હુમાયુનો મકબરો (ઉર્દૂ ભાષા: ہمایون کا مقبره) એક ઇમારતોનો સમૂહ છે, જે મુઘલ સ્થાપત્ય કળાનો નમૂનો છે. આ સ્મારક નિઝામુદ્દીન, નવી દિલ્હી માં સ્થિત છે. ગુલામ વંશના સમયમાં આ ભૂમિ કિલોકરી કિલ્લામાં સ્થિત હતી, જે નસીરુદ્દીન (૧૨૬૮-૧૨૮૭) ના પુત્ર સુલતાન કૈકાબાદની રાજધાની હતી. અહીં મુઘલ બાદશાહ હુમાયુ સમેત ઘણાં અન્યની પણ કબરો છે. આ સમૂહ વિશ્વ ધરોહર ઘોષિત છે. આ મકબરાની શૈલી એજ છે, જેણે તાજ મહેલ ને જન્મ દીધો.

હુમાયુનો મકબરો
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ

આ મકબરો હુમાયુની વિધવા હમીદા બાનો બેગમના આદેશાનુસાર બનાવાયો જે ૧૫૬૨માં બન્યો. આ ભવનના વાસ્તુકાર સૈયદ મુબારક ઇબ્ન મિરાક ઘિયાથુદ્દીન અનેતેમના પિતા મિરાક ઘુઇયાથુદ્દીન હતાં જેમને હેરાતથી લવાયા હતાં. આ આઠ વર્ષમાં બનીને તૈયાર થયો, જે આ ક્ષેત્ર માં ચારબાગ શૈલીનું પ્રથમ ઉદાહરણ હતું.

આગા ખાન સાંસ્કૃતિક ટ્રસ્ટ દ્વારા આ સ્થળનું જીર્ણોદ્ધારનું કાર્ય માર્ચ ૨૦૦૩માં પૂરું થયું જેની બાદ બગીચાની નાળીમાં ફરીથી જલપ્રવાહ આરંભ થયો.[]. આ કાર્ય માટેનો ખર્ચ આગા ખાન ચતુર્થની સંસ્થા દ્વારા કરવામાં આવેલો.

સન્દર્ભ

ફેરફાર કરો
  1. "Revitalisation of the Humayun's Tomb Gardens - AKTC". મૂળ માંથી 2004-12-04 પર સંગ્રહિત. મેળવેલ 2009-11-01.

આ પણ જુઓ

ફેરફાર કરો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો
 
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે: