અંબા (સંસ્કૃત: अम्‍बा) કાશીના રાજાની ત્રણ પુત્રીઓમાં સૌથી મોટી પુત્રી હતી જેને ભીષ્મ દ્વારા સ્વયંવરમાં જીતી વિચિત્રવીર્ય સાથે પરણાવવા માટે લાવવામાં આવી હતી. અંબા પહેલેથી જ મનોમન રાજા શાલ્વને વરી ચુકી હોવાથી ફક્ત તેની નાની બહેનો અંબિકા તથા અંબાલિકાના જ વિચિત્રવીર્ય સાથે લગ્ન થયા.

આમ અંબા પોતાના પ્રેમી રાજા શાલ્વ પાસે જ્યારે પાછી ફરી ત્યારે તેણે તેનો અસ્વીકાર કર્યો કારણકે તે સ્વયંવરમાં ભીષ્મ દ્વારા પરાજિત થયો હતો. આવી પરિસ્થિતિમાં અંબા ફરીથી પાછી ફરી અને ભીષ્મ પાસે લગ્નનો પ્રસ્તાવ મુક્યો. પરંતુ ભીષ્મ પોતાની બ્રહ્મચર્ય પ્રતિજ્ઞામાં અડગ રહ્યા. અને અંબા ભીષ્મ પર ક્રોધિત થઇ ઋષિ પરશુરામ પાસે પોતાની વ્યથા કહી. પરશુરામે ભીષ્મને તેમની પાસે બોલાવ્યા પરંતુ ભીષ્મ ગયા નહીં. આથી પરશુરામે ભીષ્મને યુદ્ધ માટે લલકાર્યા પરંતુ પરશુરામ ભીષ્મના ગુરુ હોવાથી ભીષ્મએ યુદ્ધ મર્યાદાની વિરુદ્ધ જાણ્યું. પરંતુ પરશુરામે આજ્ઞા આપી ત્યારબાદ ખુબ ભયાનક સંગ્રામ થયો. બન્ને યોદ્ધા સક્ષમ હોવાથી હાર-જીતનો ફેંસલો ન થઇ શક્યો અને દેવતાઓએ હસ્તક્ષેપ કરીને યુદ્ધને અટકાવ્યુ. આમ, અંબા નિરાશ થઇ, આવતા જન્મમાં ભીષ્મને મારવાની પ્રતિજ્ઞા સાથે વનમાં તપ કરવા ચાલી ગઇ.

તેનો પુનર્જન્મ દ્રુપદ રાજાને ત્યાં શિખંડી તરીકે થયો અને તે ભીષ્મના મૃત્યુનું કારણ બન્યો.

બાહ્ય કડીઓ ફેરફાર કરો