હરદીપસિંઘ નિજ્જર (૧૧ ઓક્ટોબર ૧૯૭૭-૧૮ જૂન ૨૦૨૩) સ્વતંત્ર શીખ દેશ માટેની ખાલિસ્તાન ચળવળ સાથે સંકળાયેલ કેનેડિયન શીખ આતંકવાદી હતો.[]

હરદીપસિંઘ નિજ્જર
જન્મની વિગત
હરદીપસિંઘ નિજ્જર

(1977-10-11)11 October 1977
જલંધર, પંજાબ, ભારત[][]
મૃત્યુ18 June 2023(2023-06-18) (ઉંમર 45)
સરે, બ્રિટીશ કોલંબિયા, કેનેડા
મૃત્યુનું કારણબંદૂકથી ગોળીમાર
નાગરિકતા
  • India (until 2007)
  • Canada (from 2007)
સંસ્થાSikhs for Justice
ચળવળખાલિસ્તાન

ભારતમાં જન્મેલ નિજ્જર ૧૯૯૦ના દાયકાના મધ્યમાં કેનેડા સ્થળાંતર કરી ગયો હતો. કેટલાક શીખ સંગઠનોએ નિજ્જરને માનવાધિકાર કાર્યકર્તા તરીકે પ્રસ્તુત કર્યો, જ્યારે ભારત સરકાર તેના પર આતંકવાદી ખાલિસ્તાન ટાઇગર ફોર્સ સાથે જોડાયેલા ગુનેગાર અને આતંકવાદી હોવાનો આરોપ લગાવ્યો અને તેની ધરપકડ કરવાની માંગ કરી.[] નિજ્જર અને તેના સમર્થકોએ આ આરોપોને નકારી કાઢતાં કહ્યું હતું કે તેઓ ખાલિસ્તાન નિર્માણ માટે શાંતિપૂર્ણ માધ્યમોની હિમાયત કરે છે. ૨૦૧૬માં, નિજ્જરને કેનેડાની નો ફ્લાય લિસ્ટમાં મૂકવામાં આવ્યો હતો અને "આતંકવાદી તાલીમ શિબિર" માં તેની સંડોવણીના આરોપોને પગલે તેના અંગત બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા હતા.[] નિજ્જરે ૨૦૧૯માં પ્રસિદ્ધિ મેળવી, જ્યારે તે બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારા નેતા બન્યો અને શીખ અલગતાવાદના હિમાયતી બન્યો. નિજ્જર શીખ ફોર જસ્ટિસ (એસએફજે) સાથે પણ સંકળાયેલા હતા અને જૂથના ખાલિસ્તાન લોકમત ૨૦૨૦ અભિયાનનું નેતૃત્વ કર્યું હતું.[]

૧૮ જૂન ૨૦૨૩ના રોજ, બ્રિટિશ કોલંબિયામાં ગુરુદ્વારાની પાર્કિંગમાં નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો જણાવ્યું હતું કે કેનેડાની ગુપ્તચર એજન્સીઓ ભારત સરકારના એજન્ટો અને નિજ્જરની હત્યા વચ્ચે "સંભવિત જોડાણના વિશ્વસનીય આક્ષેપો કરી રહી છે". હત્યા બાદ કેનેડાએ એક ભારતીય રાજદ્વારીને દેશમાંથી નીકાળ્યો હતો. ભારતના વિદેશ મંત્રાલય હત્યામાં સંડોવણીનો સાફ ઇનકાર કર્યો હતો અને બદલો લેવાના પગલા તરીકે કેનેડાના ટોચના રાજદ્વારીને હાંકી કાઢ્યો હતો.

સંદર્ભો

ફેરફાર કરો
  1. "Who Was Hardeep Singh Nijjar? Khalistan Terrorist at Centre of India-Canada Tussle — EXPLAINED". News18. 20 Sep 2023. મૂળ સંગ્રહિત માંથી 25 September 2023 પર સંગ્રહિત. મેળવેલ 25 Sep 2023.
  2. "Why are some Sikhs calling for a separate homeland in India?". BBC News. 19 Sep 2023. મૂળ સંગ્રહિત માંથી 24 September 2023 પર સંગ્રહિત. મેળવેલ 25 Sep 2023.
  3. ૩.૦ ૩.૧ Nadine Yousif (September 23, 2023). "Who was Canadian Sikh leader Hardeep Singh Nijjar?". BBC News. મૂળ સંગ્રહિત માંથી 23 September 2023 પર સંગ્રહિત. મેળવેલ 23 September 2023.
  4. "Who was Hardeep Singh Nijjar, the Sikh activist whose killing has divided Canada and India?". AP News (અંગ્રેજીમાં). 2023-09-19. મેળવેલ 2024-10-19.
  5. "A year after Hardeep Singh Nijjar's death, mysteries remain about how he really lived". The Globe and Mail (અંગ્રેજીમાં). 2024-06-22. મેળવેલ 2024-10-19.