અકબર ખાન મેહવા
અકબર ખાન મેહવા એક ગામ છે, જે ગુજરાતના પાનતલાવડીનો એક ભાગ છે.
ઇતિહાસ
ફેરફાર કરોરેવા કાંઠાના પાંડુ મહેવાસ વિભાગના અઢી ચોરસ માઈલના વિસ્તારમાં ફેલાયેલા આ રજવાડામાં, એક નગર અને બે ગામડાઓનો સમાવેશ થતો હતો. આ રજવાડાના શાસકો મુસ્લિમ હતા. ૧૯૦૧માં તેની સંયુક્ત વસ્તી ૧૭૮ હતી અને રાજ્યની આવક ૨,૫૪૪ રૂપિયા (ઈ. સ. ૧૯૦૩-૪, મોટે ભાગે જમીન મહેસૂલ) હતી અને રાજપીપળા રજવાડાને તે ૧૨૭ રૂપિયાની ખંડણી આપતું હતું.