અલંગ કિલ્લો (જે અલંગડ અથવા અલંગ તરીકે પણ ઓળખાય છે) પશ્ચિમ ઘાટની કળસુબાઇ પર્વતમાળામાં આવેલો કિલ્લો છે. અલંગ કિલ્લો, મદનગડ કિલ્લો અને કુલંગ કિલ્લો અને તેને જોડતો માર્ગ અલંગ-મદન-કુલંગ તરીકે ઓળખાય છે. અલંગ કિલ્લો આ પ્રદેશનો સૌથી વધુ મુશ્કેલ સ્થળોમાંનું એક માનવામાં આવે છે. મહારાષ્ટ્ર સરકારની સંસ્કૃતિ વિભાગની વેબસાઈટ પ્રમાણે,[૧] "અલંગ-મદન-કુલંગ ખાસ કરીને તેના પ્રવાસમાં આવતા જળમાર્ગ અને ગાઢ જંગલોના કારણે મહારાષ્ટ્રના સૌથી પડકારરૂપ પ્રવાસ સ્થાન પૈકીનું એક છે."[૨] આ માર્ગ અનુભવી પર્વતારોહકો માટે યોગ્ય છે. જ્યારે ભારે સ્થાનિક વરસાદ અને નબળી રીતે ચિહ્નિત માર્ગોને કારણે કિલ્લાઓ સુધી પહોંચવું મુશ્કેલ છે.[૩] આ સ્થળ એક લોકપ્રિય પર્યટન સ્થળ છે.

અલંગ કિલ્લો
નાસિક જિલ્લો, મહારાષ્ટ્ર ,ભારત
અલંગ કિલ્લો
અલંગ કિલ્લો is located in મહારાષ્ટ્ર
અલંગ કિલ્લો
અલંગ કિલ્લો
મહારાષ્ટ્રમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ19°34′58″N 73°39′40″E / 19.5827°N 73.6612°E / 19.5827; 73.6612
પ્રકારપર્વતીય કિલ્લો
ઊંચાઈ4,500 feet (1,400 m)
સ્થળની માહિતી
આધિપત્યભારત સરકાર
જાહેરજનતા માટે ખૂલ્લુંહા
સ્થિતિખંડિત[સંદર્ભ આપો]
સ્થળ ઈતિહાસ
બાંધકામમરાઠા સામ્રાજ્ય
બાંધકામ સામગ્રીપથ્થર

આ કિલ્લો એક વિશાળ કુદરતી ઉચ્ચપ્રદેશ પર આવેલો છે. કિલ્લાની અંદર બે ગુફાઓ, એક નાનું મંદિર અને ૧૧ પાણીના કુંડ છે . બે ગુફાઓમાં ૪૦ લોકોનો સમાવેશ થઇ શકે છે. ઐતિહાસિક ઇમારતોના અવશેષો સમગ્ર કિલ્લામાં ફેલાયેલા છે. કિલ્લાની પૂર્વમાં કલસુબાઈ, ઔંધ કિલ્લો, પટ્ટા અને બિતનગડ; ઉત્તરમાં હરિહર, ત્રિંબકગડ, અને અંજનેરી, અને દક્ષિણમાં, હરિશ્ચંદ્રગડ, આજોબાગડ, ખુટ્ટા અને રતનગડ આવેલા છે.

આ માર્ગ દૂર આવેલો હોવાથી અનુભવી પ્રવાસીઓને પણ પૂરતા પ્રમાણમાં ખોરાક અને પાણી લઇ જવાની સલાહ આપવામાં આવે છે.

માર્ગ ફેરફાર કરો

અલંગ જવા માટે અંબેવાડી ગામથી જઇ શકાય છે. જ્યારે કસારા અથવા ઇગતપુરી ટ્રેન અથવા બસ દ્વારા પહોંચી શકાય છે. ગોટીથી અંબેવાડી ૩૨ કિમીના અંતરે આવેલું છે, જે બસ વડે ત્રણ કલાકનો સમય લે છે. અંબેવાડીથી અલંગ, મદન અને કુલંગ જોઈ શકાય છે.[૪]

અલંગ કિલા પર જવા માટે ઘાટઘરથી ગોટી-ભંડારદારા જઇ શકાય છે. ત્રીજી ગુફા પર ૨.૫ કલાકમાં ભંડારદારા ઉદડવાડેથી જઇ શકાય છે. તે એક ઉચ્ચપ્રદેશ સુધી લઇ જાય છે અને બીજા માર્ગ સાથે જોડાય છે.[૫]

છબીઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. "Cultural Maharashtra Government Website".
  2. "AMK - Alang Madan Kulang Trek - The Toughest Trek In Maharashtra". Indiahikes (અંગ્રેજીમાં). મેળવેલ 2021-02-17.
  3. "Five great winter treks". mint (અંગ્રેજીમાં). મેળવેલ 2021-02-23.
  4. Dey, Panchali. "Trek to Arnala Fort, where views of Arabian Sea welcome you with open arms". Times of India Travel. મેળવેલ 2021-02-07.
  5. "Bhandardara Hill Station near Nashik - One Day Trip in Monsoon". Sanjeev Mishra (અંગ્રેજીમાં). 2016-07-11. મૂળ માંથી 2021-03-01 પર સંગ્રહિત. મેળવેલ 2021-02-09.