબા અને ૨-૫ સેમી જેટલાં પહોળા હોય છે. તેના ફૂલો ૩થી ૪ના ઝૂમખાં ઊગે છે. તેના ફૂલ ૧.૫થી ૩ સેમી નો ઘેરાવો ધરાવે છે. તેને ત્રણ મોટી અને ત્રણ નાની પાંખડીઓ હોય છે. તેના તળિયે આ પાંખડી પીળલીલા જાંબલી ટપકાં ધરાવે છે.
આનું ફળ પ્રાયઃ ગોળ અને સહેજ શંજુ આકારનો હોય છે. તે ૬થી ૧૦ સેમી મોટું હોય છે. તેનું વજન ૨૩૦ ગ્રામ જેટલું હોય છે. તેની બાહ્ય ત્વચા ભીંગડા જેવી દેખાય છે. આના આકર અનિયમિતની આકારની હોય છે. આ ફળનો ગર મીઠો, સફેદ કે હલકો પીળો હોય છે. તેનો સ્વાદ કસ્ટર્ડ જેવો હોય છે. આ ફળનો ખાવાલાયક પદાર્થ તેની બીયા પર આવરણ સ્વરૂપે હોય છે. જેમ કે ટમેટાના બીજ પર પણ હોય છે. આના ફળોને એક અનેરી મીઠી સુગંધ હોય છે. તેનું ગર એકદમ પાકેલા પેરુના મધ્ય ગર જેવું હોય છે. જોકે સીતા ફળનો ગર થોડો દાણે દાર હોય છે. તે ઘણું ચીકણું, લીસું અને નરમ હોય છે. સમગ્ર ફળમાં બીજ એક સરખા વેચાયેલા હોય છે. આના બીજ કાળાશ પડતા રંગના હોય છે. તેલગભગ ૧૮ મિમી જેટલા હોય છે તેઓ કઠણ, લાંબા અને ચળકતા હોય છે.
હાલમાં સીતાફળની નવી જાતિઓ પણ વિકસાવવામાં આવે છે. તાઈવાનમાં અતેમોયા નામનું સીતાફળ મળે છે. જેને અનાનસ-સીતાફળ પણ કહે છે. આ ફળ સીતાફળને ચેરીમોયાનામના ફળ સાથે સંકરિત કરી વિકસાવાયું છે. આ ફળ તાઈવાનમાં લોકપ્રિય છે જો કે આનો વિકાસ ૧૯૦૮માં અમેરિકામાં થયો હતો, આફળ ની મીઠાશ સીતાફળ જેવી હોય છે પણ સ્વાદમાં ફરક હોય છે. આનો સ્વાદ અનાનસ જેવો હોય છે. આમાં બીજ એક હરોળમાં હોય છે અને ગર વધુ હોય છે અને ગરની વચ્ચે આવેલા કાણામાં બીજ હોય છે. અનોરા પ્રજાતીના અન્ય ફલોથી વિપરીત સીતાફળમાં ગર પણ એક દળ ન હોતા પીસી પીસી માં હોય છે.
ભારતમાં આ ચળ અતા, આર્તીકમ, શરીફા, સીતા પળમ્ તરીકે ઓળખાય છે. કેરળમાં તેને અથાચક્કા કહે છે.
વાવેતર અને વપરાશ
ફેરફાર કરોસીતાફળ વધુ પ્રમાણમાં શક્દ્તિ દાયક ફળ છે. તે ખાદ્ય લોહનો સારો સ્રોત છે. એનોરા પ્રજાતિના ફલોમાં સીતાફળની સૌથી વધુ ખેતી થાય છે. તેને ઈંડોનેશિયા થાઈ લેન્ડ, તાઈવાનમાં ઉગ્ડવામાં આવે છે. દક્ષિણ એશિયામાં તેને ૧૫૯૦ પહેલાં લાવવામાં આવ્યું. યુનાયટેડ સ્ટેટ્સના ફ્લોરિડા અને બ્રાઝિલમાં આ ફળનું ઉત્તરથી દક્ષિણ તરફ પ્રકૃતિકરણ થયું છે. અમુક ક્ષેત્રોમાં આ પ્રજાતિ આક્રમણકારી સાબિત થઈ છે.
એનોરા પ્રજાતિના અન્ય વૃક્ષોની જેમ સીતાફલને ઉષ્ણ કટિબંધીય કે સમષીતોષ્ણ કટિબંધીય વાતાવરણ માફક આવે છે. તેઓને ઉનાળાના ૨૫°સે થી ૪૧°સે અને શીયાળાનું સરાસરી ૧૫°સે જેટલું તાપમાન માફક આવે છે. આ વૃક્ષ ઠડી અને હિમ પ્રત્યે સંવેદનશીલ હોય છે. ૧૦°સે પર તેના પાન કહ્રી પડે છે અને ઠારબિંદુથી બે અંશ નીચે તે મૃત્યુ પામે છે. આંશીક રૂપે તે શુષ્કતા સહન કરે છે. તેને ૭૦૦ મિમીથી વધુ વરસાદની જરૂર રહે છે. સૂકા વાતાવરણમાં તેને સારી રીતે ફળો નથી પાકતા.
આ એક વિપુલ ફલોત્પાદક વૃક્ષ છે. તે બે કે ત્રણ વર્ષમાં ફળો આપવાનું શરૂ કરી દે છે. પાંચ વર્ષનું વૃક્ષ લગભગ ૫૦ ફળો આપે છે. અમેરિકાના ફ્લોરિડા ક્ષેત્રમાં બહુ ઓછા પ્રાકૃતિક પરગનયન કારકો હોય છે આથી ફલીકરણ ઓછું થાય છે. મધમખીઓ માટે સજડ બીડાયેલા ફૂલે ભેદવાનું કઠિન હોય છે. જોકે અહીમ્ હાથ દ્વારા બ્રશની સહાયતા વડે કરાતું પરાગનયન અસરકારક સાબિત થયું છે. ભમરા અને બીટલ એ સીતાફળના પ્રાકૃતિક પરાગવાહકો છે.
ફિકિપાઈન્સમાં ચળ ચામાચિડિયા આને ખાય છે અને તેના બીજ ને એક દ્વીપથી બીજા દ્વીપમાં ફેલાવે છે. ફિલિપાઈન્સમાં એક કંપની સીતાફળમાંથી મદિરા બનાવીને પણ વેચે છે.
આ વૃક્ષ ગ્રેફીયમ ઍગામેમ્નોન નામના પતંગિયા (ટૅલ્ડ જય) ને ઈયળનું યજમાન વૃક્ષ હોય છે.
ભારતમાં અમુક જાતિના લોકો આનો ઉપયોગ કરી કેશવર્ધક ટોનિક બનાવે છે. જૂ અને લીખથી રાહત મેળવવા સીતાફળના બીને વાટીને તેને વાળમાં લગાડવામાં આવે છે. જોકે સીતાફળના બીનો વાળ પર પ્રયોગ કરતી વખતે આંખો બચાવી રાખવી પડે છે કેમકે તેથી આંખોમાં બળતરા થાય છે અને અંધાપો પણ આવે શકે છે. [સંદર્ભ આપો]. આના બીમાંથી ઉકાલીને કાઢેલું તેલ ખેતીમાં જીવ જંતુ વિરુદ્ધ વાપરવામાં આવે છે. સંશોધનમાં જણાયું છે કે આના બીમાંથી કઢાયેલા ઈથરમાંનું ઝેર બે દિવસમાં નામશેષ થઈ જાય છે. તેની તીવ્ર માત્રા બે દિવસ સુધી રહે છે અને પછી તેની સાંદ્રતા ઉતરવા માંડે છે. ૮ દિવસ બાદ તો તેને પ્રતિક્રિયા સાવ નિર્મૂળ થઈ જાય છે.
મેક્સિકોમાં જૂ અને લીખને દૂર રાખવા સીતાફળના પાનને જમીન સાથે રગદોળવામાં આવે છે અને મરઘીના માળામાં મૂકવામાં આવે છે.[૧]
ચિત્રમાળા
ફેરફાર કરો-
સીતાફળને મળતું તાઈવાની ફળ - શુગર ઍપલ (જમણે), અને તાઈવાની અનાનસ શીજા" (ડાબે)
-
પાકેલુ શુગર ઍપલ સરળતથી ખોલી શકાય છે.
-
શુગર ઍપલના બી અને ગર
-
ખાવા માટૅ તૈયાર શુગર ઍપલ
-
શુગર ઍપલનો ગર
-
તાઈવાનના તાઈટુંગ શહેરમાં સુગર ઍપલ
-
બ્રાઝીલના ગોયાનીયામાં શુગર ઍપલ
આ પણ જુઓ
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ Morton, Julia (1987). "Annona squamosa". Fruits of warm climates. પૃષ્ઠ 69. મેળવેલ 6 March 2013.
- Flora of North America: Annona squamosa
- Germplasm Resources Information Network: Annona squamosa
- AgroForestryTree Database: Annona squamosa સંગ્રહિત ૨૦૦૭-૦૩-૧૪ ના રોજ વેબેક મશિન
- Fruits from Americas: Annona squamosa સંગ્રહિત ૨૦૦૬-૦૯-૨૭ ના રોજ વેબેક મશિન
- Pacific Island Ecosystems at Risk: Annona squamosa સંગ્રહિત ૨૦૦૮-૦૫-૧૨ ના રોજ વેબેક મશિન
- Nutritional values
- Gallery of Tropical Fruit
- Huxley, A., ed. (1992). New RHS Dictionary of Gardening. Macmillan.
- Tropical Fruits from India
- ભારતમાં કસ્ટર્ડ એપલ ફાર્મિંગ માહિતી સંગ્રહિત ૨૦૨૧-૦૩-૨૩ ના રોજ વેબેક મશિન (કૃષિ વેબ)