૧૦૦-બોલ ક્રિકેટ એ ઇસીબી દ્વારા વિકસીત કરવામાં આવેલું ક્રિકેટનું નવું સ્વરૂપ છે. ઇસીબી દ્વારા આ પ્રસ્તાવ એપ્રિલ ૧૯, ૨૦૧૮ ના રોજ પ્રથમ-વર્ગની કાઉન્ટીઓ અને એમસીસીના અધ્યક્ષ અને મુખ્ય અધિકારીઓ સમક્ષ રજુ કર્યો હતો, અને આ નવા સ્વરુપને બોર્ડે સર્વસંમતિથી ટેકો આપ્યો છે.[][]

ક્રિકેટ બોલ અને સ્ટમ્પસ્

જુલાઇ ૨૦૧૮ માં, ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે ૨૦૨૦ માં શરૂ થનારી તેમની નવી શહેર-આધારિત સ્પર્ધા માટે ટ્રેન્ટ વુડહિલને સલાહકાર તરીકે નિયુક્ત કર્યા હતા.[]

પ્રારુપ

ફેરફાર કરો

૧૦૦-બોલ ક્રિકેટએ મર્યાદિત ઓવરોના ક્રિકેટનો એક પ્રકાર છે, જેમાં બંન્ને ટીમ પોતપોતાની ઈનિંગ્સમાં ૧૫ પરંપરાગત ૬ બોલની ઓવરો અને એક ૧૦ બોલની ઓવર રમશે. જો કે, આ પ્રકારના પ્રારુપ પર ઘણાબધાં મતભેદો પ્રવર્તે છે. આ પ્રારુપમાં સૂચિત ૧૦ બોલની ઓવર એમસીસીના કાયદાની ક્રમ ૧૭.૧ ની વિરુદ્ધ છે, જે કહે છે ; "બોલની ૬ બોલની એક ઓવરમાં વૈકલ્પિક રીતે પ્રત્યેક છેડે થી બોલિંગ કરવામાં આવશે."

પ્રતિક્રિયાઓ

ફેરફાર કરો

કેટલાક ક્રિકેટ નિષ્ણાતો ઇસીબી દ્વારા સૂચવવામાં આવેલા આ નવા પ્રારુપને બેકાર ગણાવે છે, જ્યારે કેટલાક નિષ્ણાંતો તેજસ્વી નવીનતા તરીકે આ પ્રારુપની પ્રશંસા કરી રહ્યાં છે.[]


સંદર્ભો

ફેરફાર કરો
  1. "ECB unveils plans for tournament with 100-ball format and 10-ball special over". The Guardian. મેળવેલ 21 April 2018.
  2. "ECB holds talks to introduce 100-ball format to new competition". BBC. મેળવેલ 19 July 2018.
  3. "ECB appoint Trent Woodhill as consultant for its 100-ball T20 tournament". Cricbuzz. મેળવેલ 19 July 2018.
  4. "Fast-food cricket is coming, whether we like it or not". ESPNCricinfo. મેળવેલ 21 April 2018.