અમદાવાદ શેર બજાર
અમદાવાદ શેર બજાર અથવા ASE એ અમદાવાદમાં આવેલું ભારતનું બીજા ક્રમનું સૌથી જૂનું શેર બજાર છે. તે સિક્યુરિટિઝ કોન્ટ્રાક્ટ (રેગ્યુલેશન) એક્ટ ૧૯૫૬ હેઠળનું સ્થાયી શેર બજાર છે. આ શેરબજારનું ચિહ્ન સ્વસ્તિક છે, જે હિંદુ ધર્મમાં સંપત્તિ અને સુખકારીનું ચિહ્ન છે.
ઇતિહાસ
ફેરફાર કરોશેર બજારની સ્થાપના જાહેર સખાવત ટ્રસ્ટ તરીકે ૧૮૯૪માં મુંબઇ શેરબજાર (બોમ્બે સ્ટોક એક્સચેન્જ)ની સ્થાપના (૧૮૭૫) પછી થઇ હતી. પહેલાં શેર બજાર બોમ્બે સિક્યુરિટિઝ કોન્ટ્રાક્ટ એક્ટ, ૧૯૨૫ હેઠળ કામ કરતું હતું. સિક્યુરિટિઝ કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન્સ એક્ટ, ૧૯૫૬ના પસાર થયા પછી ધ ગુજરાત શેર & સ્ટોક એક્સચેન્જ, ઇન્ડિયન શેર એન્ડ જનરલ એક્સચેન્જ એશોસિએશન અને બોમ્બે શેર એન્ડ સ્ટોક એક્સચેન્જ, શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એશોસિએશનનું અમદાવાદ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એશોસિએશનમાં જોડાણ થયું અને હાલનું ASE બન્યું.
ઇમારત
ફેરફાર કરોઅમદાવાદ શેર બજારની સ્થાપના ૧૮૯૪માં થઇ હતી. તે મુંબઇ શેર બજાર પછીનું સૌથી જૂનું શેર બજાર છે. ૧૯૯૬ સુધી અમદાવાદ શેરબજાર આ ઇમારતમાં ચાલતું હતું અને આ ઇમારત ૯૩ વર્ષનો વારસો અને બ્રિટિશ સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે.[૧][૨][૩][૪]
આધુનિકીકરણ
ફેરફાર કરોડિસેમ્બર ૧૨, ૧૯૯૬માં શેર બજાર જાહેર બન્યું. શરૂઆતમાં ASE માં IBMની સિસ્ટમનો ઉપયોગ થતો હતો. જૂન ૧૯૯૯થી ASE અમદાવાદ સ્ટોક એક્સચેન્જ ઓનલાઇન ટ્રેડિંગ સિસ્ટમ (ASETS) નો ઉપયોગ કરે છે. આ સિસ્ટમ ટાટા કનસલ્ટન્સી સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ASE માટે બનાવવામાં આવી છે. ASE ના સભ્યો બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં IBOSS નામની પદ્ધતિનો ઉપયોગ કરીને પણ વેપાર કરી શકે છે. હાલમાં આ શેર બજારમાં ૩૩૩ નોંધણી કરેલા સભ્યો છે.
એપ્રિલ ૨૦૧૮માં, SEBI વડે શેર બજારને શેર લેવડ-દેવડમાંથી બહાર નીકળવાની પરવાનગી આપી હતી. ASE તેની કાર્યવાહી બંધ કરશે અને તેના નામમાંથી "શેર બજાર" શબ્દ દૂર કરશે.[૫]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Old stock exchange building at Manek Chowk to be sold". The Times of India. Ahmedabad. TNN. ૬ જૂન ૨૦૧૨. મૂળ માંથી 2013-04-11 પર સંગ્રહિત. મેળવેલ ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૩.
- ↑ Dhomse, Himansh (૭ જુલાઇ ૨૦૧૨). "Veterans rue loss of Ahmedabad's Manekchowk building". Daily News and Analysis. DNA. મેળવેલ ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૩.
- ↑ Soni, Nikunj (૨૦ ફેબ્રુઆરી ૨૦૧૧). "Heritage lovers root for Ahmedabad Stock Exchange's Manekchowk building". Daily News and Analysis. DNA. મેળવેલ ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૩.
- ↑ Ruturaj Jadav and Mehul Jani (૫ ફેબ્રુઆરી ૨૦૧૦). "Amdavad's First Pol". Ahmedabad Mirror. AM. મૂળ માંથી 2009-12-07 પર સંગ્રહિત. મેળવેલ ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૩.
- ↑ "SEBI permits Ahmedabad stock exchange to exit bourse biz". Economic Times. 24 April 2018. મેળવેલ 24 April 2018.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- અમદાવાદ શેર બજારનું અધિકૃત જાળ સ્થળ સંગ્રહિત ૨૦૨૦-૦૨-૧૫ ના રોજ વેબેક મશિન
આ લેખ અમદાવાદ અંગેનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |