સ્ટીવન પ્રુઇટ
સ્ટીવન પ્રુઇટ એક અમેરિકન વિકિપીડિયા સંપાદક છે જે અંગ્રેજી વિકિપીડિયા પર સૌથી વધુ સંપાદનો ધરાવે છે. ૩૦ લાખથી વધુ સંપાદનો અને ૩૫,૦૦૦થી વધુ લેખો બનાવ્યા હોવાથી તેને ૨૦૧૭માં ટાઇમ મેગેઝિન દ્વારા ઇન્ટરનેટ પરના ૨૫ સૌથી મહત્વપૂર્ણ પ્રભાવક વ્યક્તિ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.[૨] પ્રુઇટ, "સેર એમેન્ટીઓ દી નિકોલાઓ" (ઓપેરાનું એક પાત્ર) છદ્મ નામથી સંપાદનો કરે છે.[૩] તેઓ વુમન ઇન રેડ પ્રોજેક્ટ દ્વારા મહિલાઓના સમાવેશને પ્રોત્સાહન આપવા માટે વિકિપીડિયા પર પદ્ધતિસરના પૂર્વગ્રહ સામે લડે છે.[૪]
સ્ટીવન પ્રુઇટ | |
---|---|
સ્ટીવન પ્રુઇટ, ૨૦૨૨ | |
જન્મની વિગત | ૧૯૮૪[૧] સાન એન્ટોનિયો, ટેક્સસ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા |
શિક્ષણ સંસ્થા | કોલેજ ઓફ વિલિયમ એન્ડ મેરી (કલા ઇતિહાસમાં બી.એ.) |
સક્રિય વર્ષો | ૨૦૦૬–વર્તમાન |
પ્રખ્યાત કાર્ય | અંગ્રેજી વિકિપીડિયા પર સૌથી વધુ સંપાદનો |
પુરસ્કારો | ટાઇમ મેગેઝિન દ્વારા ઇન્ટરનેટ પર ૨૫ સૌથી પ્રભાવશાળી લોકોમાં (૨૦૧૭) પસંદગી |
પ્રારંભિક જીવન અને શિક્ષણ
ફેરફાર કરોપ્રુઇટનો જન્મ ૧૯૮૪ની આસપાસ ટેક્સાસના સાન એન્ટોનિયોમાં થયો હતો, જે રશિયન યહૂદી ઇમિગ્રન્ટ અલ્લા પ્રુઇટ અને વર્જિનિયાના રિચમંડના ડોનાલ્ડ પ્રુઇટના એકમાત્ર સંતાન હતા. તેમણે ૨૦૦૨માં વર્જિનિયાના એલેક્ઝાન્ડ્રિયામાં સેન્ટ સ્ટીફન્સ એન્ડ સેન્ટ એગ્નિસ સ્કૂલમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. તેમણે કોલેજ ઓફ વિલિયમ એન્ડ મેરીમાં અભ્યાસ કર્યો હતો અને ૨૦૦૬માં કલા ઇતિહાસની ડિગ્રી મેળવી હતી.[૧]
કારકિર્દી
ફેરફાર કરોપ્રુઇટ યુએસ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન માટેના કોન્ટ્રાક્ટર છે, જ્યાં તે રેકોર્ડ્સ અને માહિતી વિભાગમાં કાર્યરત છે.[૨]
વિકિપીડિયા સંપાદન
ફેરફાર કરોપ્રુઇટે ૨૦૦૪માં વિકિપીડિયામાં સંપાદન કરવાનું શરૂ કર્યું. તેમનો પ્રથમ વિકિપીડિયા લેખ પીટર ફ્રાન્સિસ્કો વિશે હતો, જે પોર્ટુગીઝમાં જન્મેલા ક્રાંતિકારી યુદ્ધ હીરો "વર્જિનિયા હર્ક્યુલસ" તરીકે ઓળખાય છે, જે પ્રુઇટના "મહાન પરદાદા" હતા.[૧] [૫] ૨૦૦૬ માં જ્યારે તેઓ કોલેજ ઓફ વિલિયમ એન્ડ મેરીમાં હતા ત્યારે પોતાનું વર્તમાન સભ્ય ખાતું બનાવ્યું હતું.[૨] ફેબ્રુઆરી ૨૦૧૯ સુધીમાં, પ્રુઇટે વિકિપીડિયામાં ૩૦ મિલિયનથી વધુ સંપાદનો કર્યા હતા, જે અંગ્રેજી વિકિપિડિયાના અન્ય સંપાદકો કરતા વધુ છે. ૨૦૧૫ માં તેમણે સંપાદક જસ્ટિન કેનપ્પને પાછળ છોડી સંપાદન સંખ્યામાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. પ્રુઇટનું માનવું છે કે તેણે જૂન ૨૦૦૪માં વિકિપીડિયામાં પ્રથમ સંપાદન કર્યું હતું.[૩] તેમના સંપાદનોમાં વિકિપીડિયા પરના લિંગભેદને પહોંચી વળવા ૬૦૦ થી વધુ મહિલાઓ પર લેખો બનાવવાનો સમાવેશ થાય છે.[૬]
ઇન્ટરવ્યુ
ફેરફાર કરોપ્રુઇટને જાન્યુઆરી ૨૦૧૯માં સીબીએસ ધીસ મોર્નિંગ પર રજૂ કરવામાં આવ્યો હતો. ઇન્ટરવ્યૂમાં પ્રુઇટે જણાવ્યું હતું કે કેવી રીતે તેણે તેના દૂરના પૂર્વજ (પીટર ફ્રાન્સિસ્કો) વિશે પ્રથમ લેખ પર કામ કર્યું હતું.[૧] તેણે વિકિપીડિયા પર નોંધપાત્ર મહિલાઓના કવરેજને પ્રોત્સાહન આપવામાં મદદ કરવાની તેની પ્રતિબદ્ધતાનું વર્ણન કર્યું હતું.[૬]
અંગત જીવન
ફેરફાર કરોપ્રુઇટની વિકિપીડિયા સિવાયની રુચિઓમાં 'કેપિટલ હિલ ચોરલે' શામેલ છે, જેમાં તે ગાયક છે. તે ઓપેરાના એક ચાહક છે. અને તેનું વર્તમાન સભ્ય નામ પણ ૧૯૧૮ના એક ઓપેરાના નાનકડા પાત્ર પરથી પસંદ કર્યું છે.[૧]
ગૌરવ
ફેરફાર કરો- ટાઇમ મેગેઝિન દ્વારા ઇન્ટરનેટ પર ૨૫ સૌથી પ્રભાવશાળી લોકોમાં (૨૦૧૭) પસંદગી.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ Eshleman, Tina (September 17, 2018). "The Wikiman | How the most prolific Wikipedia editor is expanding what we know about the world". W&M Alumni Magazine. ક્રમાંક Fall 2018. College of William & Mary. મૂળ માંથી April 10, 2019 પર સંગ્રહિત. મેળવેલ 2019-04-10.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ "The 25 Most Influential People on the Internet". Time (magazine). June 26, 2017. મૂળ માંથી May 18, 2019 પર સંગ્રહિત. મેળવેલ 2019-04-10.
- ↑ ૩.૦ ૩.૧ "Meet The World's Most Prolific Wikipedia Editor". Vocativ (અંગ્રેજીમાં). 2016-01-15. મૂળ માંથી February 1, 2019 પર સંગ્રહિત. મેળવેલ 2019-04-10.
- ↑ Malloy, Daniel (February 13, 2018). "This Prolific Nerd Is Shaping the Future of Wikipedia". OZY (અંગ્રેજીમાં). મૂળ માંથી February 1, 2019 પર સંગ્રહિત. મેળવેલ 2019-04-10.
- ↑ Harrison, Stephen (October 2, 2018). "The Wikipedia contributor behind 2.5 million edits". The Washington Post. મેળવેલ August 1, 2020.
- ↑ ૬.૦ ૬.૧ "Meet the man behind a third of what's on Wikipedia". CBS News. January 26, 2019. મૂળ માંથી February 1, 2019 પર સંગ્રહિત. મેળવેલ 2019-04-10.
The last statistic I saw was that 17.6 percent of the biographical articles on Wikipedia are about women, on the English Wikipedia I should say," Pruitt said. "It was under 15 percent a couple of years ago which shows you how much we have been able to move the needle.