અક્કાદેવી (કન્નડ: ಆಕ್ಕದೀವಿ, ૧૦ ઓક્ટોબર ૧૦૬૪[]) કર્ણાટકના ચાલુક્ય વંશની રાજકુમારી હતી અને કિશુકુડુ તરીકે ઓળખાતા વિસ્તારની શાસક હતી, જે હાલના બીદર, બગલકોટ અને બીજાપુર જિલ્લાઓમાં ફેલાયેલું છે. તે પશ્ચિમી ચાલુક્ય રાજા જયસિંહ દ્વિતીયની બહેન અને સોમેશ્વર પહેલાની કાકી હતી.

અક્કાદેવી
જન્મઈ.સ. ૧૦૧૦
મૃત્યુઈ. સ. ૧૦૬૪
રાજવંશચાલુક્ય

અક્કાદેવી એક કુશળ વહીવટકર્તા અને સક્ષમ સેનાપતિ તરીકે જાણીતા હતા.[] તેણીને 'ગુણાદબેડંગી' પણ કહેવામાં આવતા હતા, જેનો અર્થ "સદ્‌ગુણોનું સૌંદર્ય" એવો થાય છે.[]

ચાલુક્યોનું શાસન દક્ષિણ ભારતના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ અને કર્ણાટકના ઇતિહાસમાં સુવર્ણયુગની નિશાની છે. ચાલુક્યોએ ૬૦૦ વર્ષથી વધુ સમય સુધી ભારતમાં દખ્ખણના ઉચ્ચપ્રદેશ પર શાસન કર્યું હતું. અક્કાદેવી પશ્ચિમી ચાલુક્ય સામ્રાજ્યનો એક ભાગ હતા, જે |ચોલ રાજાઓ સાથે અને તેમના દૂરના પિતરાઈઓ, વેંગીના પૂર્વીય ચાલુક્યો સાથે સતત સંઘર્ષમાં રહ્યાં હતા.

અક્કાદેવીના શાસન દરમિયાન તેમણે તેમના પ્રાંતનો વિસ્તાર કર્યો, અનુદાન દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપ્યું અને જૈન અને હિંદુ મંદિરોને ઉદારતાપૂર્વક દાન આપ્યું હતું.[]

અક્કાદેવીને "મહાન પ્રતિષ્ઠા અને પરિણામની વ્યક્તિ" કહેવામાં કહેવામાં આવતા હતા.[] ઈ.સ. ૧૦૨૨ના એક શિલાલેખમાં તેણીનો યુદ્ધમાં ભૈરવીની જેમ હિંમતવાન તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.[] તેમણે સ્થાનિક બળવાને ખાળવા માટે ગોકેજ અથવા ગોકાકના કિલ્લાનો ઘેરાવો કર્યો હતો,[] અને બ્રાહ્મણોને અનુદાન આપીને શિક્ષણને પ્રોત્સાહન આપ્યું હોવાનું કહેવાય છે.

  1. B. S, Chandrababu; L, Thilagavathi. Woman, Her History and Her Struggle for Emancipation. પૃષ્ઠ 158.
  2. Saletore, Rajaram Narayan (1983). Encyclopaedia of Indian culture, Volume 3. University of Michigan. ISBN 978-0-391-02332-1.
  3. Jain Journal, Volume 37. Jain Bhawan. 2002. પૃષ્ઠ 8.
  4. Kamat, Jyotsna (1980). Social Life in Medieval Karnataka. Abhinav Publications. પૃષ્ઠ 107. ISBN 978-0-8364-0554-5.
  5. ૫.૦ ૫.૧ Mishra, Phanikanta (1979). The Kadambas. Mithila Prakasana. પૃષ્ઠ 53, 71.
  6. Murari, Krishna (1977). The Cāḷukyas of Kalyāṇi, from circa 973 A.D. to 1200 A.D.: based mainly on epigraphical sources. Concept Pub. Co. પૃષ્ઠ 52, 61–62.