કુલંગ કિલ્લો
કુલંગ કિલ્લો (કુલંગ ગડ) નાસિક જિલ્લાના ઇગતપુરી વિસ્તારમાં, કળસુબાઈ પર્વતમાળાની પશ્ચિમ બાજુએ આવેલો છે. આ કિલ્લો મદનગઢ અને અલંગ કિલ્લાઓને અડીને આવેલો છે, જે બધાં નાસિક-કલ્યાણના પ્રાચીન વ્યાપારી માર્ગને સુરક્ષિત રાખવા માટે બનાવવામાં આવ્યા હતા.
કુલંગ કિલ્લો | |
---|---|
कुलंग गड | |
કળસુબાઇ પર્વતમાળાનો ભાગ | |
નાસિક જિલ્લો, મહારાષ્ટ્ર | |
મદનગડ કિલ્લાથી દેખાતો કુલંગ કિલ્લો | |
અક્ષાંશ-રેખાંશ | 19°35′30.1″N 73°38′21.4″E / 19.591694°N 73.639278°E |
પ્રકાર | પર્વતીય કિલ્લો |
ઊંચાઈ | ૪૮૨૫ ફિટ[૧][૨] |
સ્થળની માહિતી | |
આધિપત્ય | ભારત સરકાર |
જાહેરજનતા માટે ખૂલ્લું | હા |
સ્થિતિ | ખંડેર |
સ્થળ ઈતિહાસ | |
બાંધકામ | સાતવાહન યુગ |
બાંધકામ સામગ્રી | પથ્થર |
ચઢાણ | કઠણ |
ઇતિહાસ
ફેરફાર કરોઇ.સ. ૧૭૬૦માં કિલ્લો કદાચ મુઘલોએ પેશ્વાને નાસિક પ્રદેશમાં અન્ય ઘણા કિલ્લાઓ સાથે સોંપ્યો હતો. ઇ.સ. ૧૮૧૮માં કુલંગ અને નજીકના અન્ય કિલ્લાઓને બ્રિટિશ દળો દ્વારા કબજે કરવામાં આવ્યા હતા.[૩] જોકે અંગ્રેજોએ આ કિલ્લાના પગથિયાં નષ્ટ કર્યા ન હતા.
જોવાલાયક સ્થળો
ફેરફાર કરોકિલ્લા પર પથ્થર કાપીને બનાવેલા પાણીના કુંડ અને એક ગુફા છે. પથ્થરના ચણતરમાંથી બનાવેલા વાડા અને ખંડેર મુખ્ય દરવાજા સિવાય કિલ્લા પર કોઈ નોંધપાત્ર બાંધકામ નથી. કિલ્લા તરફ જવાનો રસ્તો પથ્થર કાપી પગથિયાંથી બનેલો છે. આ કિલ્લાની ઉપરથી કળસુબાઈ શિખર, પટ્ટા કિલ્લો, ઔંધા, મદનગડ કિલ્લો, અલંગ કિલ્લો અને રતનગઢ કિલ્લાઓ સહેલાઈથી જોઈ શકાય છે.
કેવી રીતે પહોંચવું
ફેરફાર કરોકુલંગ કિલ્લાનું તળેટીનું ગામ આંબેવાડી અથવા કુરંગવાડી છે, જ્યાંથી કિલ્લા સુધી પહોંચવામાં લગભગ બે થી ત્રણ કલાકનો સમય લાગે છે. આ રસ્તો ગાઢ જંગલ વિસ્તાર, કળસુબાઈ-હરિશ્ચંદ્રગઢ વન્યજીવન અભયારણ્યમાંથી પસાર થાય છે.[૪] રસ્તામાં પીવાલાયક પાણી અને કિલ્લા પર પુષ્કળ ચોખ્ખું પાણી છે. કિલ્લા પર મોટી જગ્યા ધરાવતી ગુફા છે જેમાં ૧૦૦ વ્યક્તિઓ બેસી શકે છે. કિલ્લા પર કોઈ બળતણનું લાકડું પ્રાપ્ત નથી, તેથી ગામમાંથી બળતણનું લાકડું અથવા ગેસ-સ્ટવ લઈ જવું હિતાવહ છે.
છબીઓ
ફેરફાર કરો-
પાણીના કુંડ
-
પથ્થરમાંથી કોતરીને બનાવેલા પગથિયાં
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Kulang, Sahyadri,Shivaji,Trekking,Marathi,Maharastra" (મરાઠીમાં). મૂળ માંથી 7 September 2013 પર સંગ્રહિત.
- ↑ "Kulang, Hill forts Category, Western Ghats, India, Adventure, Trekking". TreKshitiZ Sanstha. મેળવેલ 1 January 2021.
- ↑ "NASIK DISTRICT GAZETTEERS". Government of Maharashtra. 2000. મૂળ સંગ્રહિત માંથી 25 September 2013 પર સંગ્રહિત. મેળવેલ 2021-01-01.
- ↑ "Kalsubai Harishchandragad Wildlife Sanctuary, Ahmednagar". Maharashtra Forest Department. મૂળ સંગ્રહિત માંથી 20 December 2016 પર સંગ્રહિત. મેળવેલ 1 January 2021.