હોલ્મીયમ

રાસાયણિક તત્વ

હોલ્મીયમ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Ho અને અણુ ક્રમાંક ૬૭ છે. આ તત્વ લેંથેનાઈડ્સ શ્રેણીનં એક તત્વ છે અને આ એક દુર્લભ પાર્થિવ તત્વ છે. ૧૮૭૮માં આના ઓક્સાઈડોને દુર્લભ પાર્થિવ ખનિજોમાંથી છૂટા પાડવામાં આવ્યાં હતાં. આ ધાતુનું નામ સ્ટોકહોલ્મ શહેર પરથી પાડવામાં આવ્યું હતું.

આ એક મૃદુ, પ્રસરણ શીલ અને સફેદ ચળકતી ધાતુ છે. તેની રાસાયણિક ક્રિયાશીલતાને કારણે આ ધાતુ પ્રકૃતિમાં શુદ્ધ સ્વરૂપે મળતી નથી. જો કે તે સૂકા વાતાવરણમાં ઓરડાના ઉષ્ણતામાને સ્થિરતા ધરાવે છે, પણ તે પણે સાથે તુરંત પ્રક્રિયા કરે છે અને કટાય છે. આ ધાતુને હવામાં બાળતા તે બળે છે.

હોલીયમ ઘાતુ મોનેઝાઈટ અને ગેડોલેનાઈટ નમની ખનિજો માં મળી આવે છે. તેને વ્યાવસાયિક રીતે આયન એક્સચેંજ પદ્ધતિ દ્વારા મોનોઝાઈટ માંથી નિષ્કર્ષિત કરવામાં આવે છે. પ્રકૃતિમાં આના દરેક સંયોજનો અને પ્રયોગશાળામાં પણ આના મોટા ભાગના સંયોજનો સાથે ત્રિ-બંધનાંક ધરાવે છે. ત્રિ-બંધ હોલ્મીયમ આયનો ફ્લોરોસેંટ ગુણધર્મો ધરાવે છે. આને કારણે તેનો ઉપયોગ અન્ય દુર્લભ પાર્થિવ તત્વોની જેમ લેસર અને કાંચના રંગ દ્રવ્ય તરીકે વપરાય છે.

હોલ્મીયમ સૌથી વધુ ચુંબકીય બળ ધરાવે છે આને કારણે આનો ઉપયોગ સૌથી વધુ બળવાન ક્ષણિક ચુંબકનો અંત ભાગ બનાવવા માટે થાય છે. આ ધાતુ નાભિકીય ખંડન દ્વારા ઉતર્જિત ન્યૂટ્રોન શોષી લે છે આથી તેનો ઉપયોગ અણુભઠ્ઠીમાં થાય છે.