અરિહંતનો અર્થ થાય છે: અરિ = શત્રુ, હંત= હણનાર.

વ્યાખ્યા

ફેરફાર કરો

આ શબ્દની વ્યાખ્યા જૈન મત અનુસાર: જેમણે દ્રવ્યથી ૧. જ્ઞાનાવરણીય, ૨. દર્શનાવરણીય, ૩. મોહનીય, અને ૪. અંતરાય; આ ચાર ધાતી કર્મનો નાશ કર્યો છે; એવા સદેહી, સર્વજ્ઞ, વીતરાગ પ્રભુ.

અરિહંતના બે ભેદ બતાવાયા છે: ૧. તીર્થંકર ૨. સામાન્ય કેવળી ભગવાન.

અરિહંતના ગુણો

ફેરફાર કરો

જૈન દર્શન અરિહંતના ૧૨ ગુણ વર્ણવે છે:

  1. અનંત જ્ઞાન
  2. અનંત દર્શન
  3. અનંત ચારિત્ર
  4. અનંત તપ
  5. અનંત બળવીર્ય
  6. અનંત ક્ષાયક સમ્યક્ત્વ
  7. વજ્રઋષભ નારાચ સંહનન
  8. સમચતુરસ્ત્ર સંસ્થાન
  9. ચોત્રીસ અતિશય
  10. પાંત્રીસ વાણીના ગુણો
  11. એક હજાર આઠ ઉત્તમ લક્ષણ
  12. ચોસઠ ઈન્દ્રોના પૂજનીય