સ્થાનકવાસી (स्थानकवासी) એ જૈન ધર્મનો એક પંથ છે જેની સ્થાપના લગભગ ૧૬૫૩ ની આસપાસ લવજી નામના વ્યાપારી દ્વારા થઈ. આ સંપ્રદાય માને છે કે ભગવાન નિરાકાર છે અને તેથી કોઈ પણ પ્રકારની મૂર્તિ પૂજા નથી કરતો.[૧] આ સંપ્રદાય ૧૫મી સદીના જૈન સુધારક લોઁકા દ્વારા પ્રેતરિત સુધારિત વિકારસરણીનું પુનર્ગઠન છે.

જૈનત્વ
Jain Prateek Chihna.svg
આ લેખ જૈનત્વ શૃંખલાનો ભાગ છે
પ્રાર્થના અને સંકલ્પ (પ્રતિજ્ઞાઓ)
નવકાર મંત્ર · અહિંસા · બ્રહ્મચર્ય · સત્ય · નિર્વાણ · અસ્તેય · અપરિગ્રહ · અનેકાંતવાદ · પરસ્પરોપગ્રહો જીવાનામ્ · અણુવ્રત · ગુણવ્રત · શિક્ષાવ્રત · અતિચાર ·
મૂળ પરિકલ્પના
કેવળ જ્ઞાન · જૈન જ્યોતિષ · સંસાર · કર્મ · ધર્મ · મોક્ષ · ગુણસ્થાન · નવતત્વ  · સામાયિક · પ્રતિક્રમણ · આવશ્યક સૂત્ર ·
મુખ્ય વ્યક્તિ વિશેષ
૨૪ તીર્થંકર · ઋષભ દેવ · મહાવીર · આચાર્ય  · ગણધર · સિદ્ધસેન દિવાકર · હરિભદ્ર
જૈનત્વનો ક્ષેત્ર વ્યાપ
ભારત · પશ્ચિમ · અમેરિકા
પંથ
શ્વેતાંબર · દિગંબર · તેરાપંથ · સ્થાનકવાસી · વીસપંથ · મૂર્તિપૂજક
ગ્રંથ
કલ્પસૂત્ર · આગમ · તત્વાર્થ સૂત્ર · સન્મતિ પ્રાકરણ
અન્ય
તહેવાર
પર્યુષણ · દિવાળી

જૈનત્વ Portal

આ સંપ્રદાયનું પ્રાર્થના સ્થળ સ્થાનક તરીકે ઓળખાય છે જેને ઉપાશ્રય પણ કહે છે. સ્થાનકનો અર્થ હઁગામી આશ્રય સ્થળ એવો થાય છેૢ કેમકે સાધુ કે શ્રાવકો બંને ને તે હંગામી આશ્રય આપે છે. સ્થાનકમાં પ્રાર્થના દરમ્યાન પોતાનાથી ઇતર જિઁગની વ્યક્તિને સ્પર્ષવું વર્જિત હોય છે. સ્થાનક વાસીઓ શ્વેતાંબર સંપ્રદાયના બત્રીસ આગમ (ગ્રઁથ) સિવાયના અન્ય કોઇ પણ ક્રિયાકાંડ, પૂજન, રિતી આદિનો સ્વીકાર નથી કરતાં અને આને પરિણામે તેઓ તેરાપંથી સંપ્રદાયથી ઘણા મળતા આવે છે.

ઉત્તર ભારતમાં લગભ ૫ લાખ જૈનો વસે છે. શ્વેતાઁબર જેઓ સ્થાનક વાસી નથી તેમને દેરાવાસી કહે છે

સંતોફેરફાર કરો

 
સ્થાનકવાસી પરંપરાના જૈન સંતો.

સ્થાનક વાસી સાધુ સાધ્વીજીઓ (યતિ) સફેદ વસ્ત્રો પહેરે છે અને મોઁપર મુહપતી તરીકે ઓળખાતુઁ ચોરસ ઘડી વાળેલું સફેદ વસ્ત્ર બાઁધે છે. મુહપત્તી બાંધવા પાછળનું તાત્પર્ય મોઁમાં જતી જીવાત અને હવાના અન્ય અદ્રશ્ય જીવની હિઁસા રોકવાનો છે. (વળી મુહપતી બાંધતા પવિત્ર ગ્રંથો નો અભ્યાસ કરતાઁ તેના પર થૂંક પણ નથી ઉડતી.) વાયુમાઁ રહેલ અનંત જીવોની હિંસાને સ્થાનકવાસી પરઁપરા અહીંસાના નિયમનું ઉલ્લંધન માને છે. તેઓ પોતાનુઁ ભોજન શ્રાવકોના ઘરેથી વહોરીને (ભિક્ષા)લાવે છે. તેઓ ખાદ્ય સામગ્રીનો બીજા ભોજન સમયથી વધુ સંચય કરતાં નથી અને પાણીને તો એક રાતથી વધુ પણ ભરી રાખતા નથી. તેઓ ખાવા પીવાની બધી ક્રિયા સૂર્યોદય અને સૂર્યાસ્તની વચ્ચેજ આટોપી લે છે. રાત્રે ભોજન ન લેવાની બાધને ચોવિહાર કહે છે.


ચતુર્માસના ચાર મહિના સિવાય સાધુ સંતો એક સ્થાનક માં વધુ સમય રોકોતાં નથી. સ્થાનકવાસી સંતોની કોઇ પ્ણ પ્રકારના વિક્ષેઓઅ વિના સાધના કરી શકાય તે માટે સ્થાનકવાસી સાધુ અવાવરુ ખંડિયેર જેવા સ્થળો શોધતા રહેતા આથી તેમને ઢૂંઢીયા કહેવાતા. અમુક પુસ્તકો પહેરવા ઓઢવાના બે જોડી વસ્ત્રો અને પ્રાકૃતિક પદાર્થમાઁથી બનેલા પાત્રા સિવાય અન્ય કોઇ પણ પ્રકારનો પરિગ્રહ સ્થાનકવાસી સાધુ સાધ્વીજીઓ રાખતા નથી.

પાછળથી સ્થાનક વાસી સંપ્રદાયની અઁદર વધુ મતભેદ થયા અને અન્ય ફિરકાઓ અસ્તિત્વમાં આવ્યાં, જેમકે તેરા પંથ, બૈસ ટોલાનો બૈસસંપ્રદા (હસ્તમલજી મહારાજસા, નાનાલાલજી મહારાજસા, અને અમુક અન્ય સાધુની આગેવાનીમાં). આ મ્સિવાય ગુજરાતમામ સ્થાનકવાસી પરંપરાના અન્ય ફિર્કા વિહરમાન છે જેમકે છ કોટી સંપ્રદાય (અજરામર સંપ્રદાય), આઠ કોટી સઁપ્રદાય (મોટા અને નાના), લીંબડી ગોપાલ સંપ્રદાય, દરિયાપુરી સંપ્રદાય, ખંભાત સંપ્રદાય આદિ.

સંદર્ભફેરફાર કરો

  1. સ્ટીવન્સન , એસ.: હાર્ટ ઑફ જૈનીઝમ, p. ૧૯
  • ફ્લુગેલ , પીટર (૨૦૦૮) 'ધ અન-નોન લોઁકા: ટ્રેડીશન એન્ડ ધ કલ્ચરલ અંકોંશીયસ.' In: Caillat, Colette and Balbir, Nalini, (eds.), Jaina Studies. Papers of the 12th World Sanskrit Conference Vol. 9. . Delhi: Motilal Banarsidas, pp. 181-279.


આપણ જુઓફેરફાર કરો