સ્ટ્રોન્શિયમ

એક રાસાયણિક તત્વ

સ્ટ્રોન્શિયમ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Sr અને અણુ ક્રમાંક ૩૮ છે. આ એક આલ્ક્લાઇન પાર્થિવ ધાતુ છે. આ એક નરમ સફેદ-ચળકતી કે પીળાશ પડતું ધાતુ તત્વ છે અને રાસાયણિક દ્રષ્ટિએ અત્યંત ક્રિયાશીલ છે. હવામાં ખુલ્લોલ્લી રાકહ્તાં આધતુ પીળી પડી જાય છે. આ ધાતુ પ્રાકૃતિક રીતે સેલેસ્ટાઈન અને સ્ટ્રોન્શિનાઈટ નામના ખનિજમાં મળી આવે છે. પ્રાકૃતિક સ્ટ્રોન્ટિયમ એ સ્થિર તત્વ છે, પણ કૃત્રિમ સ્ટ્રોન્શિયમ -૯૦ સમસ્થાનિક કિરણોત્સારી દુષિત પડતા કચરામાં મળી આવે છે તેનો અર્ધ આયુષ્ય કાળ ૨૮.૯૦ વર્ષ છે. સ્ટ્રોન્શિયમ અને સ્ટ્રોન્શિનાઈટ બનેં નું નામ સ્કોટલેન્ડમાં આવેલા એક ગામ સ્ટ્રોન્શિયન પરથી રાખવામાં આવ્યું છે કે જ્યાં આની ખનિજ સૌ પ્રથમ મળી આવી હતી.