અમદાવાદ

ભારતના ગુજરાત રાજ્યમાં આવેલું એક શહેર

અમદાવાદ (audio speaker iconઉચ્ચારણ ) ગુજરાત રાજ્યનું સૌથી મોટુંં અને વસ્તી પ્રમાણે ભારતનું પાંચમા અને શહેરી વસ્તી પ્રમાણે સાતમા ક્રમનું શહેર છે.[૧૫] સાબરમતી નદીના કિનારે વસેલું આ શહેર અમદાવાદ જિલ્લાનું મુખ્ય મથક છે અને ૧૯૬૦થી ૧૯૭૧ સુધી ગુજરાત રાજ્યનું પાટનગર રહી ચૂક્યું છે.

અમદાવાદ

અહમદાબાદ, કર્ણાવતી
મેટ્રોપોલિટન શહેર
સમઘડી દિશામાં ડાબે ઉપરથી: સાબરમતી આશ્રમ, હઠીસિંહનાં દેરાં, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સાબરમતી રિવરફ્રન્ટ, કાંકરિયા તળાવ
અમદાવાદ is located in ગુજરાત
અમદાવાદ
અમદાવાદ
ગુજરાતમાં અમદાવાદનું સ્થાન
અમદાવાદ is located in India
અમદાવાદ
અમદાવાદ
અમદાવાદ (India)
અક્ષાંશ-રેખાંશ: 23°02′N 72°35′E / 23.03°N 72.58°E / 23.03; 72.58
દેશ ભારત
રાજ્યગુજરાત
જિલ્લોઅમદાવાદ
સ્થાપના૧૪૧૧
નામકરણઅહમદ શાહ પહેલો
સરકાર
 • પ્રકારમેયર-કાઉન્સિલ
 • માળખુંઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
 • મેયરપ્રતિભાબેન જૈન[૧]
 • ડેપ્યુટી મેયરજતિન પટેલ
 • મ્યુનિસિપલ કમિશ્નરમુકેશ કુમાર[૨]
 • પોલિસ કમિશ્નરસંજય શ્રીવાસ્તવ[૩]
વિસ્તાર
 • મેટ્રોપોલિટન શહેર૫૦૫.૦૦ km2 (૧૯૪.૯૮ sq mi)
 • શહેેરી૧,૮૬૬ km2 (૭૨૦ sq mi)
વિસ્તાર ક્રમભારતમાં ૬ઠ્ઠો (ગુજરાતમાં ૨જો)
ઊંચાઇ૫૩ m (૧૭૪ ft)
વસ્તી
 (૨૦૧૧)[૧૦]
 • મેટ્રોપોલિટન શહેર૫૬,૩૩,૯૨૭
 • ક્રમ૫મો
 • ગીચતા૧૧૦૦૦/km2 (૨૯૦૦૦/sq mi)
 • શહેરી વિસ્તાર૬૩,૫૭,૬૯૩
ઓળખઅમદાવાદી
ભાષા
 • અધિકૃતગુજરાતી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
પિનકોડ
૩૮૦ ૦XX
ટેલિફોન વિસ્તાર ક્રમ૦૭૯
વાહન નોંધણીGJ-01 (પશ્ચિમ), GJ-27 (પૂર્વ), GJ-38 (બાવળા, ગ્રામીણ)[૧૨]
જાતિ પ્રમાણ૧.૧૧[૧૩] /
સાક્ષરતા દર89.62[૧૦]
મેટ્રોપોલિસ GDP/PPP૭૦ અબજ ડોલર
વેબસાઇટahmedabadcity.gov.in
સંદર્ભ: ભારતની વસ્તી ગણતરી.[૧૪]

અંગ્રેજ શાસન દરમ્યાન અમદાવાદ એક આધુનિક અને મોટુંં શહેર બની ગયું હતું. તે દરમિયાન તેને બોમ્બે પ્રેસિડેન્સીનો એક ભાગ બનાવી દેવામાં આવ્યું. અમદાવાદ ત્યારે પણ ગુજરાત પ્રદેશનો એક અગત્યનો ભાગ રહ્યું. કાપડ ઉદ્યોગનું તે મુખ્ય સ્થળ હતું અને અહીં સ્થપાયેલા ટેક્સ્ટાઈલ ઉદ્યોગને કારણે તેને 'માન્ચેસ્ટર ઑફ ધ ઈસ્ટ' તરીકે ઓળખવામાં આવતું હતું.

 
એક કપડા પર અમદાવાદનો નકશો, ૧૯મી સદી

પુરાતત્વીય પુરાવા સૂચવે છે કે અમદાવાદ આસપાસનો વિસ્તાર ૧૧મી સદીથી વસવાટ ધરાવે છે અને તે આશાપલ્લી અથવા તો આશાવલ નામથી ઓળખાતો હતો.[૧૬][૧૭]

એ વખતે અણહીલવાડના સોલંકી રાજા કરણદેવે આશાવલના ભીલ રાજા[૧૮] સામે યુદ્ધ જાહેર કર્યું અને કર્ણાવતી નામના શહેરની સ્થાપના કરી, જે અત્યારે સાબરમતી નદી પાસેનો મણીનગર વિસ્તાર તરીકે ઓળખાય છે.

સોલંકી વંશનું રાજ ૧૩મી સદી સુધી ચાલ્યું, ત્યાર બાદ ગુજરાતનું સંચાલન ધોળકાના વાઘેલા વંશના હાથમાં આવ્યું. સન ૧૪૧૧માં મુસલમાનોના ભારત પરના આક્રમણ દરમ્યાન કર્ણાવતી પર દિલ્હીના સુલતાને વિજય મેળવ્યો અને ગુજરાતમાં મુઝફ્ફરીદ વંશની સ્થાપના કરી.

ગુજરાત સલ્તનત બની અને સુલતાન અહમદશાહે (મૂળ નામ: નાસીરુદીન અહમદશાહ) પાટનગર તરીકે કર્ણાવતી પાસેની જગા પસંદ કરી. તેનું નામ પોતાના નામ પરથી 'અહમદાબાદ' રાખ્યું. સમય જતાં તે અપભ્રંશ થઈને 'અમદાવાદ'[૧૯] તરીકે ઓળખાવા લાગ્યું.

અહમદશાહે ૨૬ ફેબ્રુઆરી ૧૪૧૧ના રોજ શહેરનો પાયો માણેક બુર્જ પાસે નાખ્યો[૨૦] (૧.૨૦ બપોરે, ગુરૂવાર, ધુ અલ-કિદાહ, હિજરી વર્ષ ૮૧૩[૨૧]). તેણે નવી રાજધાની ૪ માર્ચ ૧૪૧૧ના રોજ નક્કી કરી હતી.

દંતકથા અનુસાર અહમદશાહ બાદશાહ જ્યારે સાબરમતી નદીને કિનારે ટહેલતા હતા ત્યારે તેમણે એક સસલાંને કુતરાનો પીછો કરતા જોયું. સુલતાન કે જેઓ તેમના રાજ્યની રાજધાની વસાવવા માટેના સ્થળની શોધમાં હતા તેઓ આ બહાદુરીના કારનામાંથી પ્રાભાવિત થઇને સાબરમતી નદી કિનારા નજીકનો જંગલ વિસ્તાર પાટનગરની સ્થાપના માટે નક્કી કર્યો. આ બનાવ એક લોકપ્રિય કહેવતમાં વર્ણવેલ છે: જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહેર બસાયા.

ઈ.સ. ૧૪૮૭માં અહમદ શાહના પૌત્ર મહમદ બેગડાએ અમદાવાદની ચોતરફ ૧૦ કી.મી. પરીમીતીનો કોટ ચણાવ્યો, જેમાં ૧૨ દરવાજા અને ૧૮૯ પંચકોણી બુરજોનો સમાવેશ થાય છે.[૨૨] ઈ.સ. ૧૫૫૩માં જ્યારે ગુજરાતના રાજા બહાદુર શાહ ભાગીને દીવ જતા રહ્યા ત્યારે રાજા હુમાયુએ અમદાવાદ પર આંશિક કબજો કર્યો હતો.[૨૩] ત્યાર બાદ અમદાવાદ પર મુઝાફરીદ લોકોનો ફરીથી કબજો થઈ ગયો હતો અને પછી મુગલ રાજા અકબરે અમદાવાદને પાછું પોતાનું રાજ્ય બનાવ્યું. મુગલકાળ દરમ્યાન અમદાવાદ, રાજ્યનું ધમધમતું ઔદ્યોગિક કેન્દ્ર બન્યું જ્યાંથી કાપડ યુરોપ મોકલાતું. મુગલ રાજા શાહજહાંએ પોતાનો ઘણો સમય અમદાવાદમાં વિતાવ્યો, જે દરમ્યાન તેણે શાહીબાગમાં આવેલો મોતી શાહી મહાલ બનાવડાવ્યો. અમદાવાદ ૧૭૫૮ સુધી મુગલોનું મુખ્યાલય રહ્યું, ત્યાર બાદ તેમણે મરાઠા સામે સમર્પણ કર્યું.[૨૪] મરાઠાકાળ દરમ્યાન અમદાવાદ તેની ચમક ધીરે ધીરે ખોવા માંડ્યું અને તે પૂનાના પેશ્વા અને બરોડાના ગાયકવાડના મતભેદનો શિકાર બન્યું.[૨૫]

અંગ્રજોના શાસનકાળ દરમિયાન અમદાવાદ એક મુખ્ય નગર બની ગયું. અહીં તેમણે કોર્ટ, નગરપાલિકા વગેરે સ્થાપ્યાં. કાપડની મિલોને કારણે અમદાવાદ 'પૂર્વનું માંચેસ્ટર' પણ કહેવાતું હતું.

મે ૧૯૬૦થી નવા બનેલા ગુજરાત રાજ્યનું પાટનગર બન્યુ. ગાંધીનગર નવું પાટનગર બનવા છતાં અમદાવાદની મહત્તા એવી જ રહી છે.

૧૯૭૪માં એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગના છાત્રાલયના ભોજનાલયમાં દરમાં ૨૦%નો વધારો થતા તેનો વિરોધ શરૂ થયો, જે નવનિર્માણ આંદોલનમાં પરિણમ્યો અને ભારતના ઈતિહાસમાં સૌપ્રથમ (અને માત્ર એકવાર) ચૂંટાયેલા મુખ્યમંત્રી - ચીમનભાઈ પટેલે આંદોલનને કારણે રાજીનામું આપવું પડ્યું.[૨૬] ૧૯૮૦ના દાયકામાં ૧૯૮૧ અને ૧૯૮૫માં અનામત વિરોધી આંદોલનો થયા. આ આંદોલનને કારણ સમાજના વિવિધ વર્ગો વચ્ચે રમખાણો થયા.[૨૭] ૨૦૦૧ના ધરતીકંપમાં શહેરના ૫૦ જેટલી બહુમાળી ઈમારતો ધરાશયી થઇ અને ૭૫૨ લોકોના મૃત્યુ થયા.[૨૮] તેના પછીના વર્ષે ૩ દિવસ સુધી ૨૦૦૨ના ગોધરાકાંડની અસરરૂપે હિંદુ-મુસ્લિમ રમખાણો ફાટી નીકળ્યા.[૨૯]

૨૦૦૭-૧૦ દરમિયાન સાબરમતી નદીના કિનારે રીવર ફ્રન્ટ યોજના વિકસાવવામાં આવી.

૨૦૦૮માં અમદાવાદમાં શ્રેણી બંધ બોમ્બ વિસ્ફોટો થયા જેના પરિણામે સંખ્યાબંધ લોકોના મૃત્યુ અને ઈજા થઇ.[૩૦] આંતકવાદી સંગઠન હરકત-એ-જિહાદ આ કૃત્ય પાછળ જવાબદાર હતું.[૩૧]

૨૦૦૯માં અમદાવાદ શહેરમાં બી.આર.ટી.એસ. સુવિધા શરૂ થઇ, જેને લીધે શહેરમાં માર્ગપરિવહનનું એક તદ્દન નવું માળખું અસ્તિત્વમાં આવ્યું છે અને અમદાવાદના પશ્ચિમના વિસ્તારોને સળંગ બસ સેવા દ્વારા પૂર્વના વિસ્તારો સાથે સાંકળી લેવામાં આવ્યું છે, જેના કારણે અમદાવાદની બંને દિશાના નાગરિકોનું અંતર ઘટી ગયું છે.[૩૨]

અમદાવાદ આજે ધીકતું વ્યાપારી કેન્દ્ર છે. અમદાવાદ મુખ્યત્વે ૩ ભાગમાં વહેંચાયેલું છે. જૂનું શહેર મુંબઈ દિલ્હી રેલવે લાઇન અને સાબરમતી નદીની વચ્ચે વસેલ છે. રેલવે લાઇનની પૂર્વે ઔધોગિક વિકાસ થથો છે જયારે નવું શહેર જે નદીની પશ્ચિમ દિશામાં વિકસેલ છે. જુનું શહેર ગીચ છે જ્યારે નવું શહેર ઘણું વ્યવસ્થિત અને પહોળા રસ્તા વાળુ છે. વ્યાપારી કેન્દ્ર હોવા ઉપરાંત અમદાવાદ એક મહત્વનું ઔધોગિક કેન્દ્ર છે, જેમાં કાપડ, રંગ, રસાયણ અને આભુષણોને લગતા ઉધોગો મુખ્ય છે.

અમદાવાદ પશ્ચિમ ભારતમાં ઉત્તર-મધ્ય ગુજરાતમાં સમુદ્રની સપાટીથી ૫૩ મીટર (૧૭૪ ફીટ)ની ઊંચાઈએ સાબરમતી નદીના કિનારે સ્થિત છે. જે ૪૬૪.૧૬ ચો. કિમી (૧૭૯ ચો. માઇલ) જેટલા વિસ્તારમાં ફેલાયેલું છે.[૭]

શહેર એક સૂકા અને રેતાળ વિસ્તારમાં આવેલું છે. શહેરમાં અનેક તળાવો છે, જે પૈકીનું સૌથી પ્રખ્યાત અને અમદાવાદની ઓળખ સમાન કાંકરિયા તળાવ છે. આ ઉપરાંત વસ્ત્રાપુર તળાવ, નારોલ/સરખેજ પાસે ચંડોળા તળાવ, બાપુનગરમાં લાલબહાદુર શાસ્ત્રી તળાવ, જીવરાજ પાર્કમાં મલાવ તળાવ, વટવાનું બીબી તળાવ વગેરે અન્ય મોટા તળાવો છે.

૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે અમદાવાદની વસ્તી ૫૬,૩૩,૯૨૭ હતી જે અમદાવાદને ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું પાંચમા ક્રમનું શહેર બનાવે છે.[૧૦] શહેરના વ્યાપને ગણતા અમદાવાદની વસ્તી ૬૩,૫૭,૬૯૩ની હતી, જે હવે ૭૬,૫૦,૦૦૦ની અંદાજીત છે, તેને ભારતમાં સાતમાં ક્રમનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર (વ્યાપ સાથે) બનાવે છે.[૧૫][૩૩] શહેરની સાક્ષરતા ૮૯.૬૨%; જેમાં પુરુષો ૯૩.૯૬% અને સ્ત્રીઓની સાક્ષરતા ૮૪.૮૧% છે.[૧૦] અમદાવાદનો જાતિ ગુણોત્તર ૨૦૧૧માં ૧૦૦૦ પુરુષોએ ૮૯૭ સ્ત્રીઓનો હતો.[૧૦]

અમદાવાદનો વસ્તી વધારો 
વસતી ગણતરીવસ્તી
૧૮૭૧૧,૧૬,૯૦૦
૧૯૦૧૧,૮૫,૯૦૦
૧૯૧૧૨,૧૬,૮૦૦16.6%
૧૯૨૧૨,૭૦,૦૦૦24.5%
૧૯૩૧૩,૧૩,૮૦૦16.2%
૧૯૪૧૫,૯૫,૨૦૦89.7%
૧૯૫૧૭,૮૮,૩૦૦32.4%
૧૯૬૧૧૧,૪૯,૯૦૦45.9%
૧૯૭૧૧૯,૫૦,૦૦૦69.6%
૧૯૮૧૨૫,૧૫,૨૦૦29.0%
૧૯૯૧૩૩,૧૨,૨૦૦31.7%
૨૦૦૧૪૫,૨૫,૦૧૩36.6%
૨૦૧૧૫૬,૩૩,૯૨૭24.5%
સ્ત્રોત:[૧૦][૩૪] [૩૫]

અમદાવાદ શહેરની બી.આર.ટી.એસ. સેવા, જેની દેખરેખ અમદાવાદ જનમાર્ગ લિમિટેડ હેઠળ ચાલી રહી છે,જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પેટાકંપની છે. તે સેપ્ટ યુનિવર્સિટી દ્વારા રચાયેલ છે. આ સેવાનો પહેલો ભાગ જે આર.ટી.ઓ. અને પીરાણાને જોડતો બનાવેલો, જેનુ ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ૧૪ ઑક્ટોબર ૨૦૦૯ના રોજ કર્યુ હતુ. બીજો ભાગ જે ચંદ્રનગર અને કાંકરિયા તળાવને જોડતો બનાવેલો છે, સંપૂર્ણ બી.આર.ટી.એસ. સેવા હાલમાં કાર્યરત છે.

૨૦૩૬ ઓલિમ્પિક રમતો

ફેરફાર કરો

અમદાવાદ ૨૦૩૬ની ઓલિમ્પિક રમતોના યજમાન બનવા માટે દાવેદારી કરવાની તૈયારીમાં છે. રાજ્ય સરકારે તૈયારીનું ચોક્કસ આયોજન કર્યું છે. ઓલિમ્પિક ગેમ્સની વિવિધ રમતો અમદાવાદ અને ગાંધીનગરમાં રાખવાની યોજના છે, જ્યારે દરિયાઈ રમતો માટે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની પસંદગી કરવામાં આવી છે. ઓલિમ્પિક વિલેજ બનાવવા માટે ભાટ પાસેની જમીન નક્કી કરવામાં આવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉદ્ઘાટન અને સમાપન સમારોહો યોજાશે.[૩૬] [૩૭] [૩૮]

જોવાલાયક સ્થળો

ફેરફાર કરો
 • તિરૂપતિ બાલાજી મંદિર, એસ. જી. માર્ગ
 • વિક્રમ સારાભાઈ અવકાશ પ્રદર્શન, ઈસરો

૧૯મી મે ૨૦૧૬ના દિવસે બપોરે ૪૮ ડીગ્રી સેન્ટીગ્રેડ તાપમાન નોંધાવાની સાથે અમદાવાદમાં તાપમાનનો છેલ્લા ૧૦૦ વર્ષનો રેકોર્ડ તુટ્યો હતો. છેલ્લે ૧૭મી મે ૧૯૧૬ના દિવસે ૪૭.૮ ડીગ્રી સેન્ટીગ્રેડ તાપમાન નોંધાયું હતું.[૩૯]

હવામાન માહિતી અમદાવાદ
મહિનો જાન ફેબ માર્ચ એપ્રિલ મે જૂન જુલાઇ ઓગ સપ્ટે ઓક્ટ નવે ડિસે વર્ષ
મહત્તમ નોંધાયેલ °C (°F) 33
(91)
38
(100)
41
(106)
42.8
(109.0)
43
(109)
43.4
(110.1)
39
(102)
39
(102)
42
(108)
40
(104)
38
(100)
32
(90)
43.4
(110.1)
સરેરાશ મહત્તમ °C (°F) 28.3
(82.9)
30.4
(86.7)
35.6
(96.1)
39.8
(103.6)
41.5
(106.7)
38.4
(101.1)
33.4
(92.1)
31.8
(89.2)
34.0
(93.2)
35.8
(96.4)
32.8
(91.0)
29.3
(84.7)
34.3
(93.6)
સરેરાશ ન્યૂનતમ °C (°F) 11.8
(53.2)
13.9
(57.0)
18.9
(66.0)
23.7
(74.7)
26.2
(79.2)
27.2
(81.0)
25.6
(78.1)
24.6
(76.3)
24.2
(75.6)
21.1
(70.0)
16.6
(61.9)
13.2
(55.8)
20.6
(69.1)
નોંધાયેલ ન્યૂનતમ °C (°F) 7
(45)
6
(43)
10
(50)
18
(64)
18
(64)
22
(72)
22
(72)
21
(70)
20
(68)
13
(55)
10
(50)
5
(41)
5
(41)
સરેરાશ વરસાદ મીમી (ઈંચ) 2.0
(0.08)
1.0
(0.04)
0
(0)
3.0
(0.12)
20.0
(0.79)
103.0
(4.06)
247.0
(9.72)
288.0
(11.34)
83.0
(3.27)
23.0
(0.91)
14.0
(0.55)
5.0
(0.20)
789
(31.08)
સરેરાશ વરસાદી દિવસો (≥ 0.1 mm) 0.3 0.3 0.1 0.3 0.9 4.8 13.6 15.0 5.8 1.1 1.1 0.3 43.6
મહિનાના સરેરાશ તડકાના કલાકો 288.3 274.4 279.0 297.0 328.6 237.0 130.2 111.6 222.0 291.4 273.0 288.3 ૩,૦૨૦.૮
સ્ત્રોત: HKO[૪૦]

આ પણ જુઓ

ફેરફાર કરો
 1. PTI. "BJP corporator Pratibha Jain elected as mayor of Ahmedabad; Vadodara too gets new mayor". Deccan Herald (અંગ્રેજીમાં). મૂળ સંગ્રહિત માંથી 2024-01-20 પર સંગ્રહિત. મેળવેલ 2023-10-10.
 2. "Municipal Commissioner :: Ahmedabad Municipal Corporation". ahmedabadcity.gov.in. મૂળ સંગ્રહિત માંથી 11 July 2020 પર સંગ્રહિત. મેળવેલ 20 June 2020.
 3. Feb 14, TNN |; 2020; Ist, 04:42. "City police chief visits stadium, ashram | Ahmedabad News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મૂળ સંગ્રહિત માંથી 14 February 2020 પર સંગ્રહિત. મેળવેલ 2020-02-19.CS1 maint: numeric names: authors list (link)
 4. "Expansion of Municipal Corporations". મૂળ સંગ્રહિત માંથી 18 August 2020 પર સંગ્રહિત. મેળવેલ 19 November 2020.
 5. "Municipalities have extension in Gujarat". મૂળ સંગ્રહિત માંથી 20 September 2020 પર સંગ્રહિત. મેળવેલ 19 November 2020.
 6. "AMC Expansion". મૂળ સંગ્રહિત માંથી 16 November 2020 પર સંગ્રહિત. મેળવેલ 19 November 2020.
 7. ૭.૦ ૭.૧ "Amdavad city". મૂળ માંથી 2013-06-27 પર સંગ્રહિત. મેળવેલ ૨૦ જુન ૨૦૧૨. Check date values in: |access-date= (મદદ)
 8. "About Us | AUDA". www.auda.org.in. મૂળ સંગ્રહિત માંથી 20 February 2020 પર સંગ્રહિત. મેળવેલ 2020-02-20.
 9. "About The Corporation: Ahmedabad Today". Ahmdabad Municipal Corporation. મૂળ સંગ્રહિત માંથી 25 April 2018 પર સંગ્રહિત. મેળવેલ 24 April 2018.
 10. ૧૦.૦ ૧૦.૧ ૧૦.૨ ૧૦.૩ ૧૦.૪ ૧૦.૫ "Ahmedabad City Census 2011 data". મૂળ સંગ્રહિત માંથી 18 May 2014 પર સંગ્રહિત. મેળવેલ 28 May 2014.
 11. "Gujarāt (India): State, Major Agglomerations & Cities – Population Statistics in Maps and Charts". મૂળ સંગ્રહિત માંથી 30 April 2016 પર સંગ્રહિત.
 12. Kaushik, Himanshu; Jan 3, Niyati Parikh / TNN /; 2019; Ist, 03:16. "GJ-01 series registers 12% drop in one year | Ahmedabad News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મૂળ સંગ્રહિત માંથી 2020-08-08 પર સંગ્રહિત. મેળવેલ 2020-08-08.CS1 maint: numeric names: authors list (link)
 13. "Distribution of Population, Decadal Growth Rate, Sex-Ratio and Population Density". 2011 census of India. Government of India. મૂળ સંગ્રહિત માંથી 13 November 2011 પર સંગ્રહિત. મેળવેલ 21 March 2012.
 14. "Ahmedabad (Ahmedabad) District : Census 2011 data". census2011. મૂળ સંગ્રહિત માંથી 12 June 2014 પર સંગ્રહિત. મેળવેલ 28 May 2014.
 15. ૧૫.૦ ૧૫.૧ "India: States and Major Agglomerations – Population Statistics, Maps, Charts, Weather and Web Information". citypopulation.de. 29 September 2016. મૂળ સંગ્રહિત માંથી 17 December 2014 પર સંગ્રહિત.
 16. Jane Turner (૧૯૯૬). The Dictionary of Art. 1. Grove. પૃષ્ઠ ૪૭૧. ISBN 9781884446009.
 17. Rai, Neha (2018-11-28). "The History behind the names of Ahmedabad City". Ashaval.com (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-09-28 પર સંગ્રહિત. મેળવેલ 2019-09-28.
 18. મિચેલ, જ્યોર્જ; શાહ, સ્નેહલ; બરટોન-પેજ, જોહન; મેહતા, દિનેશ (૨૮ જુલાઇ ૨૦૦૬). અમદાવાદ. માર્ગ પબ્લિકેશન. પૃષ્ઠ ૧૭-૧૯. ISBN 8185026033.
 19. સેતુ શહેર મેપ: અમદાવાદ-ગાંધીનગર. સેતુ પબલીકેશન. ૧૯૯૮. પૃષ્ઠ ૧.
 20. Pandya, Yatin (૧૪ નવેમ્બર ૨૦૧૦). "In Ahmedabad, history is still alive as tradition". dna. મૂળ સંગ્રહિત માંથી 2016-08-04 પર સંગ્રહિત. મેળવેલ ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૬.
 21. "History". અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. મૂળ સંગ્રહિત માંથી 2016-02-23 પર સંગ્રહિત. મેળવેલ ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૬. Jilkad is anglicized name of the month Dhu al-Qi'dah, Hijri year not mentioned but derived from date converter
 22. G Kuppuram (૧૯૮૮). India Through the Ages: History, Art, Culture, and Religion. Sundeep Prakashan. પૃષ્ઠ ૭૩૯. ISBN 9788185067087. મેળવેલ ૨૬ જુલાઇ ૨૦૦૮.
 23. ધ મુઘલ થ્રોન by Abraham Eraly pg.47
 24. પ્રકાશ, ઓમ (૨૦૦૩). Encyclopaedic History of Indian Freedom Movement. અનમોલ પબ્લીકેશન. પૃષ્ઠ ૨૮૨-૨૮૪. ISBN 8126109386. મેળવેલ ૨૬ જુલાઇ ૨૦૦૮.[હંમેશ માટે મૃત કડી]
 25. Kalia, Ravi (૨૦૦૪). "The Politics of Site". Gandhinagar: Building National Identity in Postcolonial India. Univ of South Carolina Press. પૃષ્ઠ 30–59. ISBN 157003544X. મેળવેલ ૨૬ જુલાઇ ૨૦૦૮.
 26. Shah, Ghanshyam (20 December 2007). "60 revolutions—Nav nirman movement". India Today. મૂળ સંગ્રહિત માંથી 24 December 2008 પર સંગ્રહિત. મેળવેલ 3 July 2008.
 27. Yagnik, Achyut (May 2002). "The pathology of Gujarat". New Delhi: Seminar Publications. મૂળ સંગ્રહિત માંથી 22 March 2006 પર સંગ્રહિત. મેળવેલ 10 May 2006.
 28. Sinha, Anil. "Lessons learned from the Gujarat earthquake". WHO Regional Office for south-east Asia. મૂળ સંગ્રહિત માંથી 19 June 2006 પર સંગ્રહિત. મેળવેલ 13 May 2006.
 29. "Gujarat riot death toll revealed". BBC News. 11 મે 2005. મૂળ સંગ્રહિત માંથી 26 ફેબ્રુઆરી 2009 પર સંગ્રહિત. મેળવેલ 30 જુલાઇ 2006.
 30. "17 bomb blasts rock Ahmedabad, 15 dead". CNN-IBN. 26 July 2008. મૂળ માંથી 28 June 2008 પર સંગ્રહિત. મેળવેલ 26 July 2008.
 31. "India blasts toll up to 37". CNN. 27 July 2008. મૂળ માંથી 2 August 2008 પર સંગ્રહિત. મેળવેલ 27 July 2008.
 32. કુમાર, મનિષ (૨૭ ડિસેમ્બર ૨૦૦૯). "BRTS bridges city's east-west divide". સમાચાર. ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા. મૂળ માંથી 2011-08-11 પર સંગ્રહિત. મેળવેલ ૨૫ મે ૨૦૧૩.
 33. "Major Agglomerations of the World – Population Statistics and Maps". citypopulation.de. 1 January 2017. મૂળ સંગ્રહિત માંથી 2 April 2016 પર સંગ્રહિત.
 34. "Historical Census of India". મૂળ માંથી 17 February 2013 પર સંગ્રહિત. મેળવેલ 22 March 2014.
 35. "Ahmedabad Population". મૂળ સંગ્રહિત માંથી 2021-08-05 પર સંગ્રહિત. મેળવેલ 2021-08-05.
 36. "Olympics to be held in Ahmedabad, Gandhinagar; water sports in Riverfront, Saurashtra sea; Olympic village in Bhat". Divya Bhaskar. મૂળ સંગ્રહિત માંથી 2023-09-08 પર સંગ્રહિત. મેળવેલ 2023-09-08.
 37. "2036ના ઓલિમ્પિકની યજમાની કરવા ગુજરાતમાં તૈયારીઓ પુરજોશમાં". ETV Bharat News. મૂળ સંગ્રહિત માંથી 2023-09-08 પર સંગ્રહિત. મેળવેલ 2023-09-08.
 38. "2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરશે અમદાવાદ, ફેબ્રુઆરી-2024 સુધીમાં કામ થશે શરું". I am Gujarat. મૂળ સંગ્રહિત માંથી 2023-09-08 પર સંગ્રહિત. મેળવેલ 2023-09-08.
 39. "અમદાવાદના તાપમાન વિષેના નવગુજરાત સમયમાં પ્રથમ પાને સમાચાર" (PDF). મૂળ સંગ્રહિત (PDF) માંથી 2019-03-26 પર સંગ્રહિત. મેળવેલ ૨૦ મે ૨૦૧૬.
 40. "અમદાવાદ-હવામાન". મૂળ માંથી 2019-08-15 પર સંગ્રહિત. મેળવેલ ૧ મે ૨૦૧૨.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો
 
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે: