હેલેન કેલર દિવસ

હેલેન કેલરના જન્મની ઉજવણી માટેની એક સ્મારક ઉજવણી

હેલેન કેલર દિવસ એ હેલેન કેલરના જન્મની ઉજવણી માટેની એક સ્મારક ઉજવણી છે, જે વાર્ષિક ૨૭ જૂને મનાવવામાં આવે છે. ૨૦૦૬ માં અમેરિકન રાષ્ટ્રપતિની ઘોષણા દ્વારા, તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા, ખાસ કરીને અંધ અને બહેરાઓને મદદ કરતી સંસ્થાઓ દ્વારા ઉજવણીઓનું પાલન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી સામાન્ય રીતે દર વર્ષે ૨૭ જૂને ભંડોળ ઊભુ કરવાના હેતુથી યોજાતા ફેશન શો માટે જાણીતી છે.[૧]

હેલેન કેલર દિવસ
હેલન કેલર (૧૯૨૦)
ઉજવવામાં આવે છેઅમેરિકા
પ્રકારરાષ્ટ્રીય ઉજવણી
તારીખ૨૭ જૂન
આવૃત્તિવાર્ષિક

ઇતિહાસ ફેરફાર કરો

આ દિવસની ઉજાણીની સૌપ્રથમ જાહેરાત ૨૩ માર્ચ , ૧૯૬૦ના રોજ નેવાર્ક, ન્યૂ જર્સીના મેયર લીઓ પી. કાર્લીન દ્વારા કરવામાં આવી હતી.[૨] ૭ જૂન, ૧૯૬૦ના રોજ, તત્કાલીન એન્નાપોલિસ, મેરીલેન્ડના મેયર આર્થર જી. એલિંગ્ટન દ્વારા કેલરના ૮૦મા જન્મદિવસની જાહેરાત કરી હતી.[૩] ૧૯ જૂન, ૧૯૮૦ના રોજ, પ્રમુખ જિમ્મી કાર્ટરે હેલન કેલર અને તેની સિદ્ધિને માન આપવા માટે ઘોષણા #૪૭૬૭ બહાર પાડી હતી.[૪]

આ ઉપરાંત, ખાનગી સંસ્થાઓ દ્વારા પણ આ દિવસ મનાવવામાં આવે છે. ૧૯૭૧થી આંતરરાષ્ટ્રીય લાયન્સ ક્લબે અમેરિકન ફાઉન્ડેશન ફોર ધ બ્લાઇન્ડની જાગૃતિ ફેલાવવા માટે ૩૦ જૂન, ૧૯૨૫ના રોજ કેલરે આપેલા ભાષણની યાદમાં દર વર્ષે પહેલી જૂનના રોજ ઉજવણી જાહેર કરી છે.[૫] આ દિવસ સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે અંધજન પરિસંઘ અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા ઉજવવામાં આવે છે જે આ અપંગ લોકોને મદદ કરે છે. દર વર્ષે ૨૭ જૂનના રોજ, પેન્સિલ્વેનિયાના લાકાવાન્ના કાઉન્ટીમાં ભંડોળ ઊભું કરવા માટે વાર્ષિક ફેશન શોનું આયોજન કરવામાં આવે છે.[૬][૭]

આ પણ જુઓ ફેરફાર કરો

હેલેન કેલર

સંદર્ભ ફેરફાર કરો

  1. "Helen Keller Day". મૂળ માંથી 2018-07-07 પર સંગ્રહિત.
  2. "Proclamation of Helen Keller Day by Mr. Leo P. Carlin, Mayor of Newark, New Jersey (March 23, 1960)". મૂળ માંથી 2018-12-15 પર સંગ્રહિત.
  3. "Proclamation of Helen Keller Day by Arthur G. Ellington, Mayor, Annapolis, Maryland (June 7, 1960)". મૂળ માંથી 2018-12-15 પર સંગ્રહિત.
  4. "Proclamation 4767 - Helen Keller Day". મૂળ માંથી 2018-10-05 પર સંગ્રહિત.
  5. "Helen Keller Day".
  6. "Blind Association's Helen Keller Day marks 87th year as organization's biggest fundraiser". મૂળ માંથી 2016-03-09 પર સંગ્રહિત.
  7. "Helen Keller Day". મૂળ માંથી 2016-04-15 પર સંગ્રહિત. મેળવેલ 2016-04-23.