સી. એચ. ભાભા

પારસી ઉદ્યોગપતિ અને રાજકારણી

સી. એચ. ભાભા તરીકે જાણીતા કુંવરજી હોરમૂસજી ભાભા પારસી ઉદ્યોગપતિ હતા. તેમણે સ્વતંત્ર ભારતની પ્રથમ કેબિનેટમાં વાણિજ્યમંત્રીનો હવાલો સંભાળ્યો હતો. તેમણે ૨૬ ઓક્ટોબર ૧૯૪૬ના રોજ સત્તા સંભાળનાર વચગાળાની સરકારમાં "મજૂર, ખાણ અને વિદ્યુત મંત્રાલય" નો હવાલો સંભાળ્યો હતો.[૩] [૪] હવાલો સંભાળ્યો ત્યાં સુધી રાજકીય વર્તુળમાં તેઓ બહુ જાણીતો ચહેરો ન હતા, પરંતુ અબુલ કલામ આઝાદ મંત્રીમંડળમાં પારસી ચહેરા તરીકે તેમનો સમાવેશ કરવા ઉત્સુક હોવાથી તેમનો મંત્રીમંડળમાં સમાવેશ કરવાનાં આવ્યો હતો.[૫]

કુંવરજી હોરમૂસજી ભાભા
ભાભા, ઓક્ટોબર ૧૯૪૭ના રોજ નવી દિલ્હીમાં ભારતીય તેલીબિયાં સમિતિની બેઠકમાં
સ્વતંત્ર ભારતમાં પ્રથમ કેબિનેટ વાણિજ્ય મંત્રી
પ્રધાન મંત્રીજવાહરલાલ નહેરુ
પુરોગામીનવનિર્મિત પદ
અંગત વિગતો
જન્મ(1910-07-22)22 July 1910[૧]
મુંબઈ, બોમ્બે પ્રેસિડેન્સી, બ્રિટીશ ભારત (વર્તમાન ભારત)[૧]
મૃત્યુ29 June 1986(1986-06-29) (ઉંમર 75)[૨]
લંડન, યુ. કે.[૨]

સરકારમાં જોડાતા પહેલા તેઓ ઓરિએન્ટલ ઇન્સ્યુરન્સ કંપનીમાં ડિરેક્ટર હતા. રાજધાનીમાં થતા સાંપ્રદાયિક તોફાનોની પ્રતિક્રિયા રૂપે રચાયેલી વિશેષ ઇમરજન્સી કમિટીનું નેતૃત્વ કરનારા તેઓ પહેલા કેબિનેટ પ્રધાન પણ હતા.[૬]

૨૯ જૂન ૧૮૯૬ ના રોજ લંડનમાં હાર્ટ એટેકથી અચાનક તેમનું અવસાન થયું.[૨] તેમના મૃત્યુ સમયે, તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ મંત્રીમંડળના છેલ્લા જીવિત મૂળ સભ્યોમાંના એક હતા; છેલ્લા જીવિત મૂળ કેબિનેટ સભ્ય જગજીવન રામનું એક અઠવાડિયા પછી અવસાન થયું હતું.

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ The International who's who, 1980–81 ગુગલ બુક્સ પર.. Bernan Associates, Taylor & Francis Group.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ "Obituary References - Sixth Session of the Eighth Lok Sabha" (PDF). Lok Sabha Debates. 18 (1): 6. 17 July 1986. મેળવેલ 18 April 2020.
  3. Ananth, V. Krishna (2010). India since Independence: Making sense of Indian politics. New Delhi: Pearson Education India. પૃષ્ઠ 28–29. ISBN 9788131725672.
  4. Transfer of Power in India, p. 320, ગુગલ બુક્સ પર., V.P. Menon, Orient Blackswan, 1957
  5. Page 386, Nehru: the making of India, M. J. Akbar, Viking, 1988
  6. Transfer of Power in India, p. 425, ગુગલ બુક્સ પર., V.P. Menon, Orient Blackswan, 1957