હિડેકી યુકાવા (૨૩ જાન્યુઆરી ૧૯૦૭ – ૮ સપ્ટેમ્બર ૧૯૮૧) જાપાનિઝ સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી હતા. પ્રબળ નાભિકિય બળનું નિયમન કરતાં કણ પાય-મેસોનની સૈદ્ધાંતિક આગાહી કરવા માટે તેમને ૧૯૪૯ના વર્ષનું ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક એનાયત થયું હતું. આ સન્માન મેળવનાર તેઓ પ્રથમ જાપાનિઝ વ્યક્તિ હતા.[]

હિડેકી યુકાવા
યુકાવા 1951માં
જન્મની વિગત(1907-01-23)23 January 1907
ટોક્યો, જાપાન
મૃત્યુ8 September 1981(1981-09-08) (ઉંમર 74)
રાષ્ટ્રીયતાજાપાનિઝ
જીવનસાથીસુમી યુકાવા
સંતાનો
પુરસ્કારોભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક (1949)
વૈજ્ઞાનિક કારકિર્દી
ક્ષેત્રસૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્ર
હસ્તાક્ષર

હિડેકી યુકાવાનો જન્મ ૨૩ જાન્યુઆરી ૧૯૦૭ના રોજ ટોક્યો ખાતે આવેલ ઇચિબે-ચો અઝાબુ શહેરમાં થયો હતો. તેમનું મૂળનામ હિડેકી ઓગાવા હતું, પરંતુ ૧૯૩૨માં સુમી યુકાવા સાથે લગ્ન કર્યા બાદ તેમણે તેમની પત્નીની અટક 'યુકાવા' પોતાના નામ પાછળ સ્વીકારી હતી.[] તેઓ તેમના ભૂગોળશાસ્ત્રી પિતા તાકુજી ઓગાવાના સાત સંતાનો પૈકિના પાંચમુ સંતાન હતા.[]

૮ સપ્ટેમ્બર ૧૯૮૧ રોજ ક્યોટો ખાતે તેમનું અવસાન થયું હતું.[]

સંશોધન કાર્ય

ફેરફાર કરો

યુકાવાએ પ્રતિપાદિત કર્યું કે નાભિકિય બળો મેસોનના વિનિમય સાથે સંબંધ ધરાવે છે. જે રીતે વિદ્યુતચુંબકીય બળમાં ફોટોન ભાગ ભજવે છે તેવો જ ભાગ મેસોન નાભિકિય બળોમાં ભજવે છે.[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ પટેલ, પ્રહલાદ છ. (April 2003). "યુકાવા, હિડેકી". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ૧૭ (1st આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૧૧૫–૧૧૬.
  2. ૨.૦ ૨.૧ Yukawa, Hideki (1982). "Chronological Table". Tabibito. Brown, L.; Yoshida, R. વડે અનુવાદિત. World Scientific. પૃષ્ઠ vi, ૧–૫. ISBN 978-9971-950-09-5.
  3. Brown, Laurie M. (2003). The Oxford Companion to the History of Modern Science. Oxford University Press. ISBN 978-0-19-511229-0Oxford University Press વડે. 

વધુ વાચન

ફેરફાર કરો
  • Brown, Laurie M. (May 1985). "How Yukawa Arrived at the Meson Theory". Progress of Theoretical Physics Supplement. Oxford University Press. 85: 13–19. doi:10.1143/PTP.85.13.  
  • Yukawa, Hideki (January 1955). "On the Interaction of Elementary Particles. I". Progress of Theoretical Physics Supplement. 1: 1–10. doi:10.1143/PTPS.1.1.  
  • Yukawa, Hideki; Sakata, Shoichi (January 1955). "On the Interaction of Elementary Particles. II". Progress of Theoretical Physics Supplement. 1: 14–23. doi:10.1143/PTPS.1.14.