તીર્થંકર
જૈનત્વ પ્રમાણે તીર્થંકર એ એવી વ્યક્તિ છે જેઓ આત્મમુક્તિ, બોધ પામી મોક્ષને પ્રાપ્ત કરે છે અને ત્યાર બાદ આધ્યાત્મિક માર્ગે વધવા ઈચ્છુક આવનારી પેઢી માટે માર્ગદર્શક બને છે.
જૈન મત પ્રમાણે જે લોકો કેવળ જ્ઞાન પામે છે તેઓ મોક્ષમાં જાય છે તેમને કેવળી કે સિદ્ધ કહેવાય છે. પરંતુ એવા સિદ્ધ કે જેઓ જૈન સંઘની સ્થાપના કરે છે તેને વિશ્વમાં ફેલાવે છે દુ:ખમય માનવજાતને મુક્તિનો માર્ગ બતાવે છે, તીર્થ પ્રવર્તાવે છે, તેવા સિદ્ધને તીર્થંકર કહેવાય છે.
દૃષ્ટિ નિક્ષેપ
ફેરફાર કરોતીર્થંકર દ્વારા ચિંધેલો માર્ગ જૈન ધર્મના નિયમ બની જાય છે. તીર્થંકરોનું આંતરિક જ્ઞાન કે કેવળ જ્ઞાન આદર્શ અને એક સમાન હોય છે. એક તીર્થંકરની શીખ અન્ય તીર્થંકરથી જુદી પડતી નથી. જોકે તેમની શીખની વિસ્તૃિત તે સમયના લોકોની સમજણ શક્તિ અને હૃદયની શુદ્ધતાની અનુસાર હોય છે. લોક મનસનો આધ્યાત્મીક વિકાસ અને હૃદયની શુદ્ધિ જેટલી વધુ તેટલો બોધ ટૂંકો કે ઓછો વિસ્તૃત હોય.
માનવ જીવના અંતે તીર્થંકર નિર્વાણ પામે છે, અર્થાત જન્મ મરણના અનંત ચક્રથી મુક્તિ પામે છે.
જૈન દર્શનના મતે સમય અનંત છે તેની કોઈ શરૂઆત કે તેનો કોઈ અંત નથી. તે બળદ ગાડાંના પૈડાંની જેમ ફરતો રહે છે. આપણા આ સમયના કાળ પહેલાં કાળ ચક્ર અનંત ફેરા ફરી ચૂક્યું છે અને આગળ પણ અનંત ચક્રો ફર્યા કરશે. ૨૦૧૧માં આપને એક કાળ ચક્રના અર્ધા ફેરાના ૨,૫૩૮ વર્ષ વીતી ચૂક્યાં છે.
જૈનો માને છે કે વિશ્વના આ ભાગમાં દર અર્ધ કાળ ચક્રમાં ૨૪ તીર્થંકરો જન્મે છે. અત્યારના કાળના પ્રથમ તીર્થંકર ઋષભદેવને સમાજ જીવન ના નિયમોનું લોકોને જ્ઞાન કરાવવાનું શ્રેય જાય છે. કહે છે કે તેમણે લોકોને અસિ-મસિ-કૃષિ શીખવી. આ નિયમો લોકોને સમાજમાં હળીમળીને રહેવા શીખવ્યું અને ત્રીજા આરાના અંત નજીક નિર્વાણ પામ્યાં. ૨૪ મા અને અંતિમ તીર્થંકર મહાવીર (ઈ.પૂ. ૫૯૯-૫૨૭) હતા, જેમના અસ્તિત્વને ઇતિહાસ માને છે. દિગંબર જૈનો માને છે કે ચોવીસેય તીર્થંકરો પુરુષ હતાં કેમ કે સ્ત્રી વેદ મોક્ષની પ્રાપ્તિ ન કરી શકે, પણ શ્વેતાંબર માને છે કે ૧૯ મા તીર્થંકર મલ્લિનાથ સ્ત્રી હતાં અને લિંગ કે જાતિ એ મોક્ષપ્રાપ્તિ માટે બંધન કર્તા નથી.
હવે નવા તીર્થંકર આગલાં અર્ધ કાળ ચક્ર (ચડતો)ના ત્રીજા આરાની શરૂઆતમાં લગભગ ૮૧,૫૦૦ વર્ષ પછી.
તીર્થંકરો લોકોને મોક્ષમાર્ગ બતાવે છે આથે તેમની મૂર્તિઓએ જૈન દેરાસરો કે જૈન મંદિરોમાં પૂજવામાં આવે છે. તીર્થંકરો એ ભગવાન કે ભગવાનો નથી. સૃષ્ટિના રચેતાના સંદર્ભમાં જૈનો કોઈ ભગવાનને માનતા નથી. તેઓ જ્ઞાની દશા પામેલ સિદ્ધ આત્માઓ છે.
ખાસ તીર્થંકરો
ફેરફાર કરોતીર્થંકરોનું વર્ણન વિવિધ રૂપે કરવામાં આવે છે. સામાન્ય રીતે તેમને પદ્માસન બેઠેલા દર્શાવવામાં આવે છે. તેમાંના માત્ર બે ને જુદી રીતે દર્શાવવામાં આવે છે. ત્રેવીશમા તીર્થંકર પાર્શ્વનાથના માથા પર શેષ નાગ બતાવવામાં આવે છે અને દિગંબર પ્રથામાં સાતમા સુપાર્શ્વનાથના માથે અમુક નાગની ફેણનો નાનો સમૂહ બતાવવામાં આવે છે.
દિગંબર પરંપરા અનુસાર તેમની પ્રતિમા નિર્વસ્ત્ર હોય છે જ્યારે મૂર્તિપુજક શ્વેતાંબરો તેમના મંદિરની પ્રતિમાને ઘરેણાં, મુગટ આદિથી શણગારે છે. તીર્થંકરોને તેમના આસન પર દર્શાવેલ લાંછન કે ચિન્હ અથવા તેમના ક્ષેત્ર રક્ષક દેવ દ્વારા ઓળખાય છે.
વીસમાં મુનિસુવ્રત અને બાવીસમાં નેમિનાથને બાદ કરતાં બાકીના બધાં તીર્થકરો ઈક્ષ્વાકુ કુળના હતાં. બાકી રહેલા બે તીર્થંકરો હરિવંશના હતાં. જૈન દર્શન પ્રમાને પ્રથમ તીર્થંકર ઋષભદેવ દ્વારા શરૂ થયેલ કુળ ઈક્ષ્વાકુ કુળ તરીકે ઓળખાય છે.
ઋષભદેવને છોડીને બાકીના સર્વે તીર્થંકરોની દીક્ષા સ્થળ અને કેવળ જ્ઞાન પ્રાપ્તિ તેમની જન્મ સ્થળે જ થઈ હતી. ઋષભ દેવને પુરિમતળમાં, નેમિનાથને ગિરનારમાં અને મહાવીસ્વામીને રુજુવલુકા નદીને કિનારે કેવળ જ્ઞાન થયું.
વીસ તીથંકર સમ્મેત શિખર પર નિર્વાણ પામ્યાં. દિગંબરો માને છે કે ઋષભદેવ કૈલાશ પર્વત પર નિર્વાણ પામ્યા અને શ્વેતાંબરો માને છે કે અષ્ટાપદ પર્વત પર તેઓ નિર્વાણ પામ્યાં. વાસુપુજ્ય ઉત્તરબંગાળમાં આવેલ ચમ્પાપુરીમાં નિર્વાણ પામ્યાં; નેમિનાથ ગુજરાતના ગિરનાર પર્વત પર નિર્વાણ પામ્યાં અને મહાવીર સ્વામી આજના બિહારના પટના નજીક પાવપુરીમાં નિર્વાણ પામ્યાં.
એકવીસ તીર્થકરો ઊભી કાર્યોત્સર્ગ મુદ્રામાં નિર્વાણ પામ્યાં જ્યારે ઋષભ, નેમિનાથ અને મહાવીર પદ્માસન કાર્યોત્સર્ગ મુદ્રામાં નિર્વાન પામી મોક્ષગામી બન્યાં.
૨૪ તીર્થંકરની માહિતી
ફેરફાર કરો
ક્રમ | તીર્થંકર | જન્મ પહેલાનું દેવલોક | જન્મ સ્થળ; નિર્વાણ સ્થળ |
પિતા-માતા | વર્ણ | લાંછન (ચિન્હ) | ઊંચાઈ | આયુષ્ય | વૃક્ષ | ક્ષેત્રરક્ષક દેવ આત્મા |
શિષ્ય; શિષ્યા |
નિર્વાણ સ્થળ | જન્મ |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
૧ | ઋષભ દેવ | સર્વાર્થસિદ્ધ | વિનિતાનગરી; પાલીતણા |
નાભિરાજા મરુદેવી |
સુવર્ણ | વૃષભ કે બળદ | ૧,૫૦૦ મીટર | ૫૯૨.૭૦૪ ૧૦૧૮ વર્ષ | વટ (વડ) | ગોમુખ અને ચક્રેશ્વરી |
પુંડરિક; બ્રાહ્મી |
અષ્ટાપદ (કૈલાશ) | ૧૦૨૨૪ વર્ષ પહેલાં |
૨ | અજિતનાથ | વિજયવિમાન | આયોધ્યા; સમ્મેત શિખર |
જિતશત્રુ વિજયમાતા |
સુવર્ણ | હાથી | ૧,૩૫૦ મીટર | ૫૦૮.૦૩૨ ૧૦૧૮ વર્ષ | સાલ |
મહાયક્ષ અને અજિતબાલા; અથવા રોહીણી |
સિંહસેન; ફાલ્ગુ |
સમ્મેત શિખર | ૫ x ૧૦૨૨૩ વર્ષ પહેલાં |
૩ | સંભવનાથ | સાતમી કે ઉવારીમા ગ્રૈવેયક | સવાથી; શ્રાવસ્તી |
જીતારી by સેનમાતા |
સુવર્ણ | અશ્વ | ૧,૨૦૦ મીટર | ૪૨૩.૩૬૦ ૧૦૧૮ વર્ષ | પ્રયાલા |
ત્રિમુખ અને દુરીતારી; અથવા પ્રજ્ઞપ્તી |
ચારુ; સ્યામા |
સમ્મેત શિખર | ૨ x ૧૦૨૨૩ વર્ષ પહેલાં |
૪ | અભિનંદનનાથ | જયંતવિમાન | આયોધ્યા; સમ્મેત શિખર |
સંવરરાજા સિદ્ધાર્થાદેવી |
સુવર્ણ | વાનર | ૧,૦૫૦ મીટર | ૩૫૨.૮ ૧૦૧૮ વર્ષ | પ્રિયાંગુ |
નાયક અને કાલિકા; કે યક્ષેશ્વર અને વજ્રશૃંખલા |
વજ્રનાભ; અજીતા |
સમ્મેત શિખર | ૧૦૨૨૩ વર્ષ પહેલાં |
૫ | સુમતિનાથ | જયંતવિમાન | આયોધ્યા; સમ્મેત શિખર |
મેઘરાજા મંગલા |
સુવર્ણ | કૌંચ પક્ષી |
૯૦૦ મીટર | ૨૮૨.૨૪ ૧૦૧૮ વર્ષ | સાલ | તુંબુરુ અને મહાકાલી; કે પુરુષદત્તા |
ચરમ; કશ્યપિ |
સમ્મેત શિખર | ૧૦૨૨૨ વર્ષ પહેલાં |
૬ | પદ્મપ્રભ | નવમી ગ્રૈવેયક | કૌશંબી; સમ્મેત શિખર |
શ્રીધર સુશીમા |
લાલ | કમળ | ૭૫૦ મીટર | ૨૧૧.૬૮ ૧૦૧૮ વર્ષ | છત્ર | કુસુમ અને શ્યામા; કે મનોવેગ કે મનોગુપ્તિ |
પ્રધ્યોતન; રતિ |
સમ્મેત શિખર | ૧૦૨૨૧ વર્ષ પહેલાં |
૭ | સુપાર્શ્વનાથ | મધ્યમ ગ્રૈવેયક | વારાણસી; સમ્મેત શિખર |
પરિક્ષિત રાજા પૃથ્વી |
સુવર્ણ રાતો |
સ્વસ્તિક | ૬૦૦ મીટર | ૧૪૧.૧૨ ૧૦૧૮ વર્ષ | શિરિષ |
માતંગ અને શાંતા; કે વરનંદી અને કાલી |
વિદિર્ભ; સોમા |
સમ્મેત શિખર | ૧૦૨૨૦ વર્ષ પહેલાં |
૮ | ચંદ્રપ્રભ | વિજયંત | ચંદ્રપુર; સમ્મેત શિખર |
મહાસેનરાજા લક્ષમણા |
ધવલ | ચંદ્ર | ૪૫૦ મીટર | ૭૦.૫૬ ૧૦૧૮ વર્ષ | નાગ | વિજય અને ભૃકુટિ; અથવા શ્યામા કે વિજય અને જ્વાલામાલિની |
દિન; સુમન |
સમ્મેત શિખર | ૧૦૨૧૯ વર્ષ પહેલાં |
૯ | પુષ્પદંત અથવા સુવિધિનાથ | આણત દેવલોક | કાનંદીનગરી; સમ્મેત શિખર |
સુગ્રીવરાજા રામરાણી |
ધવલ | મગર | ૩૦૦ મીટર | ૧૪.૧૧૨ ૧૦૧૮ વર્ષ | સલી | અજીત અને સુત્રક; અથવા મહાકાલી |
વરાહક; વરુણી |
સમ્મેત શિખર | ૧૦૨૧૮ વર્ષ પહેલાં |
૧૦ | શીતલનાથ | અચ્યુતદેવલોક | ભદ્રપુરા કે ભદ્દીલપુર; સમ્મેત શિખર |
દૃધરથ નંદ |
સુવર્ણ | કલ્પવૃક્ષ |
૨૭૦ મીટર | ૭.૦૫૬ ૧૦૧૮ વર્ષ | પ્રિયંગુ | બ્રહ્મા અને અશોક; કે માનવી |
નંદ; સુજશા |
સમ્મેત શિખર | ૧૦૨૧૭ વર્ષ પહેલાં |
૧૧ | શ્રેયાંસનાથ | અછ્યુત દેવલોક | સિંહપુરી; સમ્મેત શિખર |
વિષ્ણુરાજા વિષ્ણા |
સુવર્ણ | ગેંડો | ૨૪૦ મીટર | ૮,૪૦૦,૦૦૦ વર્ષ | તંડુક | યક્ષેત અને માનવી; કે ઈશ્વર અને ગૌરી |
કશ્યપ; ધારીણી |
સમ્મેત શિખર | ૧૦૨૧૨ વર્ષ પહેલાં |
૧૨ | વાસુપુજ્ય | પ્રાણતદેવલોક | ચમ્પાપુરી; સમ્મેત શિખર |
વાસુપુજ્ય જયા |
લાલ | મહિષ (માદા ભેંસ) | ૨૧૦ મીટર | ૭,૨૦૦,૦૦૦ વર્ષ | પાટલા |
કુમાર અને ચંદા; અથવા ગાંધારી |
શુભમ; ધરણી |
ચમ્પાપુરી | ૪ x ૧૦૨૧૧ વર્ષ પહેલાં |
૧૩ | વિમલનાથ | મહાસર દેવલોક | કમ્પીલ્યપુર; સમ્મેત શિખર |
કૃતવર્મારાજા શ્યામા |
સુવર્ણ | સુવર | ૧૮૦ મીટર | ૬,૦૦૦,૦૦૦ વર્ષ | જાંબુ |
શન્મુખા અને વિદિતા; અથવા વૈરોતી |
મંદાર; ધરા |
સમ્મેત શિખર | ૧.૬ x ૧૦૨૧૧ વર્ષ પહેલાં |
૧૪ | અનંતનાથ | પ્રાણત દેવલોક | આયોધ્યા; સમ્મેત શિખર |
સિંહસેન અને સુયશા અથવા સુજશા |
સુવર્ણ | સિંચાણ | ૧૫૦ મીટર | ૩,૦૦૦,૦૦૦ વર્ષ | અશોક |
પાટલા અને અંકુશ; અથવા અનંતમતિ |
જસ ; પદ્મા |
સમ્મેત શિખર | ૭ x ૧૦૨૧૦ વર્ષ પહેલાં |
૧૫ | ધર્મનાથ | વિજયવિમાન | રત્નપુરી; સમ્મેત શિખર |
ભાનુરાજા સુવ્રતા |
સુવર્ણ | વજ્ર | ૧૩૫ મીટર | ૨,૫૦૦,૦૦૦ વર્ષ | દધીપર્ણ |
કિન્નર અને કંદર્પ; કે માનસી |
અરિષ્ઠ; અર્થશિવ |
સમ્મેત શિખર | ૩ x ૧૦૨૧૦ વર્ષ પહેલાં |
૧૬ | શાંતિનાથ | સર્વાર્થસિદ્ધ | ગજપુર કે હસ્તિનાપુરી; સમ્મેત શિખર |
વિશ્વસેન અચિરા |
સુવર્ણ | હરણ | ૧૨૦ મીટર | ૧૦૦,૦૦૦ વર્ષ | નંદી |
ગરુડ અને નિર્વાણી; કે કિંપુરુશા અને મહામાનસી |
ચક્રયુધ; સુચિ |
સમ્મેત શિખર | ૧૦૧૯૪ વર્ષ પહેલાં |
૧૭ | કુંથુનાથ | સર્વાર્થસિદ્ધ | ગજપુર; સમ્મેત શિખર |
સૂરારાજા શ્રી રાની |
સુવર્ણ | બકરી | ૧૦૫ મીટર | ૯૫,૦૦૦ વર્ષ | ભીલક | ગાંધર્વ અને બાલા; કે વિજય |
સાંબ; દામિની |
સમ્મેત શિખર | ૧૦૧૯૪ વર્ષ પહેલાં |
૧૮ | અરનાથ | સર્વાર્થસિદ્ધ | ગજપુર; સમ્મેત શિખર |
સુદર્શન દેવીરાણી |
સુવર્ણ | માછલી અથવા મીન યુગ્મ |
૯૦ મીટર | ૮૪,૦૦૦ વર્ષ | આંબો | યક્ષેતા અને ધના; કે કેંદ્ર અને અજિતા |
કુંભ; રક્ષિતા |
સમ્મેત શિખર | ૧૬,૫૮૪,૯૮૦ ઈ. પૂ. |
૧૯ | મલ્લિનાથ | જયંતદેવલોક | મિથિલા; સમ્મેત શિખર |
કુંભરાજા પ્રભાવતી |
નીલ | જર કે કળશ | ૭૫ મીટર | ૫૫,૦૦૦ વર્ષ | અશોક | કુબેર અને ધારણપ્રિયા; અથવા અપરાજિતા |
અભિક્ષક; ભનુમતિ |
સમ્મેત શિખર | ૬,૫૮૪,૯૮૦ ઈ. પૂ. |
૨૦ | મુનિસુવ્રત | પરતાજિત દેવલોક | રાજગૃહી; સમ્મેત શિખર |
સુમિત્રરાજા પદ્માવતી |
શ્યામ | કાચબો | ૬૦ મીટર | ૩૦,૦૦૦ વર્ષ | ચંપક |
વરુણ અને નરદત્ત; કે બહુરુપિણી |
મલ્લિ; પુષ્પાવતી |
સમ્મેત શિખર | ૧,૧૮૪,૯૮૦ ઈ. પૂ. |
૨૧ | નમિનાથ | પ્રાણત દેવલોક | મિથિલા; સમ્મેત શિખર |
વિજયરાજા વિપ્રારાણી |
પીળો; |
નીલ કમલ | ૪૫ મીટર | ૧૦,૦૦૦ વર્ષ | બકુલ |
બૃકુટિ અને ગાંધારી; કે ચામુંડી |
શુભા; અનિલા |
સમ્મેત શિખર | ૫૮૪,૯૭૯ ઈ. પૂ. |
૨૨ | નેમિનાથ | અપરાજિતા | સૌરીપુર અને ઉજ્જૈની; ગિરનાર પર્વત |
સમુદ્રવિજય અને શિવાદેવી |
શ્યામ | શંખ | ૩૦ મીટર | ૧,૦૦૦ વર્ષ | વેતસ | ગોમેઘ અને અંબિકા; અથવા સર્વાહન અને કુશ્માન્દીની |
વરદત્ત; યક્ષદિન્ન |
ગિરનાર પર્વત | ૩૨૨૮ ઈ. પૂ. |
૨૩ | પાર્શ્વનાથ | પ્રાણત દેવલોક | વારાણસી; સમ્મેત શિખર |
અશ્વસેનરાજાઅ વામાદેવી |
નીલ | સાપ | ૭.૭૧૪૨૮૫૨ ફૂટt | ૧૦૦ વર્ષ | ધાતકી |
પાર્શ્વયક્ષ કે ધરણેંદ્ર અને પદ્માવતી |
આર્યદિન્ન; પુષ્પચુડા |
સમ્મેત શિખર | ૮૭૭ ઈ. પૂ. |
૨૪ | મહાવીર | પ્રાણત દેવલોક | કુંડગ્રામ કે ક્ષત્રિયકુંડ ; રીજુબાલિકા |
સિદ્ધાર્થરાજા, શ્રેયશ કે યશસ્વીન ત્રિશલા વિદ્છાદિન કે પ્રિયકરની |
પીળો | સિંહ | ૭ ફૂટ | ૭૨ વર્ષ | સાગ | માતંગ અને સિદ્ધાયિકા |
ઈંદ્રભૂતિ; ચંદનબાળા |
પાવાપુરી | ૫૯૯ ઈ. પૂ. |
વિહરમાન તીર્થંકર
ફેરફાર કરોઅત્યારે કોઈ પણ તીર્થંકર વિહરમાન નથી. છેલ્લાં તીર્થંકર વર્ધમાન મહાવીર ૨૫૦૦ વર્ષ પહેલાં થઈ ગયાં.
જોકે જૈનો માને છે કે વિશ્વ ક્યારેય તીર્થંકર વિનાનું હોતું નથી. અહીંયા (ભરત ક્ષેત્રમાં) નહીં તો મહાવિદેહ ક્ષેત્રમાં કાયમ તીર્થંકરો હોય છે.
આ પણ જુઓ
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- પવિત્ર ગ્રંથો
- જૈન ૨૪ વેબસાઈટ સંગ્રહિત ૨૦૧૧-૧૨-૧૩ ના રોજ વેબેક મશિન
- જૈની.ઓર્ગ પર વિજ્ઞાન નો લેખ સંગ્રહિત ૨૦૧૦-૦૭-૦૭ ના રોજ વેબેક મશિન
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- આત્મધર્મ.કોમ અંગ્રેજી , ગુજરાતી, હિંદી, મરાઠી, પ્રાકૃત અને સંસ્કૃત ભાષામાં જૈન સાહિત્ય.
- જૈના.ઓર્ગ (અંગ્રેજી)
- જૈનસમાજ.ઓર્ગ (અંગ્રેજી)
- જૈનરીલિજીયન.ઈન