સીમા સુરક્ષા દળ
સીમા સુરક્ષા દળ (બી.એસ.એફ.) (હિંદી: सीमा सुरक्षा बल), (અંગ્રેજી:Border Security Force) એ ભારતીય થલ સેનાનો એક વિભાગ છે. આ દળની સ્થાપના ઈ.સ. ૧૯૬૫ના વર્ષમાં કરવામાં આવી હતી. આ દળની મુખ્ય જવાબદારી દેશની આંતરરાષ્ટ્રીય સરહદો પર સતત નજર રાખવાની છે. વર્તમાન સમયમાં બીએસએફની કુલ ૧૫૭ (એકસો સત્તાવન) બટાલિયનો આવેલી છે અને આ બટાલિયન ટુકડીઓ દ્વારા ૬,૩૮૫.૩૬ કિલોમીટર લંબાઇ ધરાવતી આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષાનું કાર્ય કરે છે, જે પવિત્ર ભૂમિ, દુર્ગમ ભૂમિ રણની ભૂમિ, દરિયા કાંઠા, નદીઓ, પર્વતો તથા ખીણો તેમજ હિમાચ્છાદિત પ્રદેશો સુધી ફેલાયેલી છે. સીમાવર્તી વિસ્તારોમાં રહેનારા લોકોમાં સુરક્ષા જાગૃતિ ફેલાવવાની જવાબદારી પણ સીમા સુરક્ષા દળને સોંપવામાં આવેલી છે. આ ઉપરાંત સરહદ પર થતા ગુનાઓ જેવાકે ચોરી, લૂંટફાટ, ઘુસણખોરી તથા અન્ય ગેરકાયદેસર ગતિવિધીઓને રોકવાની જવાબદારી પણ આ દળને શિરે જ રાખવામાં આવી છે.
ચિત્ર:BSF Emblem.png | |
સ્થાપના | December 1, 1965 |
---|---|
મુખ્યમથકો | Force Head Quarters, Block 10 CGO Complex Lodhi Road New Delhi 110003 |
Raman Srivastava[૧] | |
વેબસાઇટ | bsf.nic.in |
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "Raman Srivastava to be new BSF chief". The Times of India. મેળવેલ December 2, 2009.