સેવાયજ્ઞ સમિતિ, ભરૂચ એ ગરીબ દર્દીઓ માટે સેવા કરતી એક બિનસરકારી સંસ્થા (NGO) છે. આ સંસ્થા બોમ્બે પબ્લીક ટ્રસ્ટ એક્ટ અન્વયે નોંધાયેલી સંસ્થા છે અને છેલ્લા ૧૦ (દસ) વર્ષથી ભરૂચ જિલ્લા ખાતે કાર્યરત છે. જરુરીયાતમંદ દર્દીઓને સારવાર તેમજ અન્ય પ્રકારની દાક્તરી સારવાર ઉપલબ્ધ કરાવવામાં શક્ય એટલી સહાય પૂરી પાડતી આ સંસ્થા સિવિલ હોસ્પિટલ, ભરૂચના પટાંગણમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલા મકાનમાં કાર્ય કરી રહી છે.

કાર્યપ્રણાલી ફેરફાર કરો

સમાન વિચારધારા ધરાવતા સ્વાશ્રયી સ્વયંસેવકો પોતાના નોકરી કે ધંધાના વખત સિવાયના સમયમાં સરકારી હોસ્પિટલો તેમજ ઝુંપડપટ્ટી જેવા ગરીબ વસ્તીવાળા વિસ્તારોમાં જાતે દર્દીઓ પાસે પંહોચે છે. જે તે સ્થળ પર દર્દીઓની ચકાસણી કરી તેમાંથી જરૂરિયાતમંદ દર્દીઓને નાતજાતના ભેદભાવ વિના દાક્તરી સેવાઓ ઉપલબ્ધ કરાવે છે. આ પ્રકારનું સેવાકાર્ય દિવસરાત કોઇપણ સરકારી સહાય, સ્થાવર મૂડી કે અચલીત મિલકતો વગર ચાલી રહ્યું છે.


બાહ્ય કડીઓ ફેરફાર કરો