સ્વલૈંગિકૌત્તેજના
અમુક વ્યક્તિ દ્વારા જાતે મૈથુન ઉત્તેજના મેળવવાના કર્મને સ્વલૈંગિક ઉત્તેજના કહે છે. બ્રિટિશ સેક્સોલોજિસ્ટ હેવલોક એલિસ આની વ્યાખ્યા આપતા કહે છે સ્વલૈંગિક ઉત્તેજના એટલે બાહ્ય કારક કે સાથી દ્વારા કરાતા, પ્રત્યક્ષ કે પરોક્ષ લૈંગિક ઉત્તેજનાની ગેરહાજરીમાં ઉત્પન્ન થતા, તત્ક્ષણ કામાવેગને સંતુષ્ટ કરવાનું કર્મ. [૧] આની સૌથી સામાન્ય પદ્ધતિ હસ્તમૈથુન છે. આને પ્રાયઃ હસ્તમૈથુનનો સમાનાર્થી મનાય છે. જો કે તેમાં ફરક છે. હસ્તમૈથુન અન્ય સાથી સાથે પણ કરી શકાય છે જ્યારે સ્વલૈંગિકોત્તેજના માત્ર પોતેજ કરાય છે.
સ્વ ઉત્તેજના
ફેરફાર કરોઘણાં વ્યક્તિઓ જ્યારે એકલા હોય છે ત્યારે લૈંગિક આનંદ માટે ડીલ્ડો, કંપકો (વાયબ્રેટર), ગુદા મણકા (એનલ બીડ્સ), સાયબીયન મશીન અને અન્ય લૈંગિક રમકડાઓનો ઉપયોગ કરે છે. સ્વમુખમૈથુન એ પોતે જાતે પોતાના મુખ વડે પોતાના લિંગને ઉત્તેજિત કરવાની વિધી છે જોકે ૧%થી પણ ઓછા પુરુષો આવું કરી શકે છે.[૨] આ વસ્તુ ખૂબ અગમ્ય છે કેમ કે તેને માટે શરીરમાં ખૂબ લચક હોવી જરુરી છે. પોતાને લૈંગિક ઉત્તેજના આપવી એ માનવ વિકાસની એક સામાન્ય બાબત છે, બાળકો કે નવજાત શીશુઓ પણ પોતાને ઉત્તેજના આપતા નોંધાયા છે. આના પણ ફાયદા છે જેમકે લૈંગિક સાથી (પોતે જ)ની સદાય હાજરી , રતિક્ષણ નિયંત્રણની ક્ષમતાની જાણકારી અને સીખ અને આ એક સલામત મૈથુન છે.
ટીકા અને વિવાદ
ફેરફાર કરોઅમુક લોકો અમુક ધાર્મિક અને નિજી કારણોસર સ્વલૈંગિક ઉત્તેજનાને ખરાબ માને છે. દા.ત. રોમન કેથલિક ચર્ચમાં હસ્તમૈથુન ખરાબ મનાય છે[૩].
બાળકોને હસ્તમૈથુન વિષે શીખવવું કે કેમ એ વિશ્વભરમાં વિવાદાસ્પદ વિષય રહ્યો છે. દા.ત. ૧૯૯૪માં બિલ ક્લિન્ટને જોયસેલીન એલ્ડર્સની અમેરિકાના સર્જન જનરલ પદેથી હકાલ પટ્ટી કરી કેમકે તેમણે તરુણ-ગર્ભાવસ્થા અને જાતીય રોગની રોકથામ માટે શાળામાં હસ્તમૈથુન શીખવવાની ભલામણ કરી હતી.[૪]
સલામતીના મુદ્દાઓ
ફેરફાર કરોઅમુક સ્વલૈંગિક ઉત્તેજનાની વિધિઓ અસલામત ગણવામાં આવે છે તેમાંની અમુક તો મૃત્યુ સુધી પણ દોરી જાય છે જેને સ્વકામાધીન મૃત્યુ (autoerotic fatality )કહે છે.[૫] આમાં સ્વલૈંગિક ઉત્તેજના પ્રાણહારી સ્થિતી અને સ્વ-બંધન જેવી વિધીઓ અપનાવવામાં આવે છે. આવા પ્રકારની વિધીઓ સાથીની ગેરહાજરીમાં જાતે કરવા જતા ઈજા પહોંચવાની અને અમુક વખતે મૃત્યુ થવાની શક્યતા અનેક ગણી વધી જાય છે.
અન્ય પ્રાણી જાતિઓમાં સ્વલૈંગિક ઉત્તેજના
ફેરફાર કરોપ્રાણીઓમાં પણ આ પ્રકારનું વર્તન ખુલ્લામાં કે બંધનમાં જોવા મળ્યું છે. અમુક જાતિના પ્રાણીઓ લૈંગિક આનંદ માટે ચોક્કસ પ્રકારના સાધનો બનાવી કાઢતા હોવાનું પણ નોંધાયું છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ http://books.google.com/books?id=DCpokE8C2WgC&pg=PA45
- ↑ William Guy, Michael H. P. Finn (1954). "A Review of Autofellatio: A Psychological Study of Two New Cases". en:Psychoanalytic Review (41): 354–358.
- ↑ http://www.vatican.va/archive/ENG0015/__P85.HTM Vatican website:scroll to 2352
- ↑ Duffy, Michael (19 December 1994). "Getting Out the Wrecking Ball". Time. મૂળ માંથી 2013-08-12 પર સંગ્રહિત. મેળવેલ 2007-07-22.
- ↑ "© Knowledge Solutions LLC 1996 - 2002 / AN OBJECTIVE OVERVIEW OF AUTOEROTIC FATALITIES by Brent E. Turvey, MS". મૂળ માંથી 2019-03-15 પર સંગ્રહિત. મેળવેલ 2011-06-14.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- સ્વલૈંગિક ઉત્તેજના - વર્તન અને રચના સંગ્રહિત ૨૦૦૭-૦૨-૦૨ ના રોજ વેબેક મશિન