સુનિતા નારાયણ

ભારતીય પર્યાવરણવિદ્દ

સુનિતા નારાયણ (જન્મ ૧૯૬૧ ) એક ભારતીય પર્યાવરણવાદી અને રાજકીય કાર્યકર તેમજ વિકાસની હરિત અવધારણના સમર્થક છે.[] કુ. સુનિતા નારાયણ સને ૧૯૮૨થી ભારત દેશમાં આવેલા વિજ્ઞાન અને પર્યાવરણ કેન્દ્ર સાથે સંકળાયેલા છે. હાલ તેઓ આ કેન્દ્રના નિર્દેશક તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે. તેઓ પર્યાવરણ સંચાર સમાજ (Society for Environmental Communication)ના નિર્દેશક પણ છે. તેઓ ડાઉન ટૂ અર્થ નામની એક અંગ્રેજી પખવાડિક પત્રિકા પણ પ્રકાશિત કરે છે, જેના લેખોના પાયામાં પર્યાવરણ કેન્દ્રસ્થાને હોય છે.

સુનિતા નારાયણ
સુનિતા નારાયણ
જન્મની વિગત1961
નવી દિલ્હી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણ સંસ્થાદિલ્હી વિશ્વવિદ્યાલય (ભારત), ક્રેનફિલ્ડ યુનિવર્સિટી (યુ.કે.), કલકત્તા વિશ્વવિદ્યાલય (ભારત)
વ્યવસાયપર્યાવરણવાદી
પુરસ્કારોપદ્મશ્રી, રાજ-લક્ષ્મી પુરસ્કાર, સ્ટોકહોમ જળ પુરસ્કાર,

સને ૨૦૦૫માં ભારત સરકાર દ્વારા એમને પદ્મશ્રી પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. ૨૦૧૬ માં નારાયણને ટાઇમ મેગેઝિનના ૧૦૦ સૌથી પ્રભાવશાળી લોકોની સૂચિમાં સ્થાન આપવામાં આવ્યું હતું.[]

  1. Narain, Sunita (28 March 2017). "'Why I don't advocate vegetarianism': Indian environmentalist Sunita Narain explains her position". Scroll.in.
  2. Time 100 Most Influential People: Sunita Narain સંગ્રહિત ૨૦૧૬-૦૪-૨૨ ના રોજ વેબેક મશિન, Time Magazine, April 2016

બાહ્ય કડીઓ

ફેરફાર કરો